ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By
Last Updated : શુક્રવાર, 24 માર્ચ 2023 (11:36 IST)

Baby Food - 6 મહીના પછી બાળકને ખોરાકમાં શું આપવું

બાળક  છ મહીના સુધી માત્ર માતાના દૂધથી જ બધા પોષક તત્વો મેળવે છે. છ મહીના પૂરા થયા પછી બાળકને બીજા  ખદ્યપદાર્થ આપવા શરૂ કરાય છે.  બાળક માટે યોગ્ય પોષણ શું છે, આ સમય દરમિયાન માતાપિતાએ બાળકને પૂરક ખોરાક આપવો જોઈએ.
 
જન્મથી પાંચથી છ મહિના સુધી બાળકો માટે માતાનુ દૂધ જ સર્વોત્તમ ખોરાક છે.
 
- છઠ્ઠા મહિનાથી બાળકોને બેબી ફુડ, મસળેલા ફળ અને દાળનુ પાણી આપવાનુ શરૂ કરી દેવુ જોઈએ.
 
- આઠથી બાર મહિનાના બાળકોને બ્રેડ, ટોસ્ટ વગેરે ખવડાવવા જોઈએ.
 
નવજાત બાળકની સંભાળ માટે ટિપ્સ
- છથી બાર મહિનાના બાળકોને ક્યારેય સૂકો ખોરાક વધુ નહી આપવો જોઈએ, જેમ કે સૂકી રોટલી, સૂકી બ્રેડ વગેરે.
રોટલીને દૂધ કે દાળમાં મસળીને આપવા જોઈએ દૂધને ચા કે બ્રેડમાં પલાળીને આપવા જોઈએ.
- બાળકોને વિવિધ ફળોના જ્યુસ પણ ઋતુ પ્રમાણે આપવા જોઈએ. ગાજરનો રસ બાળકને વિશેષ પીવડાવવો જોઈએ.
- છ મહિનાના બાળકોને ભાત અને દૂધને મિક્સરમાં ક્રશ કરી આપી શકાય છે.
(Edited By -Monica Sahu)