સોમવાર, 5 ડિસેમ્બર 2022
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified સોમવાર, 5 જુલાઈ 2021 (11:15 IST)

મુલતાની માટી ખોટી રીતે લગાવવાથી ચેહરા પર હોઈ શકે છે પિંપલ્સ જાણો લગાવવાની સાચી રીત

ક્યારે કયારે આવુ હોય છે કે જે સમસ્યાની સારવાર કરવ માટે અમે ઉપાય અજમાવીએ છે તે અમારા પર જ ભારે પડી જાય છે. સ્કિન કેયરની સાથે પણ કઈક આવુ જ હિસાબ છે. પિંપલ્સની સારવાર કરવી સરળ નથી. કારણ કે ક્યારે-ક્યારે પિંપલ્સથી છુટકારો મેળવવાનો દાવો કરનાર પ્રાડ્ક્ટસ અમે ડબલ પિંપ્લ્સ આપી જાય છે. ઘરેલૂ ઉપાય પણ ખૂબ સોચી-વિચારીને ઉપયોગ વિચાર કરવો જોઈએ. જેમ કે મુલ્તાની માટીનો ફેસપેક લગાવતા કેટલીક વાતોંની કાળજી રાખવી જોઈએ. નહી તો તેનાથી પિંપલ્સ ઠીક થવાની જગ્યા વધુ પિંપલ્સ થઈ જાય છે. 
 
મુલ્તાની માટી લગાવવાની સાચી રીત 
 
- મુલ્તાની માટી અને કપૂરથી બનેલા ફેસપેકને તમે તમારા ચેહરા પર માત્ર 15 મિનિટ માટે લગાવવું કપૂરની એંટીબેક્ટીરિયલ ક્વાલિટીજ હોય છે. કપૂરની સુગંધ અને રાસાયનિક ગુણ બેક્ટીરિયા અને સંક્રમણ ફેલાવતી બધા પ્રકારના રોગાણુઓને મારવાનો કામ કરે છે. તો મુલ્તાની માટી તમારી ત્વચામાં કસાવ લાવે છે. તેનાથી તમારી ત્વચામાં કરચલીઓ, ફાઈન લાઈંસ અને ડાઘ ટકી નહી શકે છે. 
 
એક વાટકીમાં 2 મોટી ચમચી મુલ્તાની માટી લો. કપૂરની 1 ક્યૂબ નાખી વાટી લો. હવે તેમાં 1 ચમચી ગુલાબજળ મિક્સ કરો. બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લો. તમરો ફેસ પેક તૈયાર છે. હવે આ પેકને ચેહરા પર સાફ પાણીથી ધોઈને સારી રીતે સાફ કરી લો. 
- હવે ફેસપેકને આખા ચેહરા પર લગાવો. આ પેકને તમે હાથ અને પગની રંગત નિખારવા માટે પણ ઉપયોગ કરી શકો છો. માત્ર 15 મિનિટ માટે પેકને ત્વચા પર લગાવીને છોડી દો. પછી તમારા ચેહરાને હૂંફાણા પાણીથી ધોઈ લો. અને એક સાફ કપડાથી લૂંછી લો પછી માશ્ચરાઈજર લગાવી લો. 
 
મુલ્તાની માટી આ રીતે ન લગાવવો 
-મુલ્તાની માટીમાં લીંબૂનો રસ નાખવાથી બચવુ જોઈએ. મુલ્તાની માટીમાં લીંબૂનો રસ નાખવાથી તમારા ચેહરા પર ખંજવાળ થઈ શકે છે. ખાસ કરીને સ્કિન પર મુલ્તાની માટી સૂક્યા પછી ખંજવાળ વધી જાય છે. 
 
ખંજવાળથી પિંપલ્સ થવાનો ખતરો વધી જાય છે. 
- મુલ્તાની માટીને સૂક્યા પછી ભૂલીને પણ ન ઘસવું. મુલ્તાની માટીને પાણીથી હળવા હાથથી ધોવું. 
- મુલ્તાની માટી લગાવ્યા પછી ચેહરા ડ્રાઈ થઈ જાય છે. તેથી તેને ધોયા પછી કોઈ જેલ કે ક્રીમ ચેહરા પર જરૂર લગાવવી.