Health Tips For Weight Loss : વજન ઉતારવાના ઉપાયો


આજકાલ દરેક પોતાની હેલ્થને લઈને સાવધ થઈ ગયા છે. દરેકને સ્લિમ દેખાવવું ગમે છે. આ ઉપરાંત શરીર નાજુક હોય તો વધતી વય પણ છુપાય જાય છે. ફિટ એંડ સ્માર્ટ એ આજકાલ દરેકનું સ્વપ્ન છે. તેથી દરેક આ માટે ઉપાયો કરતા રહે છે. પણ કેટલાકને છતા પણ તેમા ફાયદો નથી થતો. જો તમે રેગ્યુલર એક્સરસાઇઝ કરો છો તેમ છતાં તમારા વજનને કન્ટ્રોલમાં ન લઇ શકતા હોવ તો તેના માટે નીચેના ઉપાયો અજમાવો

એક્સરસાઇઝનો યોગ્ય પ્રોગ્રામ ફોલો કરો - કોઈપણ એક્સરસાઇઝ કોઇ પ્લાન અને શિડ્યુલ વગર ફોલો કરવાથી યોગ્ય રિઝલ્ટ નહીં મળે. જો તમારે બેસ્ટ રિઝલ્ટ જોઇએ તો તમારા વર્કઆઉટનું ડિટેલમાં પ્લાન કરો. આ સિવાય તમારી બોડીના દરેક એન્ગલની એક્સરસાઇઝ માટે જિમ જોઇન કરો અથવા તો તેને જરૂરી સામાન ઘરે રાખી તેનો ઉપયોગ કરો.

પ્રોપર ડાયટ સાથે એક્સરસાઇઝ - ડાયટ શરૂઆતમાં વજન ઓછું કરવામાં તમારી મદદ કરી શકે છે. પણ આ ગુમાવેલું વજન તમે બહુ જલ્દી વધારી પણ લેશો. તમારા મસલ્સને ટોન કરે છે અને બોડીનો મેટાબિલિઝમ રેટ વધારે છે જે વધવાથી તમારું વજન ઘટી શકે છે. આવામાં જો તમે ડાયટ પ્લાન કર્યા વગર એક્સરસાઇઝ કરતા રહેશો તો તમારા હાથમાં કંઇ નહીં આવે. માટે સમગ્ર બોડીમાંથી વજન ઘટાડવા માટે એક્સરસાઇઝની સાથે ડાયટ પણ પ્લાન કરો.

જરૂરી કેલોરી અવશ્ય લો - બહુ ઓછા લોકો એ વાત જાણે છે કે જરૂર કરતા ઓછી કેલરી લેવાથી વજન ઘટાડવામાં મુશ્કેલી પડે છે. વાસ્તવમાં બોડીના તમામ કાર્યો આરામથી કરવા માટે એક ખાસ અમાઉન્ટમાં કેલરીની જરૂર પડે છે. જો તમારી બોડીને આ અમાઉન્ટ મળશે જ નહીં, તો તમે વજન ઘટાડી નહીં શકો. ઓછામાં ઓછી ફિઝિકલ એક્ટિવિટી કરનારી વ્યક્તિને પણ દરરોજ લગભગ 1,200 કેલરીની જરૂર પડે છે. બાદમાં કેલરીની જરૂર તમારા રૂટીન અને એક્ટિવિટી લેવલ અનુસાર બદલાતી રહે છે. એટલે કે તમે વજન ઘટાડવા ઇચ્છો છો તો બેલેન્સ્ડ ડાયટ અને યોગ્ય કેલરી લો.

તમે રૂટીન બદલતા રહો - વજન ઘટાડવામાં ઉતાવળ કરવા માટે તમે રૂટીન બદલી નાખો એટલે કે જો તમે એક નિશ્ચિત અંતરનું જોગિંગ એક નિશ્ચિત સ્પીડ સાથે કરો છો તો થોડા દિવસો બાદ આ એક્ટિવિટીના પીક પર પહોંચી જશો અને ત્યારબાદ વર્કઆઉટની આપની બોડી પર કોઇ અસર નહીં પડે. આવામાં તમારા માટે રોજ અલગ-અલગ પ્રકારની કાર્ડિયો-વેસ્ક્યુલર એક્સરસાઇઝ અને વેઇટ લિફ્ટિંગ કરવું જરૂરી બને છે. જ્યારે તમને લાગે કે તમારા વર્કઆઉટના પરિણામ નથી મળી રહ્યા તો તમારા વર્કઆઉટનું રૂટીન બદલી દો.

ફરિયાદ ન કરો - જો એક્સરસાઇઝ દરમિયાન અનેક લોકોને કોઇ ને કોઇ પ્રકારની પીડા કે ડિસકમ્ફર્ટની ફરિયાદ રહે છે તો શરૂઆતમાં આ બહુ કોમન છે. આવામાં જ્યાં સુધી કોઇ ગંભીર કારણ ન હોય ત્યાંસુધી આ વાતોને એક્સરસાઇઝ ન કરવાનું કારણ ન બનાવતા રહો. તમે જો આ નાની-નાની મુશ્કેલીઓની ફરિયાદ બંધ કરી દેશો તો તમને તમારા એક્સરસાઇઝ શિડ્યુલના યોગ્ય પરિણામ જોવા મળશે.

તમારા ઈગોને બાજુએ મુકો - અનેકવાર લોકો પોતાના વિષે બીજાના મત સાંભળવાનું પસંદ નથી કરતા અને વજન ન ઘટવાનું આ પણ એક કારણ હોઇ શકે છે. જો તમે યોગ્ય પરિણામો ઇચ્છો છો તો અન્યની આલોચનાઓ સાંભળવાની આદત પાડો. ધ્યાન રાખો કે કોઇની બોડીમાં કોઇ ને કોઇ નેગેટિવ પોઇન્ટ હોય જ છે અને અન્યની વાત સાંભળીને આને ઇમ્પ્રૂવ કરી શકાય છે.

બહાના કરવાનું છોડી દો - આજકાલ જિમ જવું લોકોને બહુ મોંઘુ નથી પડતું અને જો તમે તમારું શિડ્યુલ યોગ્ય રીતે મેનેજ કરી લેશો તો તમામ કાર્યોમાં વ્યસ્ત હોવા છતાં પણ તમે જિમ જવા માટે એક કલાકનો સમય આરામથી કાઢી શકશો.


આ પણ વાંચો :