રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : મંગળવાર, 20 એપ્રિલ 2021 (08:38 IST)

Diabetes ના દર્દીઓ માટે ખતરનાક સાબિત થઈ શકે છે આ ફળ, તરત વધારી નાખે છે બ્લડ શુગર લેવલ

હવે આશરે દર 10માંથે  કોઈ ન કોઈ ડાયાબિટીસના દર્દી જરૂર હોય છે. એવા લોકોને તેમના ખાન-પાન પર ખૂબ ધ્યાન આપવું જરૂરી હોય છે. જો કોઈ ડાયાબિટીસ દર્દીને ફળ ખાવાના શોખીન છે તો તેને તેની શુગરની માત્રાની ખબર હોવી જોઈએ. નહી તો કેટલાક ફળ હાનિકારક પણ થઈ શકે છે.  
 
ડાયબિટીઝના દર્દીએ  હમેશા પોતાના ખાન-પાન પર નજર રાખવાની જરૂર હોય છે. ડાયાબિટીસથી પીડિત લોકો તેમના ખાન-પાનમાં ખાંડ અને તેનાથી બનેલી મિઠાઈઓનો સેવન ન કરતા હોય પણ ફળોના સ્વાદનો  તે ખૂબ આનંદ લે છે. પણ ઘણા ઓછા લોકોને આ ખબર હોય છે કે કેટલાક ફળોથી શુગરની માત્રા વધી શકે છે. ત્યારે જો ડાયબિટીજના પેશેંટ તેમની ડાયેટમાં ફળોને શામેલ કરવા ઈચ્છે છે તો તેને સૌથી પહેલા તેમાં શુગરની માત્રા પર પણ ધ્યાન આપવું જોઈએ. કારણકે કેટલાક ફળોના સેવનથી શુગરના દર્દી તેમના માટે ખતરો ઉઠાવી લે છે. 
 
જી હા સાંભળીને ભલે હેરાની થાય કે ફળ તો દરેક કોઈના માટે આરોગ્યકારી હોય તો પછી તેનાથી કેવો ખતરો. એક્સપર્ટસ મુજબ કેટલાક ફળ ડાયાબિટીસવાળા લોકો માટે ખતરનાક  સાબિત  થઈ શકે છે. તેથી તેનુ સેવન કરવાથી બચવું જોઈએ. નેશનલ ઈંસ્ટીટ્યુટ ઑફ ડાયાબિટીસ એંડ ડાઈજેસ્ટિવ એંડ ડિજીજીની સલાહ છે કે ડાયબિટીજવાળા લોકો સંતુલિત આહારના ભાગના રૂપમાં ફળોને શામેલ કરવા. ફળ અને શાકભાજી ખાવાથી વ્યક્તિને હૃદય રોગ અને કેંસર થવાનો ખતરો ઓછો થઈ શકે છે. 
 
ફળ વિટામિન, ખનિજ અને ફાઈબરનુ  એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે. પણ કેટલાક ફળ ડાયબિટીજવાળા દર્દીઓ માટે ખતરનાક થઈ શકે છે. ડાયબિટીજ વાળા લોકોને બ્લ્ડ શુગર સ્પાઈકથી બચવા માટે તેમના ખાન-પાન પર વિશેષ  નજર રાખવી જોઈએ. પણ આ આર્ટિકલથી તમને આ ખબર પડી જશે કે ડાયબિટીજ વાળા વ્યક્તિને ક્યાં ફળ ખાવા જોઈએ અને ક્યાં ફળથી  બચવું જોઈએ. 
 
આ ફળોના સેવનથી  કરો પરેજ 
 
ભોજન કર્યા પછી એક વ્યક્તિના ગ્લાઈસેમિક ઈંડેક્સથી ખબર પડી શકે છે કે તેમાં રક્ત શર્કરા એટલે કે શુગર લેવલ કેટલું વધ્યુ છે. જો કોઈ ફૂડનો GI સ્કોર 70 થી 100 છે તો તેમાં ખાંડની માત્રા વધારે છે. આ લિસ્ટમાં કેટલાક આ પ્રકારના ફળ શામેલ છે. જેમાં શુગરની માત્રા ખૂબ વધારે હોય છે જેનાથી ડાયાબિટીસના પેશેંટનું 
 શુગર લેવલ બગડી શકે છે.
તરબૂચ 
સૂકા ખજૂર 
પાઈનેપલ
વધારે પાકેલા કેળા 
દાડમ 
ચીકૂ 
કેરી 
દ્રાક્ષ (દરાખ) 
આ ફળ  સ્વાસ્થય માટે ફાયદાકારી છે પણ ડાયાબિટીસ ના દર્દીઓએ તેનુ  સેવન કરવાથી બચવું જોઈએ કે પછી તેને મૉડરેશનમાં ખાવું. આમ તો ડાયબિટીક પેશેંટને ઓછું GI સ્કોર વાળા ફળોનુ  સેવન કરવું જ યોગ્ય   રહેશે.