શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: રવિવાર, 27 નવેમ્બર 2022 (17:35 IST)

સંતરાનાં છાલટાથી ફકત 2 મીનિટમાં ચમકાવો તમારા દાંત

teeth clean
ચમકીલા અને આકર્ષક દાંત કોને ન જોઈએ? જો તમારા દાંત ચમકદાર હોય તો તમારા સ્મિતને પણ ચાર ચાંદ લાગી જાય છે. આજકાલ બજારમાં ઘણી એવી ટૂથપેસ્ટ છે જે તમારા દાંતને સફેદ અને સ્વસ્થ બનાવવાનું વચન આપે છે. બીજી તરફ, દાંતને ચમકદાર બનાવવા માટે ડેન્ટિસ્ટની સારવાર પણ ઉપલબ્ધ છે. પરંતુ આ વસ્તુઓ પર તમારો વધુ ખર્ચ નહી થાય. . શું તમે ખૂબ ઓછા પૈસામાં તમારા દાંતને ચમકીલા  અને સ્વસ્થ બનાવવા માંગો છો? તો જ્યારે પણ તમે નારંગી ખાશો ત્યારે તેનાં છાલ ફેંકવાની ભૂલ ક્યારેય ન કરો. સંતરાની છાલમાં માત્ર વિટામિન સી જ નથી પણ તેમાં કેલ્શિયમ પણ હોય છે, જે દાંતને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. દિલ્હી સ્થિત સીમા ડેન્ટલ ક્લિનિકના ડાયરેક્ટર અને ડેન્ટલ સર્જન ડૉ. હરિ સિંહ ભંડારીના જણાવ્યા અનુસાર, નારંગીની છાલને ઓછામાં ઓછી બે મિનિટ સુધી દાંત પર ઘસવાથી અથવા તેનો પાવડર લગાવવાથી તે ચમકદાર બની શકે છે. ડોક્ટરના મતે નારંગીમાં સાઇટ્રસ એસિડ હોય છે, જે દાંતના એનામલને ઘસી નાખે છે અને દાંતમાં ચમક લાવે છે.
 
આ રીતે કરો સંતરાનાં છાલનો ઉપયોગ 
 
એક નારંગી લો અને તેની છાલ અલગ કરો.
નારંગીની છાલને 2-ઇંચના ચોરસમાં કાપો જેથી તે સરળતાથી દાંત પર ઘસી શકાય.
હવે દરેક ટુકડા સાથે તમારા દાંતને ઘસો.
બેથી ત્રણ મિનિટ સ્ક્રબ કર્યા પછી, તમારી નિયમિત ટૂથપેસ્ટથી બ્રશ કરો.
બીજી રીત છે
નારંગીની છાલને સૂકવીને પાવડર બનાવી લો.
દરરોજ બ્રશ કર્યા પછી આનાથી તમારા દાંતની માલિશ કરો.
આનાથી દાંતની પીળાશ ઓછી થશે અને તેમાં ચમક આવશે.
ચોક્કસ આમ કરવાથી તમારા દાંતમાં ચોક્કસ ચમક આવશે. સારા પરિણામો મેળવવા માટે, અઠવાડિયામાં એકવાર આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો.