Gujarati Shayari 10

બુધવાર, 25 ફેબ્રુઆરી 2026
0

ગુજરાતી શાયરી - સાચો પ્રેમ

ગુરુવાર,મે 9, 2013
0
1
ભીના વરસાદની કોમળ બૂંદ મોકલુ છુ આંખ તો ખોલ તને ઉજાસ મોકલુ છુ પીળા પડી ગયા છે પ્રતિક્ષાના પાંદડા અંતરથી તને ખુશી ભરી યાદ મોકલુ છુ....
1
2
આંખો બંધ કરીને પ્રેમ કરે તે પ્રેયસી આંખો પટપટાવીને પ્રેમ કરે તે દાસી આંખો કાઢીને પ્રેમ કરે તે પત્ની અને આખો બંધ થાય ત્યા સુધી પ્રેમ કરે તે 'મા'
2
3

ગુજરાતી શાયરી - પ્રેમ

મંગળવાર,મે 7, 2013
સાગરમાં છે એટલુ પાણી પણ ગાગરમા નથી સમાતુ.. મારા દિલમાં છે તારા માટે એટલો પ્રેમ પણ કાગળમાં નથી સમાતો...
3
4

ગુજરાતી શાયરી - રોશની

મંગળવાર,નવેમ્બર 27, 2012
અમે તેમના આવવાની રાહ જોવામાં ઘરથી રસ્તા સુધી એટલા દિવા પ્રગટાવી દીધા કે સમગ્ર રસ્તામાં રોશની પથરાઈ ગઈ અને તે એવુ સમજીને પરત ફરી ગયા કે રાત્રે મળવાનુ વચન હતુ હવે તો સવાર થઈ ગઈ.
4
4
5

આજનો શેર - આંસુ

બુધવાર,સપ્ટેમ્બર 12, 2012
જીંદગીની દરેક પળ સરખી નથી હોતી સમુદ્રમાં રોજ ભરતી નથી હોતી મિલન અને જુદાઈ પ્રસંગ છે જીંદગીનો જેમા આંસુઓની કિમંત સરખી નથી હોતી
5
6

ગુજરાતી શાયરી : તમે અને હું

સોમવાર,સપ્ટેમ્બર 10, 2012
સમયની અછત તો ઈશ્વરને પણ હતી છતાં ફુરસદ લઈને ઈશ્વરે તમને બનાવ્યા ખ્યાલ આવ્યો હશે તેમને મારી એકલતાનો તેથી નસીબે તમને અને મને મળાવ્યા
6
7

આજની શાયરી : પ્રિતમનો ચેહરો

શનિવાર,સપ્ટેમ્બર 8, 2012
એનો સ્મિતભર્યો ચહેરો આજે યાદ આવી ગયો નમેલી નજરનો પ્રેમ આજે યાદ આવી ગયો કંઈક તો હતુ તેના પ્રેમમાં એવુ બેઠા છે તેના દિલમાં એવો ખ્યાલ આવી ગયો
7
8

ગુજરાતી શાયરી

બુધવાર,એપ્રિલ 18, 2012
પ્રેમ ગુનો છે તો તેને થવા ન દેશો પ્રેમ ઈશ્વર છે તો તેને જવા ન દેશો કરો છો જો પ્રેમ તમે કોઈને તો ક્યારેય એ પ્રેમને રડવા ન દેશો ...
8
8
9

ગુજરાતી શાયરી

બુધવાર,એપ્રિલ 18, 2012
એ સમજે ના સમજે મારી લાગણીઓને મારે તો માનવી પડશે તેની દરેક વાતને અમે તો ચાલ્યા જઈશુ આ દુનિયામાંથી ત્યારે રડતા રહેશે મારી તસ્વીર જોઈને
9
10
કોઈ બંધન તૂટે તો દુ:ખ થાય છે, આપણા થઈ જાય પારકાં તો દુ:ખ થાય છે, હા અમે નથી પ્રેમને લાયક પણ જો આવી રીતે કોઈ ઠુકરાવે તો દુ:ખ થાય છે
10
11

ગુજરાતી શાયરી - તારી યાદ

બુધવાર,એપ્રિલ 18, 2012
દિલ તડપતું રહ્યુ અને તેઓ જવા લાગ્યા સાથે વીતાવેલા દરેક ક્ષણ યાદ આવવા લાગ્યા ખામોશ નજરથી જ્યારે જોયુ તેને વળીને, તો ભીની આંખોથી અમે પણ હસવા લાગ્યા
11
12

ગુજરાતી શાયરી : તમને જોઈને

બુધવાર,એપ્રિલ 18, 2012
કોઈ શાયર કોઈ ફકીર બની જાય તને જે જુએ એ ખુદ તસ્વીર બની જાય, ન તો મોસમની જરૂર છે ન તો ફૂલોની જ્યા તુ પગ મુકે ત્યાં કાશ્મીર બની જાય
12
13

ગુજરાતી શાયરી - મકાન અને ઘર

મંગળવાર,એપ્રિલ 17, 2012
જ્યાં કામ માટે બે હાથ નથી મળતા, જ્યાં બે વ્યક્તિના વિચાર નથી મળતા, જ્યાં બે દિલ નથી મળતા, તે મકાન ઘર નથી બનતા
13
14
નજરોથી વાત કરી અને દિલ ચોરી ગયા અંધારાના પડછાયામાં ધડકન સંભળાવી ગયા અમે તો તમને પાંરકા જ સમજતા હતા તમે તો અમને નજરોમાં કેદ કરી ગયા
14
15

આજની શાયરી - પ્રેમમાં બેહાલ

ગુરુવાર,ડિસેમ્બર 22, 2011
બે દિલોની કશિશ પણ કમાલની છે. હાર હોય કે જીત દિલમાં ધમાલ જ ધમાલ છે, અનોખા છે પ્રેમના નિયમ અને અનોખી છે તેની ચાલ . હારેલા તો ઠીક તેમાં જીતેલા પણ બેહાલ છે….
15
16

આજની શાયરી - ઓળખી લેજો

સોમવાર,ડિસેમ્બર 19, 2011
કોઈ કોરા સમય સાથે સાંકળી લેજો અમને, જો હોય મહત્વ અમારૂં તો યાદ કરી લેજો અમને, માન્યું કે જીંદગીના રસ્તા હશે ઘણા લાંબા, ક્યાંક મળીયે તો ઓળખી લેજો અમને.
16
17

આજની શાયરી - વફા

સોમવાર,ડિસેમ્બર 19, 2011
સંબંધો આપણા સચવાય એવું કરજો, વફાના ફુલો ના કરમાય એવું કરજો, બહુ ઓછી મુલાકાતોમાં બંધાય છે સંબંધો, પણ જીંદગીભર ના ભુલાય એવું કરજો.
17
18

આજની શાયરી - વિશ્વાસ

સોમવાર,ડિસેમ્બર 19, 2011
જરા આંખ ખોલો થોડી ઉજાસ મોકલું છું, ફુલોના રંગ તમારી આસપાસ મોકલું છું, ના વિચારો કે ભુલી જઈશું તમને, નિભાવશુ સાથ સદા શબ્દોથી વિશ્વાસ મોકલું છું.
18
19

આજની શાયરી - તારા માટે

સોમવાર,ડિસેમ્બર 19, 2011
તારી આંખોની પ્યાસ બનવા તૈયાર છું, તારા હૃદયનો શ્વાસ બનવા તૈયાર છું, તુ જો આવીને મને સજીવન કરે, તો હું રોજેરોજ લાશ બનવા તૈયાર છું.
19