સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 23 ડિસેમ્બર 2016 (14:24 IST)

જાણો સની લિયોની કેવી રીતે રાખે છે પોતાને ફિટ અને દેખાય છે આટલી ખૂબસૂરત

બોલીવુડ એક્ટ્રેસ ખૂબસૂરત દેખાવ માટે શું શું કરે છે આ દરેક સામાન્ય માણસ જાણવા માટે તરસે છે. આજે અમે તમને સની લિયોનીની ખૂબસૂરતી ના રહસ્ય જણાવીશુ.  
કરણજીત વોહરા એટલે કે સની લિયોન બોલીવુડની એક જાણીતી એકટ્રેસ છે. એની વય  35 વર્ષ છે અને દેખાવમાં પણ ખૂબસૂરત છે. સનીને તમે જ્યારે પણ પડદા પર કે કોઈ ઈવેંટમાં જોશો  તો તમને લાગશે કે એની બ્યૂટી નેચરલ છે. 
 
સનીને વધારે ભારે મેકઅપ લગાવવું  પસંદ નથી. એ  એની બૉડી ને પણ દરેક સમયે ફિટ અને ટોન રાખે  છે. થોડા દિવસ પહેલા સનીએ મીડિયા સાથે વાત કરતા સમયે એમના ગુડ લુક્સ વિશે ચર્ચા કરી. જો તમે જાણવા માંગો છો કે સની લિયોન એમની સ્કિનને ચમકદાર અને  બૉડીને કેવી રીતે ફિટ રાખે છે તો જાણો 

બોડીની ટેનિંગ ખૂબ જરૂરી છે. 
સનીનું કહેવું છે કે જો બૉડી ટોંડ રહેશે તો તમારા પર દરેક પ્રકારના કપડા સરસ લાગશે. આથી એ અઠવાડિયામાં ત્રણ દિવસ  જિમ જરૂર જાય છે. 

સારી સ્કિન માટે યોગા 
સની રોજ  યોગ કરે છે . ભલે  એ કોઈ ફિલ્મની શૂટિંગ માટે યાત્રા પર પણ જાય, પણ એ યોગા કરવાનું  ક્યારેય ભૂલતી નથી. આથી એની સ્કિન દરેક સમયે ચમકદાર અને  યુવા દેખાય  છે. 

હેલ્દી ફૂડ ખાય છે
એ દરેક સમયે સ્નેક્સના રૂપમાં ફળ, શાકભાજી અને સલાદ ખાય  છે. જંક ફૂડને તો એ ક્યારે અડતી પણ નથી. 

વધારે મેકઅપ પસંદ નથી
કામના સમયે લગાવું મજબૂરી હોય છે પણ જે દિવસે એમની શૂટિંગ નહી હોય , એ એમના ચેહરાને મેકઅપ ફ્રી રાખે છે . સની કહે છે કે વધારે મેકઅપ થી ત્વચા પર ખરાબ અસર પડે છે.  

દૂધ પણ પીએ છે 
સની એમની ડાયેટમાં દૂધને પણ શામેલ કરે છે કારણ કે આ એની સ્કિનને અંદરથી પોષણ આપે છે અને એની સ્કિનમાં ચમક ભરે છે. 

 
એ ખૂબ પાણી પીએ છે.  
સની એની સાથે દરેક જગ્યાએ પાણીની બોટલ સાથે રાખે છે. એ 8 ગ્લાસ પાણી રોજ પીએ છે કારણ કે એનાથી વાળ અને સ્કિન સારી રહે  છે. 

આત્મવિશ્વાસથી ભરેલી રહે છે. 
સની માને છે કે જો તમને ખૂબસૂરત દેખાવવુ  છે તો  હમેશા આત્મવિશ્વાસથી ભરેલું રહેવું જોઈએ.