શુક્રવાર, 1 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Modified: શનિવાર, 29 ઑક્ટોબર 2016 (15:38 IST)

દિવાળી 2016 શુભ મુહૂર્ત - મા લક્ષ્મીને ખુશ કરવા માંગો છો તો આ શુભ મુહૂર્ત પર કરો પૂજા, દરેક રાશિ માટે છે જુદો સમય

દિવાળીના તહેવાર પર બધા લોકોક તમારા ઘર અને ઓફિસની સાફ-સફાઈ કરી મા લક્ષ્મીના સ્વાગતની તૈયારીઓ કરે છે. આ પર્વ પર પૂજા પાઠનુ ખાસ મહત્વ હોય છે. તો આવામાં મુહૂર્તનુ પણ ખાસ મહત્વ હોય છે. કારણ કે યોગ્ય મુહૂર્ત પર પૂજા પાઠ કરી તમે આ અવસરનો યોગ્ય લાભ ઉઠાવી શકો છો.  આ વર્ષે વિક્રમ સંવત 2073માં કાર્તિક કૃષ્ણ અમાવસ્યા રવિવાર 30 ઓક્ટોબરના રોજ સૂરજ ઉગતા પહેલા જ શરૂ થઈને રાત્રે 12 વાગીને 07 મિનિટ સુધી રહેશે. સ્વાતી નક્ષત્ર પણ સવારે 9 વાગીને 2 મિનિટથી શરૂ થઈને આખી રાત રહેશે અને બીજા દિવસે બપોરે 11 વાગીને 50 મિનિટ પર ખતમ થશે.  રવિવારે લુમ્બક યોગ શ્રેષ્ઠ છે. તેથી દિવાળી તહેવાર રવિવાર 30 ઓક્ટોબર 2016ના રોજ આખા વિશ્વમાં ઉજવાશે. 
 
આ દિવસે સવારે 7 વાગીને 23 મિનિટ સુધી તુલાના બાજ 10 વાગીને 15 મિનિટ સુધી  વૃશ્ચિક લગ્ન રહેશે. તુલા લગ્નમાં ઉચ્ચ રાશિનો સૂર્ય, ચન્દ્રમા અને બુધ સહિત બિરાજમાન છે. ચિત્રા અને સ્વાતી નક્ષત્ર બંને ક્રમશ મૃદુ અને ચર સંજ્ઞક છે. તેમા બધા વિવાહા વગેરે મંગલ કાર્ય સફળ થાય છે. આ લગ્નોમાં ઓટોમોબાઈલ વર્કશોપ અને વાસણનો વ્યવસાય કરનારા વ્યક્તિ લક્ષ્મી પૂજન કરે તો વિશેષ પ્રશસ્ત રહેશે. સવારે 10 વાગીને 16 મિનિટથી 12 વાગીને 20 મિનિટ સુધી ધનુ લગ્ન રહેશે.  ધનુ લગ્નનો સ્વામી બૃહસ્પતિ દશમમાં કર્મ કેન્દ્રમાં બિરાજમાન છે. ઈચ્છિત કામનાઓની પૂર્તિજો સંકેત છે. તેમા કારખાના, ટ્રાંસપોર્ટરો, ડોક્ટરો અને હોટલનો વ્યવસાય કરનારાઓ માટે લક્ષ્મી પૂજનનુ વિશેષ મુહૂર્ત છે. 
 
બપોરે 12 વાગીને 21 મિનિટથી બપોરે 2 વાગીને -2 મિનિટ સુધી મકર લગ્ન અભિજીત મુહૂર્ત રહેશે. લગ્નેશ દ્વારા લગ્ન અંત્યંત બલવતી સમજવામાં આવે છે. શુભ ચોઘડિયા વકીલો, ચાર્ટર એકાઉંટેંટ્સ, પ્રોપર્ટી ડીલરોને આકૂત લક્ષ્મી આપનારુ છે. બપોરે 2 વાગીને 10 મિનિટથી 3 વાગીને 30 મિનિટ સુધી કુંભ અને 4 વાગીને 54 મિનિટ સુધી મીન લગ્ન રહેશે જે પોતાના સ્વામી બૃહસ્પતિથી દ્રષ્ટ  હોવાને કારણે અનેક દોષોનુ નિવારણ કરવાની ક્ષમતા રાખે છે. આ લગ્નમાં દિવાળી મહાલક્ષ્મીનુ પૂજન કરનારા અને કરાવનારા માલામાલ થશે.  મીન લગ્નમાં ખાસ કરીને તેજી-મંદીનો વેપાર કરનારા, ફાઈનાંસરોએ પૂજા કરવી જોઈએ. સાંજે 4 વાગીને 55 મિનિટથી 8 વાગીને 25 મિનિટ સુધી મેષ અને વૃષ લગ્ન રહેશે. 
 
પ્રદોષકાળ જે સમયે દિવાળી-મહાલક્ષ્મી પૂજનમાં સૌથી વધુ મહત્વ છે. બીજી બાજુ સાંજે 5 વાગીને 34 મિનિટથી રાત્રે 8 વાગીને 16 મિનિટ સુધી રહેશે. પ્રદોષકાળમાં જ મેષ, વૃષ લગ્ન અને શુભ-અમૃતના ચોઘડિયા પણ વિદ્યમાન રહેશે. પ્રદોષકાળનો અર્થ છે દિવસ રાત્રિનો સંયોગ.  દિવસ વિષ્ણુરૂપ અને રાત્રિ લક્ષ્મી રૂપા છે. પ્રદોષનો સ્વામી (અધિપતિ)અવઢર દાની આશુતોષ ભગવાન સદાશિવ પોતે છે. તેનાથી સ્વાતી નક્ષત્ર અને લુમ્બક યોગ વેપારીઓ અને ગૃહસ્થીઓ માટે દિવાલી મહાલક્ષ્મી, કુબેર, દવાત-કલમ, તરાજૂ-બાટ, તિજોરી વગેરેના પૂજનથી અક્ષય શ્રીપદ અને કલ્યાણકારી સિદ્ધ થશે.  જો આ લગ્નમાં પૂજન વગેરેની સુવિદ્યા પ્રાપ્ત ન થઈ શકે તો પણ અભિષ્ટ પૂજનાર્થ પૂજા સ્થળમાં દીવો પ્રગટાવીને પ્રતિજ્ઞા સંકલ્પ જરૂર કરી લેવો જોઈએ. ફરીથી તમરી આસ્થા અને સુવિદ્યા મુજબ અગ્રદર્શિત લગ્ન કોઈ શુભ-ચોઘડિયા, મહાનિશીયકાળ અને સિંહ લગ્નમાં મહાલક્ષ્મી પૂજન કરવુ જોઈએ. 
 
રાત્રે 8 વાગીને 20 મિનિટથી મિથુન, કર્ક લગ્ન તેમા ચરનુ ચોઘડિયુ નિશીય કાળ 12 વાગીને 15 મિનિટ સુધી રહેશે. મહાનિશીય કાળ જેના પર ધનની દેવી લક્ષ્મીની સંપૂર્ણ દ્રષ્ટિ પણ રહેશે. આ સમયમાં મહાલક્ષ્મી પૂજન, કાલીની ઉપાસના વિશેષ કામ્ય પ્રયોગ અને તંત્ર અનુષ્ઠાન વગેરે કરવામાં આવે તો વિશેષ રૂપથી પ્રશસ્ત અને શ્લાધનીય રહેશે. રવિવારે સ્વાતીમાં બનેલ લુમ્બક યોગ રાષ્ટ્ર અને સમાજ માટે વિશેષ સમૃદ્ધિ કારક માનવામાં આવ્યુ છે. ઉત્તર રત્રિ લગ્ન સિંહ 1 વાગીને 4 મિનિટથી 3 વાગીને 2 મિનિટ સુધી રહેશે.  આ પણ વેપારમાં અત્યંત લાભ અને લક્ષ્મીજીની સ્થિર પ્રીતિ કરાવનારુ છે.