1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય સલાહ
Written By વેબ દુનિયા|

ચહેરા પર કાળા ડાઘ

N.D
પપૈયુ અને કાકડી :

ચહેરા પર કાળા ડાઘ પડી ગયાં હોય તો કાકડી, પપૈયું અને ટામેટાના રસને બરાબર માત્રામાં મિક્સ કરીને ચહેરા પર લેપ કરો. જ્યારે સુકાઈ જાય ત્યારે ફરીથી બીજી વખત, ત્રીજી વખત એમ પાંચ વખત આવું કરો. વીસ મિનિટ સુધી લગાવી રાખ્યા બાદ ઠંડા પાણી વડે ધોઈ લો. સાત-આઠ દિવસ સુધી સતત આ ક્રિયાને કરો. ચહેરા પરના ડાઘ ગુમ થઈ જશે અને ત્વચા પણ ચમકતી થઈ જશે.

ચંદનના બીજ અને મૂળા :

ઘણી વખત ત્વચા પર કાળા ડાઘ પડી જાય છે. તો તેનાથી છુટકારો મેળવવા માટે એક ચમચી ચંદનના બીજનો પાવડર, એક ચમચી મૂળાનો રસ અને અડધી ચમચી લીંબુનો રસ મિક્સ કરી લો. પાંપણ અને હોઠને છોડીને આખા ચહેરા પર આને લગાવી દો. વીસ મિનિટ પછી ચહેરાને ધોઈ લો. બે ત્રણ અઠવાડિયા સુધી નિયમિત રૂપે આ પ્રયોગ કરવાથી ત્વચા એકસરખી થઈ જશે.