ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. નોલેજ
Written By
Last Modified: નવી દિલ્હી , બુધવાર, 22 એપ્રિલ 2020 (11:25 IST)

પૃથ્વી દિવસના આજે 50 વર્ષ પૂરા, ગૂગલે મધમાખીને સમર્પિત કર્યુ પોતાનુ ડૂડલ

પૃથ્વી દિવસ એ વાર્ષિક ઈવેંટ છે છે જે પર્યાવરણ સંરક્ષણ માટે આજે એટલે કે 22 એપ્રિલના રોજ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. આ પ્રથમવાર 1970 માં ઉજવવામાં આવ્યો હતો.  આ વર્ષે પૃથ્વી દિવસના 50 વર્ષ પૂરા થયા છે જ્યાં તેની થીમ 'ક્લાયમેટ એક્શન' રાખવામાં આવી છે. પર્યાવરણની સુરક્ષા માટે "પૃથ્વી દિવસ અથવા અર્થ  દિવસ" મનાવવામાં આવે છે.  જુલિયન કોનિગ દ્વારા 1969 માં  આ નામ આપવામાં આવ્યું હતું. આ સાથે જ 22 મી એપ્રિલનો દિવસ તેની ઉજવણી માટે પસંદ કરવામાં આવ્યો હતો. 
 
આજે, પૃથ્વી દિવસની 50 મી વર્ષગાંઠ પર Google એ  પોતાના ડૂડલને પૃથ્વી પરનું સૌથી નાના અને સૌથી મહત્વપૂર્ણ પ્રાણી મધમાખીને સમર્પિત કર્યું છે. ડૂડલમાં "પ્લે" ઓપ્શન બટન સાથે એક મધમાખી પણ છે. જેવા યુઝર્સ તેના પર ક્લિક કરશે કે એક ટૂંકુ  વિડિઓ ચાલશે જે મધમાખીઓના મહત્વને પ્રકાશિત કરે છે કારણ કે તે પરાગણની વિધિ  દ્વારા વિશ્વના બે તૃતીયાંશ પાકમાં ફાળો આપે છે. 
 
આ સિવાય, એક નાની રમત પણ છે જેમાં યૂઝર્સ મધમાખીઓ અને આપણા ગ્રહ વિશેના મજેદાર તથ્યો શીખી શકે છે કે કેવી રીતે મધમાખી ફૂલો પર બેસે છે અને જીવનને આગળ ધપાવે છે. ડૂડલે આ આશા સાથે આ ડૂડલ બનાવ્યુ છે કે દુનિયાભરના લોકો ધરતી અને માનવતા પર મધુમાખીઓના મહત્વને સમજો.