1. મનોરંજન
  2. »
  3. પર્યટન
  4. »
  5. ગુજરાત દર્શન
Written By વેબ દુનિયા|

પર્યટન : ગુજરાતના જાણીતા નેશનલ પાર્ક

નળસરોવર પક્ષી અભયારણ્ય -

P.R

આ અનોખા અભયારણ્યમાં અંદાજે 250 જાતીના પક્ષીઓ જોવા મળે છે. ઠંડીની ઋતુમાં પક્ષીઓના આ અભયારણ્યમાં દૂર-દૂરથી પક્ષીઓ આવે છે. અહીં તમે માછલી પકડવાનો આનંદ પણ અહીં લૂંટી શકો છો. અવનવાં પક્ષીઓને તમે અહીંના જળાશયોમાં તરતા જ નિહાળી શકશો.

પર્યટકો અહીં પક્ષીઓ જોવાની સાથે નૌકા વિહારનો આનંદ પણ ઉઠાવી શકે છે. દૂરબીનની મદદથી તેઓ જળાશયમાં રહેતા પક્ષીઓને નિહાળવાની મજા માણી શકો છો જેઓ જળના છોડવાની વચ્ચે સુરક્ષિત સ્થાનમાં પોતાના માળા બાંધીને રહે છે. રંગબેરંગી વિવિધ પ્રકારના અસંખ્ય પક્ષીઓ તમને આ અભયારણ્યમાં જોવા મળશે.

ગિર નેશનલ અભયારણ્ય

P.R


સૌરાષ્ટ્રના દક્ષિણ-પશ્ચિમ ક્ષેત્રમાં આ આવેલું છે. તેની વિશેષતા એ છે કે અહીં 300થી વધુ સિંહ ખુલ્લા ફરતા રહે છે. પથરાળ અને પહાડી ક્ષેત્રમાં આ સિંહોને તમે ફરતા જોઇ શકે છે. ઉલ્લેખનીય છે કે વન્ય જીવ સિંહ આજે બહુ ઓછા જોવા મળે છે. અહીં તમે નીલગાય, ચિત્તા, હરણ જેવા જીવો રહે છે.
P.R

વન્ય જીવોની સાથે અહીં તમે વિવિધ પ્રકારના વૃક્ષો પણ જોઇ શકશો. પહાડોમાંથી વહેતા ઝરણાં નદીઓના રૂપમાં જંગલોના અસંખ્ય જીવોને જીવન પૂરું પાડે છે.

મરીન નેશનલ પાર્ક -

ગુજરાતના જામનગર ક્ષેત્રમાં મરીન નેશનલ પાર્ક આવેલું છે. મરીન અભયાણ્યના જળાશય તટ પર ઘણાં મૂંગા પ્રાણીઓ જોવા મળે છે. ભારતના પક્ષીના ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ અહીં જ જોવા મળે છે. ખાસકરીને આ અભયાણ્યમાં બારશિંગવાળું સાબર પ્રાણી જોવા મળે છે. બારશિંગડાવાળું આ પ્રાણી વિશ્વમાં બહુ ઓછી જગ્યાઓએ જોવા મળે છે.
P.R

આ વનમાં વિવિધ પ્રકારના જળ જીવો દેખાય છે. જેમાં કાચબા, રંગબેરંગી નાની માછલીઓ, સીલ જોઇ શકાય છે.