શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 14 મે 2021 (16:16 IST)

Hair Care- લૉકડાઉનમાં અજમાવો આ ટીપ્સ થોડા જ દિવસોમાં જોવાશે અસર

કોરોનાના કહેરથી બચવા માટે દેશભરમાં લૉકડાઉનનો સહારો લીધો છે. તેમજ ઘણા કંપનીઓના કર્મચારી વર્ક ફાર્મ હોમ કરી રહ્યા છે. તેમજ વાત મહિલાઓને કરીએ તો ઘર અને ઑફિસમાં ગૂચાયેલી રહે છે. તેના કારણે તે પોતાનો  સારી રીતે કાળજી નહી રાખી શકતા. પણ હવે લૉકડાઉનના કારણે તેમના આરોગ્યની સાથે બ્યુટીનો પણ ખાસ ધ્યાન રાખી શકો છો. તો ચાલો આજે આ ખાસ ટિપ્સ જાણીએ છે. આ ટિપ્સને તમે 
સરળતાથી ફ્રી ટાઈમમાં અજમાવીને તમારા વાળને સુંદર, નરમ અને શાઈની બનાવી શકો છો. 
 
તેલથી મસાજ કરવી 
વાળની તેલ મસાજ કરવો ખૂબ જરૂરી છે. તેનાથી વાળને જડથી મજબૂતી મળે છે. હેયર ફૉલ અને ડ્રાઈનેસની પરેશાની દૂર થઈ વાળ સુંદર, લાંબા નરમ થઈ જાય છે. તેના માટે તમે બદામ, નારિયેળ વગેરે કોઈ 
પણ નેચરલ તેલ ઉપયોગ કરી શકો છો. સારા અને જલ્દી પરિણામ માટે અઠવાડિયામાં 2-3 વાર તેલની માલિશ કરવી. 
 
હૉટ ટોવેલ મ્સાજ 
વાળને નરિશ કરવા હૉટ ટૉવેલ મસાજ ફાયદાકારી હોય છે. તેના માટે ટૉવેલને હૂંફાણા પાણીથી નિથારી તેને વાળને 8-10 મિનિટ સુધી બાંધી લો. પછી તાજા પાણીથી ધોઈ લો. 
 
હેયર માસ્ક લગાવવો જરૂરી
હેયર માસ્ક લગાવવાથી વાળને પોષણ મળે છે. ડ્રેંડ્રફ, હેયર ફૉલમી પરેશાની દૂર થઈ વાળ જડથી પૉષિત હોય છે. તમે ઈચ્છો તો ઘરે જ માસ્ક બનાવીને લગાવી શકો છો. તેના માટે 1 મેશ્ડ કેળમાં જરૂર પ્રમાણે 
મધ મિક્સ કરી વાળ પર 20 મિનિટ લગાવો પછી માઈલ્ડ શેંપૂથી વાળ ધોવું.
 
શેંપૂનો ઉપયોગ ઓછું 
શેંપૂમાં કેમિક્લસ હોય છે તેનાથી વાળમાં ડ્રાઈનેસ વધે છે. તેમજ વાળથી સંકળાયેલી પરેશાની પણ થવા લાગે છે. અઠવાડિયામાં 2 વાર જ વાળ ધોવું.