1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : શુક્રવાર, 28 એપ્રિલ 2017 (17:46 IST)

ભીંડાના ફાયદા જાણશો તો રોજ ભીંડા ખાવાનું શરૂ કરી દેશો

ભીંડા એક એવી શાકભાજી છે જેને દરેક કોઈ પ્રેમથી ખાય છે. સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે તેમા આરોગ્ય સાથે સંબંધિત અનેક રહસ્ય પણ છિપાયા છે. ભીંડામાં પ્રોટીન વસા કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેટ, પોટેશિયમ, ફોસ્ફરસ, ફાયબર વગેર પ્રચુર માત્રામાં હોય છે. આવો જાણીએ તેના ફાયદા વિશે. 
 
ભીંડા એક એવી શાકભાજી છે જે દરેક પ્રેમથી ખાય છે.  તે સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે તેમા આરોગ્ય સાથે સંકળાયેલા અનેક રહસ્ય છિપાયા છે. ભીંડામાં પ્રોટીન વસા કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેટ, પોટેશિયમ, ફોસ્ફોરસ ફાઈબર વગરે પ્રચુર માત્રામાં મળી રહે છે. આવો જાણીએ આના ફાયદા વિશે. 
 
ડાયાબિટીઝ - ભીંડામાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે જે બ્લડ શુગરને કંટ્રોલ કરે છે તેથી આ ડાયાબિટીઝના રોગીઓ માટે ખૂબ લાભકારી છે. 
 
ઘૂંટણનો દુ:ખાવો - જો તમારા ઘૂંટણમાં દુ:ખાવો રહે છે તો ભીંડા ખાવ. ભીંડામાં કેલ્શિયમ હોય છે જે હાડકાને મજબૂત બનાવે છે અને સાંધાના દુ:ખાવામાં રાહત પહોંચાડે છે.  તેમા રહેલ ચિકણો પદાર્થ પણ આપણા હાડકા માટે ખૂબ સારો હોય છે. 
 
અસ્થમા - ભીંડામાં વિટામીન સી જોવા મળે છે. જે અસ્થમાના લક્ષણને પાંગરતા રોકે છે. આ અસ્થમાના રોગીઓ માટે ખૂબ જ ફાયદાકારી છે. આ ઉપરાંત ભીંડા ફેફ્સામાં સોજો અને ગળામાં ખરાશથી રાહત અપાવવામાં પણ મદદરૂપ છે. 
 
આંખો માટે ફાયદાકારી - જે લોકોની આંખો નબળી છે. તેમને ભીંડા ખાવાથી ખૂબ ફાયદો થાય છે. તેમા જોવા મળતા વિટામીન એ આંખો માટે ખૂબ જ લાભકરી હોય છે. તેનાથી આંખોની રોશની વધે છે. 
 

ગ્લોઈંગ ચહેરો - ભીંડામાં વિટામીન સી ભરપુર માત્રામાં હોય છે. આ ચેહરાને કોમળ અને ગ્લોઈંગ બનાવવામાં સહાયક છે. તેનાથી ચેહરા પર થનારા ખીલ પણ દૂર થાય છે. 
 
સ્વસ્થ વાળ - જો તમારા વાળ ડ્રાય અને નિસ્તેજ છે તો ભીંડા તમારા માટે ફાયદાકારી છે વાળને ચમકદાર બનાવવા માટે ભીંડાને ઉકાળો જ્યારે તે એકદમ પાતળા થઈ જાય ત્યારે તેમા લીંબુ નીચોવી વાળમાં લગાવો. આનાથી વાળની કંડીશનિંગ થઈ જશે અને વાળ સિલ્કી તેમજ સ્મૂથ બની જશે.