'ધ જંગલ બુક' ના પાત્રો ફરી જીવિત થશે !!
રૂડયાર્ડ કિપલિંગની જાણીતી કૃતિ 'ધ જંગલ બુક'ને ફરી એકવાર હોલીવૂડના રંગમાં રંગવાની તૈયારીઓ થઇ રહી છે. જાણવા મળ્યું છે કે સ્ટીવ ક્લોવ્સ દ્વારા તેના પાત્રો બલૂ, મોગલી અને શેરખાન ફરીથી જીવિત થવાના છે. ડેલી મેલ અનુસાર ક્વોવ્સ આજકાલ વોર્નર બ્રધર્સ સાથે રૂડયાર્ડની આ પ્રસિદ્ધ થયેલી સ્ટોરીને પરદા પર લાવવાની વાત કરી રહ્યાં છે. જણાવી દઇએ કે ડિઝની દ્વારા પહેલા જ 90ના દાયકામાં જંગલ બુક પર બે ફિલ્મો રિલીઝ થઇ ચૂકી છે. જોકે આ ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળતા મેળવી શકી ન હતી.ક્લોવ્સે સ્પાઇડર મેન પરની આગામી ફિલ્મની પણ પટકથા લખી છે.