1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 27 એપ્રિલ 2022 (06:43 IST)

Stomach Pain - ગમે તેવા પેટના દુખાવા માટે આ રહ્યા 20 સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

pet me dukhavo
પેટનો અસહ્ય દુખાવો જાતજાતના રોગોને આમંત્રણ આપે છે. ઘણા લોકો એવા પણ હોય છે જેમને દવા લેવામાં આડ અસર થતી હોય છે કે થવાનો ભય રહેતો હોય છે. આવામાં આ ઘરગથ્થું ઉપાયો કરવાથી ઘણો ફાયદો થઇ શકે છે.
* આદુનો રસ એક ચમચી અને લીંબુનો રસ બે ચમચી મેળવી તેમાં થોડી સાકર નાખીને પીવાથી કોઈ પણ જાતના પેટનો દુઃખાવો મટે છે.
* શેકેલા જાયફળનું એક ગ્રામ ચૂર્ણ ગરમ પાણી સાથે લેવાથી પેટનો દુઃખાવો મટે છે.
* જમ્‍યા પછી કેટલાકને ૨-૩ કલાકે પેટમાં સખત દુઃખાવો થાય છે તે માટે સૂંઠ, તલ અને ગોળ સરખે ભાગે લઈ દૂધમાં નાખી સવાર-સાંજ લેવાથી પેટનો દુઃખાવો મટે છે.
* લીંબુના રસમાં થોડો પાપડખાર મેળવી પીવાથી પેટનો દુઃખાવો ને આફરો મટે છે.
* તુલસીનો રસ અને આદુનો રસ સરખે ભાગે લઈ, સહેજ ગરમ કરી, પીવાથી પેટનો દુઃખાવો મટે છે.
* ગોળ અને ચૂનો ભેગા કરી ગરમ પાણી સાથે લેવાથી પેટનો દુઃખાવો મટે છે.
* અજમો અને સંચળનું ચૂર્ણ ફાકવાથી ગેસ મટે છે.
* ચીકણી સોપારીનો પા તોલો ભૂકો મોળા મઠ્ઠામાં સવારે લેવાથી ગેસ મટે છે.
* લીંબુના રસમાં મૂળાનો રસ મેળવી જમ્‍યા પછી થતો દુઃખાવો અને ગેસ મટે છે.
* કોકમનો ઉકાળો કરી, તેમાં થોડું મીઠું નાખી, પીવાથી પેટનો વાયુ અને ગોળો મટે છે.
* સાકર અને ધાણાનું ચૂર્ણ પાણીમાં પીવાથી પેટની બળતરા મટે છે.
* જીરું અને ધાણા બંને સરખા ભાગે લઈ, રાત્રે પલાળી રાખી, સવારમાં ખૂબ મસળી, તેમાં સાકર નાખીને પીવાથી પેટની બળતરા મટે છે.lll
* ફુદીનાના રસમાં મધ મેળવી લેવાથી પેટના દર્દો મટે છે.
* લાંબા સમયની આંતરડાની ફરિયાદ માટે આ ઉત્તમ ઈલાજ છે.ઉકળતા પાણીમાં સૂંઠનું ચુર્ણ નાખી, તેને ઢાંકી, ઠંડુ થયા બાદ ગાળી, તેમાંથી પાંચ ચમચી જેટલું પીવાથી પેટનો આરો, પેટનો દુઃખાવો મટે છે. આ પાણીમાં સોડા-બાય-કાર્બ નાખી દિવસમાં બે-ત્રણ વાર પીવાથી ખરાબ ઓડકાર અને પેટમાં રહેલો વાયુ મટે છે.
* એક તોલો તલનું તેલ પા તોલો હળદર મેળવીને લેવાથી પેટની ચૂંક મટે છે.
* રાઈનું ચૂર્ણ થોડી સાકર સાથે લેવાથી અને ઉપરથી પાણી પીવાથી વાયુ અને કફથી થતો પેટનો દુઃખાવો મટે છે.
* હિંગ, સૂંઠ, મરી, લીંડી પીપર, સિંધવ, અજમો, જીરું, શાહજીરું, આ આઠ ચીજો સરખે ભાગે લઈ ચૂર્ણ બનાવી (જે હિંગાષ્‍ટક ચૂર્ણ કહેવામાં આવે છે. તે બજારમાં પણ મળે છે.) લેવાથી પેટના દર્દો મટે છે.
* સાકરવાળા દૂધમાં એકથી બે ચમચી દિવેલ નાખી દિવસમાં બે વાર પીવાથી પેટનાં અનેક જાતના દર્દો મટે છે.
* સવારના પહોરમાં મધ સાથે લસણ ખાવાથી પેટની ચૂંક મટે છે અને જેમનો જઠરાગ્નિ મંદ પડી ગયો હોય તો તે પ્રજ્વલિત બને છે.
* રાઈનું ચૂરણ પાણી સાથે લેવાથી પેટની ચૂંક અને જીર્ણ મટે છે.
* અજમો, સિંધવ અને હિંગ વાટી તેની ફાકી મારવાથી ગોળો મટે છે.
* આદુનો રસ, લીંબુનો રસ અને મીઠું મેળવીને પીવાથી પાચનક્રિયા બળવાન બને છે.
* એલચી, ધાણાનું ચૂર્ણ ચારથી છ રતીભાર અને શેકેલી હિંગ એક રતીભાર લઈ લીંબુના રસમાં મેળવીને ચાટવાથી વાયુ, પેટનો દુઃખાવો અને આફરો મટે છે.