બુધવાર, 29 નવેમ્બર 2023
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. ગુજરાતી લવ ટિપ્સ
Written By
Last Modified: ગુરુવાર, 1 જૂન 2023 (15:02 IST)

Inauspicious Gifts: દીકરીની વિદાયમાં શા માટે નહી આપવા જોઈએ અથાણુ? જાણો શું છે તેના પાછળના કારણ

Inauspicious Gifts:
Inauspicious Gifts- લગ્નમાં દીકરીઓને ભેંટ આપવાની પરંપરા  પણ વર્ષો જૂની છે. તમારી ક્ષમતા અને શ્રદ્ધાના મુજબ દરેક માતા-પિતા દીકરીને લગ્નના સમયે લઈક ન કઈક ભેંટ જરૂર આપે છે. પરંતુ શું તમે જાણો છો કે દીકરીને વિદાય સમયે ચાર વસ્તુઓ ક્યારેય ન આપવી જોઈએ
 
ભૂલથી પણ વિદાય સમયે દીકરીને ચાર વસ્તુઓ ન આપવી જોઈએ. તેને ક્યારેય સાવરણી, સોય, ગળણી અને અથાણું ન આપવું જોઈએ. આવો જાણીએ તેની પાછળનું કારણ.
 
1. સંબંધમાં ખટાસ લાવશે અથાણું 
પંડિતજી કહે છે કે દીકરીની વિદાયના સમયે અથાણું ભેંટ કરવાથી તેમના જીવનમાં ખટાસ પડી શકે છે. અથાણાના સ્વાદ ખાટુ હોવાના કારણે તેને આપવુ યોગ્ય નથી. જો તમે દીકરી તમારા હાથના બનેલા અથાણા આપવા ઈચ્છે છે તો લગ્ન પછી તેમના ઘરે જઈને અથાણુ બનાવી શકો છો. 
 
2. સાવરણે ક્યારે ન કરવી ભેંટ 
આવુ કહે છે કે સાવરણીમાં પોતે માતા લક્ષ્મીનો વાસ હોય છે. પણ શું તમે જાણો છો કે દીકરીની વિદાયના સમયે સાવરણી ક્યારે ન આપવી જોઈએ. કહે છે કે આવુ કરવાથી દીકરીના ઘર-સંસાર ક્યારે સુખથી નથી રહેતા. તેમના જીવન દુખથી ભરેલુ રહેશે. તેથી લગ્ન પછી વિદાયમાં આ એક વસ્તુ ક્યારે ન આપવી. 
 
3. સોય કે અણીદાર વસ્તુ 
પંડિત પ્રદીપ મિશ્રા કહે છે કે દીકરીની વિદાયના સમયે ક્યારે સોય ન આપવી. કહે છે કે બેન કે દીકરીના વિદાયના સમયે સોય ભેંટ કરવાથી સંબંધમાં મધુરતાની જગ્યા કટુતા આવા લાગે છે. તમને સોયની સમાન અણીદાર વસ્તુ પણ દીકરીને વિદાયમાં આપવાથી બચવા જોઈએ. 
 
4. ચાળણી 
વિદાયના સમયે દીકરીને ભૂલીને પણ લોટની ચાળણી ન આપવી જોઈએ. મકર સંક્રાતિના સમયે માતાઓ તેમની દીકરીને 13 વસ્તુઓ ભેંટ આપે છે. કેટલીક માતાઓ તેમાં લોટની ચાળણી પણ ભેંટ કરી આપે છે જે યોગ્ય નથી. દીકરીઓને લોટની ચાળણી  ભેંટ કરવાથી તેમના સુખી જીવન પ્રભાવિત થઈ શકે છે. તેથી આ ભૂલ ન કરવી. 
Edited BY-Monica Sahu