સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. ફેંગશુઈ
  3. ફેંગશુઈ સલાહ
Written By

એક બાલ્ટી પાણી ભરીને રાખો અને ભૂલી જાઓ ટેંશન

* ફેંગશુઈની ધારણ મુજબ શૌચાલયના બારણા અને સીટના ઢાકણું ખુલ્લા નહી મૂકવા જોઈએ. શૌચાલયથી હાનિકારક ઉર્જા ઉત્પન્ન થાય છે. શૌચાલય ઘરના મુખ્ય બારણાના એકદમ સામે કે બરાબરમાં નહી હોવા જોઈએ તેનાથી મુખ્ય પ્રવેશ દ્વારમાં આવતી ઉર્જા દૂષિત થઈ જાય છે. 
* શૌચાલય ઘર કે કાર્યાલયની ઉત્તર દિશામાં છે તો તેનાથી થનાર નુકશાન ઓછા કરવા માટે તેમાં માટીથી બનેલી કોઈ વસ્તુ મૂકી દો. આ દિશા કૅરિયર સંબંધી ગણાય છે. 
 
* શૌચાલય ઘર કે કાર્યાલયની દક્ષિણ દિશા જે ફેંગશુઈમાં પ્રસિદ્ધ દિશા છે, માં છે તો શૌચાલયમાં એક બાલ્ટી પાણી ભરીને રાખી દો. આ પાણીને રોજ બદલવું જરૂરી છે. 
 
* શૌચાલય ઘર કે કાર્યાલયની પૂર્વ દિશા કે દક્ષિણ-પૂર્વ દિશામાં છે તો તેનાથી ઉતપન્ન થનાર નકારાત્મક પ્રભાવને ઓછા કરવા માટે તેમાં ચાકૂ કે કોઈ અણીદાર વસ્તુ મૂકી દો. 
 
*  શૌચાલય ઘર કે કાર્યાલયની પશ્ચિમી ભાગ કે ઉત્તર-પશ્ચિમ દિશામાં સ્થિત છે તો, તેમાં એક લાલ મીણબત્તી રાખવી લાભદાયક છે. 
 
* શૌચાલય ઘર કે કાર્યાલયની દક્ષિણ-પશ્ચિમ દિશામાં કે  ઉત્તર-પૂર્વ-દિશામાં સ્થિત છે તો, તેનાથી ઉતપન્ન થનાર નકારાત્મક પ્રભાવને ઓછા કરવા માટે તેમાં એક નાની લાકડીની છડ મૂકવી ઉચિત રહે છે. 
 
* ઘરના દરેક શૌચાલયમાં એક નાનું વાસણમાં મીઠું ભરીને મૂકવાથી શૌચાલયની નકારાત્મક ઉર્જાનો ઘસારો થાય છે. જ્યારે આ મીઠું ગંદું થવા લાગે તો તેને કાઢીને આ પાત્રનાં નવું મીઠું ભરી નાખવું.