શનિવાર, 30 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By
Last Modified: નવી દિલ્હી. , મંગળવાર, 13 સપ્ટેમ્બર 2022 (12:24 IST)

Parenting Tips - જાણો કયા વયમાં બાળકો સાથે સુવુ બંધ કરી દેવુ જોઈએ

child care
બાળકોની દેખરેખ અને તેમના પાલન પોષણની સૌથી વધુ જવાબદારી માતા પિતાની હોય છે. પેરેંટ્સ પોતાના બાળકોના જન્મથી લઈને તેમના યુવા થતા સુધી કે પછી કહી તો કે જ્યા સુધી તેઓ પોતાના બાળકો સાથે રહે છે તેમનુ વિશેષ ધ્યાન રાખવામાં કોઈ કમી છોડતા નથી. પોતાની આવક અને હેસિયતના હિસાબથી તેઓ બાળકોને દરેક સુવિદ્યા આપતા રહે છે.  માત પિતા  બાળકોનુ દરેક રીતે ધ્યાન રાખે છે. કેટલાક પેરેટ્સ તો પોતાના બાળકોની કેયરને લઈને એટલા ચિંતિત હોય છે કે બાળકોને સુરક્ષા આપવા અને તેની દેખરેખ માટે તેની સાથે જ સૂઈ જાય છે. પણ લાડ પ્યાર અને કેયરને કારણે અનેકવાર માતા પિતા એ ભૂલી જાય છે કે બાળકોની સાથે સુવુ બંને માટે નુકશાનકારક પણ હોઈ શકે છે.  આજના આ લેખના માઘ્યમથી જાણશો કે બાળકો સાથે સુવાનુ કંઈ વયે બંધ કરી દેવુ જોઈએ.  
 
કઈ વય સુધી માતા પિતાને બાળકો સાથે સુવુ જોઈએ ? 
 
 
ન્યૂયોર્ક (New York) ના એક ચાઈલ્ડ સ્પેશ્યાલિસ્ટ (Pediatrician) મુજબ આ માતા પિતાનો વ્યક્તિગત નિર્ણય છે કે તેઓ પોતાના બાળકો સાથે એક જ બેડ પર સુવા માંગતા હોય.  આ કોઈ મેડિકલ નિર્ણય નથી. . એક ડોક્ટરનુ કહેવુ છે કે માતા પિતાએ ક્યારેય પણ 12 મહિનાથી ઓછા વયના બાળ કો સાથે બેડ શેયર ન કરવો જોઈએ.  કારણ કે તેનાથી  SIDS (સડન ઈંફેક્ટ ડેથ સિંડ્રોમ) અને દમ ધૂંટાવવાથી મૃત્યુનો ભય રહે છે. જો તમે બાળકો સાથે સૂઈ રહ્યા છો તો એ વાતનુ ધ્યાન રાખો કે તેને આખો દિવસ સારો આરામ મળ્યો હોય. જો આવુ નથી થઈ રહ્યુ તો તેની સાથે સૂવા ઉપરાંત તમારી પાસે બીજા પણ અનેક વિકલ્પ છે.   જેવુ કે તમે રૂમમાં એકસ્ટ્રા પથારી મુકી શકો છો. 
 
બીજી બાજુ બાળકો સાથે  બેડ શેયરિંગ પર ચાઈલ્ડ સાઈકોલોજિસ્ટ (બાળ મનોવૈજ્ઞાનિક) એલિજાબેથ મૈથિસ  (Elizabeth Mathis)એ કહ્યુ, બાળકો સાથે બેડ શેયર કરવુ અનેકવાર ખૂબ સારુ સાબિત પણ થાય છે.  ખાસ કરીને એ સમય જ્યારે માતા પિતા બંને જુદા જુદા  રહે છે. મૈથિસનુ કહેવુ છે કે જે લોકો પોતાની સાથે સેફ ફીલ કરે છે તેમની આસપાસ રહેવાથી તમને ખૂબ સારો અનુભવ થાય છે. 
 
આ વયમાં બાળકો સાથે ન સુવુ જોઈએ 
 
 પૈરેટ્સને જ્યારે પોતાના બાળકોના શરીરમાં ફેરફાર જોવા મળે તો તેમણે બાળકો સાથે સુવુ બંધ કરી દેવુ જોઈએ. આ સ્ટેજને પ્રી-બ્યુબર્ટી (યૌવનારંભ Puberty) કહે છે. પ્યુબર્ટી કે પ્રી-પ્યુબર્ટી એ સમયને કહેવામાં આવે છે જ્યારે તમારા બાળકોની બોડીમાં ચેંજેસ એટલે કે યૌન રૂપથી  પરિપક્વ થવા માંડે છે. આ દરમિયાન છોકરાઓમાં દાઢી-મૂંછ અને પ્રાઈવેટ પાર્ટમાં વૃદ્ધિ જેવા શારીરિક પરિવર્તન થાય છે. બીજી બાજુ છોકરીઓમાં સ્તન (Breast)નો વિકાસ થવા માંડે છે.  પ્રી-પ્યુબર્ટી દરમિયાન બાળકો સાથે સુવુ બંધ કરી દેવુ જોઈએ. 
 
પ્યૂબર્ટી શરૂ થવાની વય છોકરાઓમાં 12 વર્ષ અને છોકરીઓમાં 11 વર્ષ થાય છે. પણ અનેક મામલામાં આ 8 વર્ષથી 13 વર્ષ વચ્ચે પણ શરૂ થઈ જાય છે. બીજી બાજુ છોકરાઓના અનેક કેસમાં આ 9 વર્ષની વયથી 14 વર્ષની વય વચ્ચે શરૂ થાય છે.