ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ગુરૂપૂર્ણિમા
Written By
Last Modified: મંગળવાર, 16 જુલાઈ 2019 (06:01 IST)

ગુરુપૂર્ણિમા પર દિવ્ય સંદેશ : રાજયોગિની બ્રહ્માકુમારી કૈલાશ દીદીજી

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિધ્યાલય, ગાંધીનગર પરિવાર તરફથી સૌ આત્મિય જનોને ગુરુપૂર્ણિમાની ખૂબ ખૂબ વધાઈ હો... આજના, ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે, ચાલો આપણે સૌ સદગુરુ પરમપિતા શિવ પરમાત્માની છત્રછાયામાં તન, મન અને ધનથી પવિત્ર બનીએ. ગુજરાતનું પાટનગર જે સ્વચ્છ, હરિયાળુ, સોહામણુ છે તેને વિશ્વફલક પર વધુ સુવાસિત કરવા સંકલ્પબધ્ધ થઈએ. આપણું આંગણું, શેરી, મહોલ્લો, સેકટર અને મહાનગર ગાંધીનગરને પૂર્ણ સ્વચ્છતમ બનાવીએ. આજના આ પાવન પર્વ પર આપણે સૌ સદગુરુ પરમાત્માના આશીર્વાદથી ગાંધીનગરમાં સદભાવ, આપસી પ્રેમભાવ, આનંદ, ઉમંગ, ઉલ્લાસ અને આધ્યાત્મિક વાતાવરણમાં વૃધ્ધિ કરીએ. પરમાત્માને હું પ્રાર્થના કરું છું કે સૃષ્ટિ પરના સૌ આત્મિય ભાઈ બહેનો તનથી, મનથી અને ધનથી સમૃધ્ધ બને અને સૌ આત્માઓના શ્રેષ્ઠ સંકલ્પ પરમાત્મા પૂર્ણ કરશે જ એવી મંગલ કામના સાથે ......અચ્છા ...ઓમશાંતિ