1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: સોમવાર, 29 જુલાઈ 2019 (00:42 IST)

આંખો નીચેના કાળા કુંડાળા દૂર કરવાના ઘરેલુ ઉપાય

જો તમે વધુ પડતા ઉજાગરા કરીને કે કમ્પ્યુટર સામે કાર્ય કરવાથી કે પછી વયને કારણે તમારી આંખો નીચે કાળા કુંડાળા બની ગયા હોય તો કેટલાક ઘરેલુ ઉપાયો અજમાવી જુઓ 
 
1 . મધ અને બદામ તેલ - ચમચી મધમાં 1 ચમચી બદામનુ તેલ મિક્સ કરો અને આ મિશ્રણને ડાર્ક સર્કલ પર લગાવીને સૂઈ જાઓ. સવારે ઉઠીને ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો. આથી ડાર્ક સર્કલ ઓછા થશે.
 
2   હળદર - એક ચમચી હળદરમાં પાઈનેપલ જ્યુસ મિક્સ કરી પેસ્ટ બનાવી લો. પછી આ પેસ્ટને ડાર્ક સર્કલ પર લગાવો. તે સૂકાઇ ગયા પછી ઠંડા પાણીથી ધોઈ લો. આ કરવાથી ડાર્ક સર્કલ હળવા
પડવા લાગશે.
 
3  . ટી બેગ -  ટી બેગ આંખો નીચે કાળા કુંડાળા દૂર કરવામાં ફાયદાકારક છે. આંખો પર બે ઠંડા ટી બેગ્સ રાખો અને સૂકાવા દો. આથી તમારી આંખો ફ્રેશ રહેશે અને ડાર્ક સર્કલ પણ દૂર થવા લાગશે.
 
4. પૂરતી ઉંઘ
આંખો નીચે ડાર્ક સર્કલ થતા સૌથી મોટું કારણ છે ઓછી ઉંઘ. તમારે દરરોજ ઓછામાં ઓછા 7-8 કલાક ઉંઘવું જોઈએ. આથી તમે સવારે ઉઠીને તાજા મહસૂસ કરશો અને ડાર્ક સર્કલ પણ