શનિવાર, 30 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. ફ્રેન્ડશિપ ડે
Written By વેબ દુનિયા|

મોટા બની ગયા છે બાળપણના દોસ્ત

મરીઝ

N.D
એ રીતે સાથ દે છે સદા એક ક્ષણના દોસ્ત
પગલાં બની ગયા છે તમારા ચરણના દોસ્ત,

ઊભરો રહે ન દિલમાં ન બદનામીનો ડર,
શોધુ છુ ભેદ કહેવાને નબળાં સ્મરણના દોસ્ત

એના લીધે નિભાવી લીધી કંઈક દોસ્તી
બાકી અમે અહીં હતા બસ એક જણના દોસ્ત

હિમંતની એ ઊણપ હો કે કિસ્મતની વાત હોય
ખાબોચિયામાં તરમાં દીઠા છે ઝરણન દોસ્ત

એનું થવાનું એ જ કે પટકાશે આમતેમ
દરિયાના મોજેમોજા થયા છે તરણના દોસ્ત

તારા લીધે ખુવાર થયો છુ જહાનમાં
ઢાંકણ એ ભેદના બુરા આચરણના દોસ્ત

ઓ દોસ્ત કોઈ દોસ્તનો નથી એમા કસૂર
વાતાવરણ બનાવે છે, વાતાવરણના દોસ્ત

ક્યારે વજન હું એમનુ પામીશ શું ખબર
કંકર લઈને તોળું છુ લાખ મણના દોસ્ત

જઈને વતનમાં એટલુ જોયું અમે 'મરીઝ'
મોટા બની ગયા છે બધા બાળપણના દોસ્ત.