સોમવાર, 22 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 30 જુલાઈ 2021 (10:19 IST)

Dark Underarms થી છુટકારો અપાવશે લીંબૂ જાણો 4 ઘરેલૂ ઉપાય

ઘણા લોકો સ્લીવલેસ પણ નહી પહેરી શકતા કારણકે તેમના અંડરઆર્મ્સ સૌની સામે આવી જવાનો ડર સતાવે છે. જો તમારા પણ અંડરઆર્મ્સ કાળા છે તો જાણો કે ક્યાં તમે પણ તો તેમાથી કોઈ ભૂલ નહી કરી રહ્યા છો, જે અંડરઆર્મ્સનો રંગ ડાર્ક કરવા માટે જવાબદાર છે. પણ તેનાથી પરેશાન થવાની જગ્યા તમે કેટલાક ઘરેલૂ ઉપાયોને અજમાવીને તેનાથી છુટકારો મેળવી શકો છો. ચાલો આજે તમને આ સમસ્યાથી રાહત  મેળવવાના કેટલાક દેશી ઉપાય જણાવીએ છે. 
કારણ 
1. હેયર રિમૂવલ ક્રીમનો વધારે ઉપયોગ 
2. રેજરનો પ્રયોગ- 
3. કેમિકલ વાળા ડિઓનો પ્રયોગ- 
4. મૃત ત્વચા- 
5.વધારે માત્રામાં પરસેવું આવવું 
 
ઉપાય 
બ્રાઉન શુગર અને ઑલિવ ઑયલ 
બ્રાઉન શુગરમાં એક્સફોલિએટર ગુણ હોય છે. તેથી તમે અંડરઆર્મ્સનો કાળાશ દૂર કરવા માટે તેનો ઉપયોગ કરાય છે. તેના માટે એક વાટકીમા 1 મોટી ચમચી બ્રાઉન શુગર અને જરૂર મુજબ ઑલિવ ઑયલ 
 
મિક્સ કરો. તેનાથી ઘટ્ટ પેસ્ટ બનાવીને અંડરાઆર્મ્સ પર 2-3 મિનિટ સ્ક્રબ કરો. 5-10 મિનિટ સુધી તેને રહેવા દો. પછી હળવા હાથથી ઘસીને તેને સાફ કરીને તાજા પાણીથી ધોઈ લો. તેને અઠવાડિયામાં 2-3 વાર 
 
લગાવવાથી તમને અંતર નજર આવશે. 
 
બેકિંગ સોડા 
અંડરઆર્મ્સની કાળાશ દૂર કરવા બેકિંગ સોડા ફાયદાકારી ગણાય છે. તેના માટે એક મોટી ચમચી બેકિંગ સોડામાં જરૂર મુજબ પાણી મિક્સ કરી ઘટ્ટ પેસ્ટ બનાવીને અંડરાઆર્મ્સ પર 5-10 મિનિટ સુધી લગાવો. પછી પાણીથી ધોઈ લો. આ ઉપાય અઠવાડિયામાં 2 વાર કરી શકો છો. 
 
સફરજનનો સિરકો અને બેકિંગ સોડા 
તેના માઅટે 4 મોટી ચમચી સફરજનનો સિરકોમાં જરૂર મુજબ બેકિંગ સોડા મિક્સ કરી પેસ્ટ બનાવો. તેને પ્રભાવિત જગ્યા પર હળવા હાથથી મસાજ કરવી. 10 -15 મિનિટ સુધી રહેવા દિ. પછી હળવા હાથથી ઘસીને તેને સાફ કરીને તાજા પાણીથી ધોઈ લો. તેને અઠવાડિયામાં 2-3 વાર લગાવવાથી સ્કિન સાફ વ્થશે અને નિખરી અને નરમ નજર આવશે  
 
લીંબૂ 
નહાવાથી પહેલા એક લીંબૂનો ટુકડો 5 મિનિટ અંડરઆર્મ્સ પર ઘસવું. તેનાથી ત્વચાની રંગતની સાથે પરસેવુ અને દુર્ગંધથી બચાવ રહેશે. પણ વેક્સિંગ કે રેજરના ઉપયોગ કર્યા પછી આ ઉપાયને ન અજમાવો. તેનાથી ઘણી વાર સ્કિન કપાઈ જાય છે. અને લીંબૂ લગાવવાથી બળતરા અને દુખાવો થઈ શકે છે.