મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુતહેવારો
Written By
Last Updated : મંગળવાર, 26 નવેમ્બર 2024 (08:08 IST)

Utpanna Ekadashi - ઉત્પત્તિ એકાદશી વ્રત કથા

utpanna ekadashi
utpanna ekadashi


Utpanna Ekadashi: ધાર્મિક રીતે મહત્વ ધરાવતી ઉત્પત્તિ એકાદશી શુક્રવારના રોજ ઉજવાશે. હિન્દુ શાસ્ત્રો અને સમુદાયમાં એકાદશી વ્રત, ઉપવાસનું ભારે મહત્વ આંકવામાં આવ્યું છે. હિન્દુ વર્ષમાં 24 એકાદશી આવે છે. જો અધિક માસ હોય તો 26 એકાદશી આવે છે. લોકો આ દિવસે ઉપવાસ કરતા હોય છે. પરંતુ ઘણા ઓછા લોકોને ખબર હશે કે એકાદશી એ દેવીનું નામ છે. તો આજે જાણો કોણ હતા આ દેવી અને શું છે મહત્વ ઉત્પત્તિ એકાદશીનું.

ભગવાને વરદાન આપ્યું હતુ કે કળયુગમાં જે વ્યક્તિ એકાદશીનું વ્રત કરશે તેનું જીવન વૈભવયુક્ત હશે અને તેના જીવનમાંથી અશાંતિ અને ક્લેશ સમાપ્ત થશે.
કેવી રીતે કરશો એકાદશી વ્રતની પૂજા વિધિ 
 
-  સ્નાનાદિ કર્મ કરી શ્રીહરીની વિધિ વિધાનથી પૂજા કરી ઘીનો દીવો પ્રગટાવવો
-  ચંદનનો ધૂપ કરી ગલગોટાના પીળા ફુલ ભગવાનને અર્પણ કરવા. ભગવાનને ભોગ ધરાવી અને ચંદનની માળાથી આ મંત્રનો જાપ કરવો.
 
મંત્ર છે 
ॐ मुरा-रातये नमः
 
- ઘરની શાંતિ માટે શ્રીહરિ સમક્ષ ગુગળનો ધૂપ કરવો.
-  શ્રીહરીને ચઢાવેલા ચંદનનું તિલક કપાળે કરવું.
-  બ્રાહ્મણને યથાશક્તિ દાન કરવું.
 
ઉત્પત્તિ એકાદશીની વ્રતકથા
શ્રી સુતજી બોલ્યા :” હે મુનીઓ ! આ એકાદશી ના મહાત્મ્ય ને  ભગવાન શ્રી કૃષ્ણે વિધિ સહીત કહ્યું હતું .ભક્તો આ વ્રત ને પ્રેમપૂર્વક સાંભળે છે અને આ લોક માં અનેક સુખો ને ભોગવી ને અંત મા વિષ્ણુ પદ ને પ્રાપ્ત કરે છે .” જયારે શ્રીકૃષ્ણ ને સુતજી એ પૂછ્યું :હે પ્રભુ ! આ એકાદશી વ્રત નું મહાત્મ્ય શું છે ?આ વ્રત કરવાથી શું પુણ્ય મળે છે ?અને એની વિધિ કઈ છે ?તે તમે મને કહો .”
 
શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું : “હે અર્જુન ! સૌથી પહેલા હેમંત ઋતુ માં કારતક માસ ના કૃષ્ણ પક્ષ ની એકાદશી નું વ્રત કરવું જોઈએ .દસમ ની સાંજે દાતણ કરવું જોઈએ અને રાતે ભોજન ન કરવું જોઈએ . એકાદશી ના દિવસે સવારે સંકલ્પ નિયમ ના અનુસાર કાર્ય કરવું જોઈએ .બપોરે સંકલ્પ પૂર્વક સ્ન્નાન કરવું જોઈએ .સ્નાન કરવા પહેલા શરીર પર માટી નો લેપ કરવો જોઈએ .ચંદન લગાવવા મા  આ મન્ત્ર પ્રકાર છે .”
 
અશ્વક્રાંતે રથક્રાંતે વિષ્ણુકાન્તે વસુંધરે
 
ઉવ્રુંતાપિ બરાહૈણકૃષ્ણ ને સતાબાહુ ના |
 
મૃતીકે હરમેં  પાપ યન્મ્યા પૂર્વક સંચિતમ
 
ત્વ્યાહતેન પાપેન ગચ્છામિ પરમાગતિમ્ ||
 
સ્નાન પછી ધૂપ દીપ નૈવેધ થીભગવાન નું પૂજન કરવું જોઈએ .રાતે દીપ દાન કરવું જોઈએ .આ બધા કર્મ ભક્તિપૂર્વક કરવા જોઈએ .એ રાતે ઊંઘ અને સ્ત્રી સંગ નો ત્યાગ કરવો જોઈએ .એકાદશી ના દીવસે  તથા રાતે  ભજન સત્સંગ આદિ શુભ કર્મ કરવા જોઈએ . એ દિવસે શ્રદ્ધા પૂર્વક બ્રાહ્મણ ને દક્ષિણા આપવી જોઈએ અને તેમની જોડે પોતાની ભૂલો ની ક્ષમા માંગવી જોઈએ .ધાર્મિક જનો એ શુકલ અને કૃષ્ણ પક્ષ ની બન્ને એકાદશી ઓ ને એક સમજવી જોઈએ .તેમાં ભેદ ન માનવો જોઈએ .ઉપર લખેલ વિધિ અનુસાર જે મનુષ્ય એકાદશી નું વ્રત કરે છે તેને શંખોદ્ધાર તીર્થ અને દર્શન કરવાથી જે પુણ્ય મળે છે તે એક એકાદશી નું વ્રત ના પુણ્ય ના સોળ માં ભાગ બરાબર પણ નથી .વ્યતિપાત માં સંક્રાંતિ માં તથા ચંદ્ર સૂર્ય ગ્રહણ મા દાન આપવાથી અને કુરુ ક્ષેત્ર માં સ્નાન કરવાથી જે પુણ્ય ની પ્રાપ્તિ થાય છે ,તે જ પુણ્ય મનુષ્ય ને એકાદશી નું વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે .જે ફળ મનુષ્ય ને વેદ પાઠી બ્રાહ્મણો ને એક હજાર ગૌદાન કરવાથી મળે છે .તેનાથી દસગણું વધુ પુણ્ય એકાદશી નું વ્રત કરવાથી મળે છે.દસ શ્રેષ્ઠ બ્રાહ્મણો ને ભોજન કરવાથી જે પુણ્ય મળે છે ,તે એકાદશી ના વ્રત ના પુણ્ય ના દસમાં ભાગ બરાબર હોય છે .નિર્જળા વ્રત નું અડધું ફળ એકવાર ભોજન કરવા બરાબર હોય છે .ઉપર્યુક્ત એક વ્રત જરૂર કરવું જોઈએ .એકાદશી નું વ્રત કરવાથી જ યજ્ઞ, દાન તપ આદિ મળે છે અન્યથા નથી મળતું .
 
તમે આ એકાદશી ના પુણ્ય ને અનેક તીર્થો થી શ્રેષ્ઠ તથા પવિત્રા કેમ બતાવ્યું છે તે હવે મને વિસ્તાર પૂર્વક કહો .”
 
ભગવાન બોલ્યા :” હે અર્જુન ! સતયુગ માં એક મહા ભયંકર દૈત્ય હતો .જેનું નામ મુર હતું .એ દૈત્યે દેવતા સહીત ઇન્દ્ર ને પરાસ્ત કરી વિજય મેળવી તેમને તેમના સ્થાન પર થી પાડી દીધા હતા .ત્યારે દેવેન્દ્ર એ મહાદેવજી ને પ્રાર્થના કરી કે હે શિવ શંકર ! અમે બધા દેવતા મુર દૈત્ય થી દુઃખી થઇ ને મૃત્યુ લોક માં પોતાનું જીવન વ્યતીત કરીએ છે .અન્ય દેવતાઓ ની હાલત નું તો હું વર્ણન જ કરી શકતો નથી ,પણ તમે કૃપા કરીને આ મહાન દુઃખ માં થી છૂટવાનો ઉપાય બતાવો .”
 
શંકરજી બોલ્યા :”હે દેવેન્દ્ર !તમે વિષ્ણુ ભગવાન ની પાસે જાઓ .”
 
ઇન્દ્ર અને અન્ય દેવતા મહાદેવજી ના વચન સાંભળી ક્ષીર સાગર માં ગયા ,જ્યાં ભગવાન વિષ્ણુ શેષશય્યા પર શયન કરતા હતા .ભગવાન ને શયન કરતા જોઈને દેવતાઓ સહીત ઇન્દ્રે સ્તુતિ કરી :”હે દેવો ના દેવ ! તમે સ્તુતિ કરવા યોગ્ય છો ,તમને વારંવાર પ્રણામ છે .હે દૈત્યો ના સંહારક ! હે મધુસુદન ! તમે અમારી રક્ષા કરો .હે જગન્નાથ !અમે સમસ્ત દેવ,દૈત્યો થી ભયભીત થઇ ને અમે તમારી શરણ માં આવ્યા છીએ .આ સમયે દૈત્યો એ અમને સ્વર્ગ માં થી કાઢી મુક્યા છે .અમે બધા દેવતા પૃથ્વી ઉપર વિચરણ કરીએ છે .હવે તમે જ અમારી રક્ષા કરો .”
 
દેવતાઓ ની આ કરુણા પૂર્ણ વાણી સા,ભળી શ્રી વિષ્ણુ ભગવાન બોલ્યા :”હે દેવતાઓ ! તે કયો દૈત્ય છે ,જેને દેવતાઓ ને જીતી લીધા છે ?”
 
ભગવાન ના આ અમૃત રૂપી વચનો સાંભળી ઇન્દ્ર બોલ્યા :”હે ભગવાન ! પ્રાચીન સમય માં નાડીજંગ નામ નો એક દૈત્ય હતો .આ દૈત્ય ની બ્રહ્મ વંશ થી ઉત્પત્તિ થઇ હતી .એ દૈત્ય નું નામ મુર છે .તેની રાજધાની ચંદ્રાવતી છે .એ નગરી માં તે મુર નામ નો દૈત્ય નિવાસ કરે છે .જેને પોતાના બલ થી સમસ્ત વિશ્વ ને જીતી લીધું છે .અને બધા દેવતાઓ ને દેવલોક મા થી કાઢી ને ઇન્દ્ર ,અગ્નિ, સૂર્ય, વરુણ, યમ ,ચંદ્રમાં આદિ ને લોકપાલ બનાવ્યા છે .તે સ્વયં સૂર્ય બનીને પૃથ્વી પર તપે છે અને સ્વયં મેઘ બનીને જળ ની વર્ષા કરે છે તેથી તે બળવાન ભયંક દૈત્ય નેમારી તમે દેવતાઓ ની તમે રક્ષા કરો .”
 
ઇન્દ્ર ના આવા વચન સાંભળી શ્રી વિષ્ણુ ભગવાન બોલ્યા :” હે દેવતાઓ ! હું તમારા શત્રુ નો શીઘ્ર જ સંહાર કરીશ .હવે તમે એ ચંદ્રાવતી નગરી મા જાઓ .”
 
આ રીતે ભગવાન વિષ્ણુ દેવતાઓ ની સાથે ચાલ્યા .એ સમયે દૈત્યપતી  મુર અનેક દૈત્યો ની સાથે યુદ્ધ ભૂમિ માં ગરજી રહ્યો હતો .યુદ્ધ પ્રારંભ થતા અસંખ્ય દાનવ અનેક શાસ્ત્રો ને ધારણ કરી દેવતાઓ સાથે યુદ્ધ કરવા લાગ્યા .પણ દેવતા દૈત્યો ની આગળ ના ટકી શક્યા.ત્યારે ભગવાન વિષ્ણુ પણ યુદ્ધ ભૂમિ માં આવીગયા .જયારે દૈત્યો ને ભગવાન વિષ્ણુ ને યુદ્ધ ભૂમિ માં જોયા તો એમના ઉપર અસ્ત્ર શાસ્ત્ર થી પ્રહાર કરવા લાગ્યા .ભગવાન પણ ચક્ર અને ગદા થી એમના અસ્ત્ર શાસ્ત્રો ને નષ્ટ કરવા લાગ્યા .આ યુદ્ધ મા અનેક દાનવ સદા ના માટે સૂઈ ગયા . પણ દૈત્યો નો રાજા મુર ભગવાનની સાથે નીશાળ ભાવ થી યુદ્ધ કરતો રહ્યો .ભગવાન તેણે મારવા માટે જે જે શસ્ત્રો નો પ્રયોગ કરતા ,તે બધા તેમના તેજ થી નષ્ટ થઇ ને પુષ્પ ની સમાન પડવા લગતા અને અનેક અસ્ત્રો શસ્ત્રો ના પ્રયોગ કરવા છતાય ભગવાન તેણે જીતી ના શક્યા .
 
ભગવાન એ દૈત્ય જોડે દેવતાઓ ના માટે સહસ્ત્ર વર્ષ સુધી યુદ્ધ કરતા રહ્યા પણ એ દૈત્ય ને ના જીતી શક્યા .અંતે શાંત થઇ ને વિષ્ણુ વિશ્રામ કરવા ની ઈચ્છા થી બદ્રીકાશ્રમ ચાલ્યા ગયા .એ સમયે આડત્રીસ કોસ લાંબી એક દ્વાર વાળી હેમવતી નામ ની ગુફા  માં શયન કરવાની ઈચ્છા થી પ્રવેશ કર્યો .
 
હે અર્જુન ! મેં તે ગુફા માં શયન કર્યું ત્યાં તે દૈત્ય પણ મરી પાછળ પાછળ ચાલવા લાગ્યો અને મને શયન કરતો જોઈ ને મને મારવા તૈયાર થઇ ગયો .તે દૈત્ય વિચારવા લાગ્યો કે હું આજે મારા ચિર શત્રુ ને મારી ને સદૈવ ના માટે નિષ્કંટક થઇ જઈશ .” એ સમયે મારા અંગ માં થી એક અત્યંત સુંદર કન્યા દિવ્ય વસ્ત્ર ધારણ કરી ને ઉત્પન્ન થઇ અને દૈત્ય ની સામે આવી યુદ્ધ કરવા લાગી .તે દૈત્ય વિચારવા લાગ્યો કે આવી બળવાન સુંદર કન્યા ક્યાંથી ઉત્પન્ન થઇ ? તે દૈત્ય લગાતાર એ કન્યા સાથે યુદ્ધ કરતો રહ્યો .થોડો સમય વીત્યા પછી એ કન્યા એ ક્રોધ માં આવી ને એ દૈત્ય  ના અસ્ત્રો શસ્ત્રો ના ટુકડે ટુકડા કરી નાખ્યા .એ કન્યા એ એના રથ ને તોડી નાખ્યો .એ દૈત્ય તેની સાથે મલ્લા યુદ્ધ કરવા લાગ્યો .તે કન્યા એ તેને મારી ને મૂર્છિત કરી નાખ્યો .તેના ઊઠવા પર તેનું મસ્તક કાપી નાખ્યું .મસ્તક કાપતા જ તે દૈત્ય પૃથવી પર પડી ગયો અને મૃત્યુ પામ્યો .
 
અન્ય સમસ્ત દાનવ પણ આ જોઈને પાતાળ લોક માં ચાલ્યા ગયા .જયારે ભગવાન વિષ્ણુ ની નિંદ્રા તૂટી તો એ દૈત્ય ને મૃત્યુ પામેલ જોઈ ને તે અત્યંત આશ્ચર્ય કરવા લાગ્યા કે – આ દૈત્ય ને કોણે માર્યો ?ત્યારે તે કન્યા ભગવાન ને હાથ જોડી ને બોલી કે હે ભગવાન ! આ દૈત્ય તમને મારવા તૈયાર હતો ત્યારે મેં તમારા અંગ મા થી ઉત્પન્ન થઇ આનો વધ કર્યો છે .”
 
ભગવાન બોલ્યા :” હે કન્યા તેં આને માર્યો છે તેથી હું તારા પર અત્યંત પ્રસન્ન છું .તેં ત્રણે લોક ના દેવતાઓ ને સુખી કર્યા છે .તેથી તુ તારીઈચ્છા અનુસાર વરદાન માંગ.”
 
કન્યા બોલી :” હે ભગવાન !મને એ વરદાન આપો કે જે મારું વ્રત કરે તેના સમસ્ત પાપ નષ્ટ થઇ જાય અને અંત માં સ્વર્ગ લોક માં જાય અનેમારા વ્રત નું  અડધું ફળ રાત્રી નું મળે અને અડધું ફળ એક સમય ભોજન કરનાર ને મળે .જે મનુષ્ય ભક્તિ પૂર્વક મારું વ્રત કરે તે નિશ્ચય  જ વિષ્ણુલોક ને પ્રાપ્ત કરે .કૃપા કરીને મને એવું જ વરદાન આપો .જે મનુષ્ય મારા દિવસ તથા રાતે એકવાર ભોજન કરે તે ધન ધાન્ય થી ભરપુર રહે .”
 
ભગવાન વિષ્ણુ તે કન્યા ને કહેછે કે “હે કલ્યાણી ! એવું જ થશે .મારા અને તારા ભક્તો એક જ હશે .એને સંસાર માં પ્રસિદ્ધિ મેળવી અંત માં મારા લોક ને પ્રાપ્ત કરશે ..હે કન્યા ! તુ એકાદશી એ ઉત્પન્ન થઇ છે તેથી તારું નામ પણ “એકાદશી” થશે . જે મનુષ્ય તારા દિવસે વ્રત કરશે એના સમસ્ત પાપ જડ થી નષ્ટ થશે અને અંત માં મુક્તિ પ્રાપ્ત કરશે .તું મારા માટે હવે ત્રીજ ,આઠમ ,નોમ અને ચૌદસ થી પણ અધિક  પ્રિય છે .તારા વ્રત નું ફળ બધા તીર્થો ના ફળ થી પણ મહાન હશે .”આમ કહી ને ભગવાન અંતર્ધ્યાન થઇ ગયા .એકાદશી પણ ભગવાન ના ઉત્તમ વચનો સાંભળી ને અતિ પ્રસન્ન થઇ .
 
ભગવાન બોલ્યા: “હે! અર્જુન બધા તીર્થો ,દાન ,વ્રતો ના ફળ થી એકાદશી ના વ્રત  નું ફળ સર્વ શ્રેષ્ઠ છે . હું એકાદશી વ્રત કરનાર મનુષ્યો ના શત્રુઓ ને નષ્ટ ક્રી દઉં છું ,અને તેમને મોક્ષ આપું છું .હે અર્જુન! આ મેં તમને એકાદશી ના વ્રત ની ઉત્પત્તિ વિષે બતાવ્યું છે .
 
એકાદશી વ્રત સમસ્ત પાપો ને નષ્ટ કરનાર અને સિદ્ધિ આપનાર છે .ઉત્તમ મનુષ્યો એ બન્ને પક્ષ ની એકાદશી ને સમાન સમજવું જોઈએ .એમાં ભેદ ભાવ માનવો ઉચિત નથી .જે મનુષ્ય એકાદશી ના મહાત્મ્ય નું શ્રવણ અને પઠન કરે છે તેને અશ્વ્ મેઘ યજ્ઞ નું ફળ મળે છે .”