1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By

Sun Burn થી છુટકારો મેળવવા માટે અજમાવો આ ઘરેલૂ ઉપાય

ગરમીમાં ત્વચા માટે કાકડી બહુ સારી ગણાય છે. તમે તેને સીધી આંખો, ચહેરા અને પગ પર લગાવી શકો છો જેનાથી સન બર્નની અસર ઓછી થઇ શકે. જો ત્વચા તડકાને કારણે ટેન થઇ ગઇ હોય તો તમે ઠંડી કાકડીની પેસ્ટ બનાવી લગાવી શકો છો. આ એક પ્રાકૃતિક બ્લીચનું કામ કરશે અને ત્વચા ધીમે-ધીમે સફેદ થવા લાગશે. જાણીએ તેના પ્રયોગો વિષે...

ઓઇલી સ્કિન માટે-

1. જો તમારી ત્વચા ઓઇલી છે તો સનસ્ક્રીનનો પ્રયોગ બિલકુલ બંધ ન કરશો. માત્ર ક્રીમ બેઝ્ડ સનબ્લોકને જેલ બેઝ્ડ સનસ્ક્રીનમાં બદલી દો.

2. સખત તડકામાંથી આવ્યા બાદ તમારી ત્વચા પર 10-15 મિનિટ સુધી તાજી અને ઠંડી કાકડીની પેસ્ટ લગાવો.

3. તમારા ચહેરાને દિવસમાં ઓછામાં ઓછી ત્રણ વખત અચૂક ધુઓ.

4. 10 દિવસમાં એકવાર તમારી ત્વચા પર સ્ક્રબનો પ્રયોગ કરો

5. ઓઇલી સ્કિન માટે એલોવીરા જેલ બહુ પ્રભાવશાળી અને ઉત્તમ હોય છે માટે તેનો પ્રયોગ અચૂક કરો.

ટેન ત્વચા માટે શું કરશો ?

1. તમારી ત્વચા પર બરફના ટૂકડાં ઘસો જેનાથી ખીલની સમસ્યા ન સર્જાય. બરફ ત્વચાને ઠંડક પહોંચાડે છે અને સ્કિન બર્નને પણ સાજું કરે છે.

2. તમારી હથેળીઓને આઇસ ક્યૂબી ઘસો અને જેલ કે ક્રીમથી મસાચ કરો. જેનાથી ત્વચા સારી અને સ્મૂધ બનશે.

3. આ સાથે ટેન ત્વચામાંથી મુક્તિ મેળવવા માટે મધ, ગુલાબજળ અને લીંબુ મિક્સ કરી ત્વચા પર લગાવો. આના પ્રયોગથી ત્વચા ધીમે-ધીમે સાફ થવા લાગશે.

4. ત્વચા પર લગાવવા માટે કાચું દૂધ, લીંબુનો રસ અને હળદર મિક્સ કરી પેસ્ટ બનાવો અને ચહેરા પર થોડીવાર માટે લગાવો. તમે ઇચ્છો તો ચણાનો લોટ, લીંબુનો રસ અને દહીં મિક્સ કરીને પણ પેક તૈયાર કરી શકો છો.

5. હર્બલ સનસ્ક્રીન બનાવો જેમાં બદામ, ઓલિવ ઓઇલ અને તલનું તેલ મિક્સ કરેલું હોય.