બુધવાર, 23 ઑક્ટોબર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય સલાહ
Written By વેબ દુનિયા|

કરચલીઓ અને ડાઘ સર્કલ

N.D

ચહેરા પર કરચલીઓ પડી જાય તો ચહેરાની કોમળતા જતી રહે છે અને ચહેરા પરની ત્વચા રૂખી, સુકી થઈ જાય છે. કરચલીઓ પડવાથી આંખ નીચે કાળા કુંડાળા થઈ જાય છે.

* સૌથી પહેલાં તો ખાટા, ચટપટાં, તીખા, ઉષ્ણ, ભારે, જલ્દીથી ન પચનારા અને પિત્ત ઉત્પન્ન કરનાર તેમજ મસાલેદાર અને તેલવાળા ભોજન બંધ કરી દો.

* પાણી ભરપુર પીવો જેથી કરીને તમારૂ લોહી સાફ રહેશે તમારૂ લોહિ જો સાફ નહી હોય તો આવી પ્રકારની બિમારીઓ થશે.

* જાયફળને પાણી અને દૂધમાં ઘસીને કરચલીઓ પર લગાવો.

* હળદર, બેસન અને મુલતાની માટીને સરખે ભાગે ભેળવીને પાણીમાં ઘોળીને પેસ્ટ બનાવી લો અને આ પેસ્ટને કરચલીઓ પર લગાવી દો. અડધા કલાક બાદ નવાયા પાણીથી ધોઈ લો.

* કુવારપાઠાના ગર્ભને ગાયના દૂધમાં મીલાવીને કરચલીઓ પર લગાવી દો અને તેને પણ નવાયા પાણીથી ધોઈ લો.

* સવારે શૌચક્રિયા બાદ ખાલી પેટે એક મૂળો તેમજ મૂળાના કોમળ પાનને ચાવીને ખાવ. થોડોક મૂળો ચહેરા પર પણ લગાવો. આ પ્રક્રિયા એક મહિના સુધી કર્યા બાદ તેનું પરિણામ જુઓ.