મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. હોળી
Written By
Last Modified: ગુરુવાર, 27 ફેબ્રુઆરી 2020 (12:53 IST)

3 માર્ચથી હોળાષ્ટક, જાણો શા માટે હોળાષ્ટકમાં શુભ કાર્યો ન કરવા જોઈએ..

હોળીના 8 દિવસ પહેલા હોળાષ્ટક શરૂ થઈ જાય છે .  આ 8 દિવસ સુધી કોઈ શુભ કામ ન કરવું. એનું જ્યોતિષીય કારણ વધારે વૈજ્ઞાનિક , તર્ક સમ્મત અને ગાઢ છે. જ્યોતિષ મુજબ અષ્ટમીને ચંદ્રમા, નવમીને સૂર્ય, દશમીને શનિ , એકાદશીને શુક્ર, દ્વાદશીને ગુરુ , ત્રયોદશીને બુધ , ચતુર્દશીને મંગળ અને પૂર્ણિમાને રાહુ ઉગ્ર સ્વભાવના થઈ જાય છે. 
આ ગ્રહોના નિર્બળ હોવાથી માનવ મસ્તિષ્કની નિર્ણય ક્ષમતા ક્ષીણ થઈ જાય છે અને આ સમયે ખોટા નિર્ણય લેવાને કારણે હાનિ થવાની શક્યતા રહે છે. વિજ્ઞાન મુજબ પણ પૂર્ણિમાના દિવસે જ્વારભાટા, સુનામી જેવી આપદાઓ આવતી રહે છે કે કોઈ મનોરોગી માણસ ઉગ્ર થઈ જાય છે. એવામાં યોગ્ય નિર્ણય નહી થઈ શકતા. જેને કુંડળીમાં નીચની રાશિના ચંદ્રમા વૃશ્ચિક રાશિના જાતક કે ચંદ્ર છઠા કે આઠમા ભાવમાં જ તેણે આ દિવસોથી વધારે સતર્ક રહેવું જોઈએ. માનવ મસ્તિષ્ક પૂર્ણિમાથી 8 દિવસ પહેલા થોડું ક્ષીણ , દુખી અવસાદ પૂર્ણ,આશંકિત અને નિર્બળ થઈ જાય છે. આ અષ્ટ ગ્રહ, દૈનિક કાર્યકલાપો પર વિપરીત પ્રભવા નાખે છે. 
હોળાષ્ટક શું છે, નહી હોય 16 શુભ સંસ્કાર
 
આ અવસાદને દૂર રાખવાના ઉપાય પણ જ્યોતિષમાં જણાવ્યું છે. આ 8 દિવસમાં મનમાં ઉલ્લાસ લાવવા અને વાતાવરણને જીવંત બનાવવા માટે લાલ કે ગુલાબી રંગનો પ્રયોગ વિભિન્ન રીતે કરાય છે. લાલ પરિધાન મૂડને ગરમ કરે છે એટલે લાલ રંગ મનમાં ઉત્સાહ ઉતપન્ન કરાવે છે. આથી ઉત્તર પ્રદેશમાં આજે પણ હોળીનો પર્વ એક દિવસ નહી પણ  8 દિવસ સુધી ઉજવાય છે. ભગવાન કૃષ્ણ પણ આ 8 દિવસોમાં ગોપીયો સંગ હોળી રમતા રહે અને અંતત હોળીમાં રંગેલા લાલ વસ્ત્રોને અગ્નિને સમર્પિત કરે છે. આથી હોળી મનોભાવોની અભિવ્યક્તિનો પર્વ છે જેમાં વૈજ્ઞાનિક મહત્વ છે. 
 
જે રીતે સૂર્ય અને ચંદ્દ્ર ગ્રહણ દરમિયાન ગર્ભવતી સ્ત્રીઓને ઘરમાંથી બાહર નીકળવાની મની હોય છે. એ જ રીતે હોળાષ્ટક દરમિયાન પણ ગર્ભવતી સ્ત્રીઓ નદી નાળા પાર કરવાની મનાઈ રાહે છે.