બુધવાર, 27 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. ઘરેલુ ઉપચાર
Written By
Last Modified: મંગળવાર, 13 મે 2014 (16:18 IST)

ઘરેલુ ઉપચાર - મચ્છરોને દૂર રાખવાના ઘરેલુ ઉપાય

ઉનાળો આવતા જ ઘરમાં મચ્છરો હોવાથી રોગોનો ફેલાવો એક પરેશાની બની જાય છે. આ ઋતુમાં મચ્છરોનુ હોવું એટલે રોગોનો ફેલાવ, જો તમે પણ આ મચ્છરોથી કંટાળીવ ચુકયા છો અને હવે તમે એક અસરકારક દવા શોધો છો જે તમને આ મચ્છરોથી છુટકારો આપી શકે. તો તેનો છે તમે ઘરના બગીચામાં નીચે જણાવેલ ફૂલ છોડ લગાવો. 
 
 કિચનમાં કામ આવતી લવીંગનો ઉપયોગ  તમે બહુ જ ઓછો કર્યો હશે. પણ મચ્છરોને દૂર કરવા આનો પ્રયોગ તમે કદાચ પહેલી વાર સાંભળ્યો હશે.લવીંગના તેલનો ઉપયોગ મચ્છર ભગાડવામાં કરાય છે. એક સ્પ્રે બોટલમાં એક ભાગ લવીંગનું તેલ અને દસ ભાગ પાણી મિક્સ કરી મિશ્રણ બનાવો. આને ઘરની બાહરના ભાગે સ્પ્રે કરી દો. તમારા ઘરના આંગણના ઝાડ છોડ પર પણ તમે આ સ્પ્રે કરી શકો છો. મચ્છરોથી વધારે બચાવ માટે તમે આ સ્પ્રેને દર બે કલાકમાં પણ સ્પ્રે કરી સકો છો. 
 
સદાબહાર રોજમેરી આ મિંટ ફેમીલીનો જ ઝાડીદાર છોડ છે. સોઈ જેવી પાંદડીઓ અને સફેદ-ભૂરા રંગના ફુલવાળા આ છોડ મચ્છરોને ઘરથી દૂર કરવામાં તમારી મદદ કરશે. આ વાનગીઓ અને દવાઓમાં પણ યૂજ કરી શકાય છે.