ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By
Last Modified: બુધવાર, 9 સપ્ટેમ્બર 2020 (14:40 IST)

ચાઈલ્ડ કેર - શુ આપનુ બાળક ખાવામાં નખરાં કરે છે, તો અપનાવો આ ટિપ્સ

દરેક માતા ઇચ્છે છે કે તેનું બાળક ખાઇ પીને અલમસ્ત રહે. આ જ કારણે તે બાળકને સતત ખવડાવતી પીવડાવતી રહે છે. પણ જો તમારું બાળક ખાવાનું જોતા જ નાક ચઢાવી દેતું હોય તો જરૂરી છે તમે તેને ખવડાવવાની નવી આદતો વિકસિત કરો.
આ માટે આ માર્ગો અપનાવી શકો છો -
1. ટૂકડાંમાં ખવડાવો - ક્યારેય પ્લેટ ભરી ભરીને તેને ખવડાવવાની ભૂલ ન કરો. ભરેલી પ્લેટ જોતાં જ બાળકનું મન ધરાઇ જાય છે. કોશિશ કરો કે તને દિવસભરમાં અનેક વખત નાના-નાના ટૂકડામાં ખવડાવો. આવામાં બાળક પેટ ભરીને ખાશે.
 
2. પ્લેટ રંગીન બનાવો - બાળકનો બધુ ભાવતું નથી હોતું અને ખાસકરીને તમે અનુભવ્યું હશે કે જ્યારે ભોજન પૌષ્ટિક અને ફાયદાકારક હશે ત્યારે પણ તેને તે ખાવામાં કોઇ રસ નહીં હોય. પણ હા, જો તેની સામે બજારમાં મળતી રંગબેરંગી ખાવાની વસ્તુઓ ધરી દેવામાં આવે તો તેને તે વધુ પસંદ પડે છે અને તે તેને મન ભરીને ખાય છે. આવામાં તમે બજારમાં મળતી વસ્તુઓ ઘરે જ બનાવીને બાળકને ઘરના ભોજન તરફ આકર્ષી શકો છો. ભોજનને તેના માટે થોડું આકર્ષક બનાવીને પીરસો. જેમ કે સેલેડને કાર્ટૂન કેરેક્ટર્સમાં કાપીને આપો... રોટલી પર ઘરે બનાવેલા કેચઅપથી કે પછી તેના માટે બનાવેલી પૌષ્ટિક સબ્જીની ગ્રેવીથી સ્માઇલી દોરીને તેને આકર્ષી શકો છો. ભાતમાં તેને ડ્રાય ફ્રુટ્સનાંખીને આપો.
 
3. ખવડાવો અને શીખવો - તે ખાય તે વખતે હંમેશા બાળક સાથે વાત કરો, તમે વધુ બોલો અને તેને ઓછું બોલવાનો મોકો આપો. તેને જમાડતી વખતે સહેજપણ વઢશો નહીં. આ સાથે બાળકને કેટલાંક મજેદાર કિસ્સા સંભળાવતા કે પછી કંઇક પણ નવું શીખવતા શીખવતા ખવડાવો. આવામાં તે હંમેશા પેટ ભરીને ખાશે અને તમને તેના પ્રત્યે કોઇ ફરિયાદ પણ નહીં રહે.
 
4. થોડું ફોસલાવો - ખોટું બોલવું એ ખરાબ ટેવ છે. આવું આપણે હંમેશા આપણા બાળકને શીખવીએ છીએ. પણ આ વખતે તમારે તમારા બાળક સામે ખોટું નહીં બોલવું પડે. બાળકને ખાવા માટે દરેક કોળિયે કંઇક નવું જણાવવાની કોશિશ કરો. બાળકને વાર્તાઓ પસંદ પડતી હોય છે માટે તમે તેને ખવડાવતી વખતે રોચક વાર્તાઓ સંભળાવવાનું રાખો.
 
5. સસ્મિત વાત મનાવડાવો - હિટલર મમ્મી કોઇપણ બાળકને પસંદ નથી હોતી માટે તમે પ્રેમ અને સ્મિત સાથે તેની પાસે તમારી વાત મનાવડાવવાની ટેવ પાડો. બાળકને ખાવાનું ખવડાવવા માટે સ્મિત આપીને તેની પર થોડું દબાણ કરો. રિસાવા-મનાવાની ગેમ બાળક સાથે ચાલુ રાખો અને આ રીતે ખવડાવો. તેની સાથે બાળક બની જાઓ પછી જુઓ તે ચપોચપ ખાઇ લેશે.