ભાજપના આ ઉમેદવારને મળી બંદૂકથી ઉડાવી દેવાની ધમકી
ભાજપની ટિકિટની જાહેરાત થતા જ નર્મદા જિલ્લાની નાંદોદ વિધાનસભા બેઠક માટે શબ્દ શરણ તડવીની જાહેરાત થઇ હતી. પરંતુ કાર્યકર્તા દ્રારા વિરોધ થયો હતો. આ વિરોધ કાર્યક્રમ રાજપીપળાના ગાંધી ચોકમા યોજાયો હતો. તે સમયે ભરુચના સાંસદ મનસુખ વસાવા ત્યાંથી નિકળતા હતા. ત્યારે વાતાવરણને ઠંડુ કરવા મનસુખ વસાવા ગયા ત્યારે રિંગણી ગામના એક ફોજીએ તેમેન રિવોલ્વરથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. જોકે આ બાબતે મનસુખ વસાવાએ મિડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે ભાજપાના કાર્ય કરો અને જેમાં કલાક બહાર ના પણ હાજર હતા અને તેમણે હાથ કર્યો જોકે જ્યાં એક વ્યક્તિએ રૂમાલમાં વિટેલી પિસ્તોલ જેવું સાધન આપી ઉડાવિદે એને એમ કહેતા હું સમજાવી ત્યાંથી નીકળી ગયો જોકે આ બાબતે મેં લેખિત ફરિયાદ આપી છે.
જોકે આ બાબતે જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગાડીયાએ જણાવ્યું હતું કે સાંસદ ની ફરિયાદ મળી છે. જ્યા સીસીટીવી ફૂટેજ ચેક કરી તાપસ ચાલુ કરી છે અને તાપસ કરતા રીંગણી ગામે કોઈ હથિયાર નથી એ વાત સામે આવી છે.