રવિવાર, 10 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By
Last Updated : ગુરુવાર, 28 માર્ચ 2024 (14:21 IST)

બાળક પડીકા ખાતું હોય તો સાવધાન!

food packet
food packet

 
ચિપ્સ, કુરકુરે જેવા બજારમાં મળતા અનેક પેકેટ બંધ ફુડ્સ બાળકોની પસંદગીની વસ્તુ હોય છે. ઘરમાંથી બહાર નીકળતા જ સૌથી પહેલા પેકેટ બંધ ચિપ્સની માંગ કરે છે. અનેકવાર માતાપિતા પણ બાળકોને ઘરમાં ચિપ્સના પેકેટ લાવી આપે છે  પણ શુ તમે જાણો છો કે આ ફુડસ તમારા બાળકોના સ્વાસ્થ્ય પર  હાનિકારક અસર કરી  શકે છે.  પેકેટ બંધ ચિપ્સથી તમારા બાળકોનુ વજન તો વધે જ છે સાથે જ તેઓ અનેક બીમારીઓથી ઘેરાય જાય છે. તેમા ડાયાબીટિઝથી લઈને કેન્સર સુધીની બીમારીઓનો સમાવેશ છે.  એક અભ્યાસમાં અહી સુધી કહેવામાં આવ્યુ છે કે પેકેટ બંધ ચિપ્સથી દિલ  સાથે જોડાયેલ બીમારીઓનો ખતરો પણ રહે છે. આવો જાણીએ કેવી રીતે પેકેટ બંધ ચિપ્સ તમરા બાળકોને સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર નાખી રહી છે. 
 
 ચિપ્સમાં ફેટ અને કેલરીની માત્રા ઘણી વધારે હોય છે.
-આનાથી વજન વધવાની અને સ્થૂળતાની સમસ્યા થઈ શકે છે.
-28 ગ્રામ બટાકાની ચિપ્સ અને 15 થી 20 ચિપ્સમાં 10 ગ્રામ ચરબી અને 154 ગ્રામ કેલરી હોય છે.
-2015માં થયેલા એક રિસર્ચમાં જાણવા મળ્યું હતું કે તળેલી બટાકાની ચિપ્સ વજન વધવાનુ મુખ્ય કારણ છે.
 
 
પેકેટ-પેક્ડ ચિપ્સ ડાયાબિટીસ અને  હાર્ટ સંબધિત રોગોનું જોખમ ઊભું કરે છે.
 
-શોધમા એવું પણ સામે આવ્યું છે કે વધુ પડતા ચિપ્સ ખાવાથી કેન્સર પણ થઈ શકે છે.
-જો તમારું બાળક સતત ચિપ્સ ખાય છે, તો તે પોષણની ઉણપથી પીડાય શકે છે.
-ચીપ્સમાં વિટામિન્સ અને મિનરલ્સ ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય છે અને શરીરને પૂરતું પોષણ મળતું નથી.
-ચીપ્સમાં સોડિયમનું પ્રમાણ ખૂબ વધારે હોય છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
 
-શરીરમાં સોડિયમની વધુ માત્રા ઘણી બીમારીઓનું કારણ બની શકે છે.
-જેમાં હાઈ બ્લડ પ્રેશર, સ્ટ્રોક અને હૃદય અને કિડનીની બીમારીનો સમાવેશ થાય છે.
-28 ગ્રામ બટાકાની ચિપ્સમાં 120 મિલિગ્રામથી 180 મિલિગ્રામ સોડિયમ હોય છે.
 
-અમેરિકામાં 2010માં આહાર માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હતી.
-એમાં કહેવામાં આવ્યું કે એક દિવસમાં કેટલું મીઠું લેવું જોઈએ.
-આ માર્ગદર્શિકા અનુસાર, એક દિવસમાં 2,300 મિલિગ્રામથી વધુ મીઠું ન લેવું જોઈએ.
-જો આમ કરવામાં આવે તો હાઈ બ્લડ પ્રેશરથી લઈને કિડની સુધીની અનેક જીવલેણ બીમારીઓ થઈ શકે છે.
 
પેક્ડ ચિપ્સ તમારા બાળકનું કોલેસ્ટ્રોલ લેવલ વધારી શકે છે.
-ચીપ્સમાં એટલી બધી ચરબી હોય છે કે તે શરીરના કોલેસ્ટ્રોલ લેવલને બગાડી શકે છે.
-મોટાભાગની ચિપ્સ ડીપ ફ્રાય હોય છે જે ખતરનાક ટ્રાન્સ ચરબી પેદા કરે છે.
-આ ટ્રાન્સ ફેટ બાળકોના શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે.

પડીકા બાળકો માટે ધીમુ ઝેર !
 
-રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો
-જરૂરી ખોરાકની જગ્યાએ પડીકાથી કુપોષણ
-સોડિયમ અને સુગરની માત્રા વધુ
-બાળકોનો રુંધાઈ છે વિકાસ 
-પડીકા ચાખ્યા બાદ ઘરનો ખોરાક ન ભાવવો
-સંપૂર્ણ આહાર ન મળવાથી વિકાસ રુંધાવો
 
બાળકોના વિકાસ માટે શું જરૂરી ? 
-તાજો બનાવેલો અને ઘરનો ખોરાક 
-કઠોળ અને લીલા શાકભાજી
-ફ્રુટ અને ડ્રાયફ્રુટ
-પ્રોટીન,વિટામિન, મિનરલ યુક્ત ખોરાક 
-દૂધ અને દૂધની વાનગીઓ