રવિવાર, 24 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. બાળ દિવસ
Written By

બાળદિવસ પર વિશેષ

જન્મદિવસ પર એક પ્રસંગ

ઘટના 1962ની છે. ત્યારે ચીને ભારત પર એકાએક હુમલો કરી દીધો હતો. જેનાથી આપણા દેશને ઘણું નુકશાન ઉઠાવવુ પડ્યુ. તે યુધ્ધ પછી જ 14 નવેમ્બરને પં જવાહરલાલ નેહરુનો 73મો જન્મદિવસ પડ્યો. પંજાબની જનતાએ પ્રધાનમંત્રી સુરક્ષા ભંડારમાં યોગદાન આપવા માટે નેહરુજીના જન્મદિવસના શુભ અવસર પર તેમણે સોનાથી તોલવાનો નિર્ણય કર્યો.

આ નક્કી કરવામાં આવ્યુ કે નેહરુજીના વજનથી બમણું સોનુ ચીનના આક્રમણથી ઉત્પન્ન સંકટ સમયની પરિસ્થિતિમાં મદદ માટે પ્રધાનમંત્રી રાહત કોષમાં આપવામાં આવે. નેહરુજી કાર્યક્રમના સ્થળે પહોંચ્યા. તેમનુ વજન કરવામાં આવ્યુ.

એકઠાં સોનામાંથી તેમના વજનના બમણાંના બરાબર સોનું તોલવામાં આવ્યુ. બે ગણું સોનુ લેવા પર પણ એકત્ર થયેલા સોનાનો ઘણો ભાગ બચી ગયો. બચેલા સોનાને જોઈને નેહરુજીએ ખૂબ જ નાદાનીથી પૂછ્યુ - શુ આ બચેલુ સોનું તમે પાછુ લઈ જશો ?

નેહરુજીના આવા સવાલથી ત્યાં એકઠાં થયેલ સૌના ચહેરા પર હાસ્યનું વાતાવરણ છવાય ગયુ અને બચેલું સોનું પણ તેમણે પ્રધાનમંત્રી સુરક્ષા કોષમાં આપી દીધુ.