શનિવાર, 26 ઑક્ટોબર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : શુક્રવાર, 10 માર્ચ 2017 (09:31 IST)

ઘરેલુ નુસ્ખા - કેલ્શિયમની કમીને દૂર કરશે આ અસરદાર ઉપાય

હાડકાની મજબૂતી માટે શરીરમાં કેલ્શિયમની ભરપૂર માત્રામાં હોવુ ખૂબ જરૂરી છે. કેલ્શિયમની કમીથી વય વધવાથી અનેક પ્રકારની પરેશાની થવી શરૂ થઈ જાય છે. 30 વર્ષની વય પછી બોડી ડાયેટમાંથી કેલ્શિયમની આપૂર્તિ સહેલાઈથી નથી કરી શકતી. આમ તો શરીરમાં કેલ્શિયમની કમી અનેક કારણોથી થઈ શકે છે. પણ જરૂર કરતા વધુ ગળી વસ્તુનુ સેવન કરવાથી કેલ્શિયમની કમી થવી શરૂ થઈ જાય છે. ગર્ભવતી અને બાલકોને દૂદ પીવડાવનારી સ્ત્રીઓને કેલ્શિયમ ખૂબ જરૂરી હોય છે.  આ માટે જરૂરી છે કે તમે તમારા ડાયેટનો ખ્યાલ રાખો અને સારુ ભોજન ખાવ. 
 
1. આદુની ચા - એક કપ પાણીમાં આદુ નાખીને ઉકાળો જ્યારે તે અડધુ રહી જાય તો તેની ચા ની જેમ પીવો. દિવસમાં એકવાર આનુ સેવન કરવાથી ફાયદો થાય છે. 
 
2. જીરાનુ પાણી - રાત્રે 2 ગ્લાસ પાણીમાં જીરુ પલાળીને મુકી દો અને સવારે આ પાણીને ત્યા સુધી ઉકાળો જ્યા સુધી આ અડધુ ન હી જાય. તેને ઠંડુ કરીને ગાળીને પી લો. 
 
3. બદામ અને અંજીર - બદામ ખાવી આરોગ્ય માટે ખૂબ સારી છે. રોજ રાત્રે 4 બદામ અને 1 અંજીરને પાણીમાં પલાળી દો. સવારે ખાલે પેટ તેને ચાવીને ખાવ. 
 
4. અંકુરિત ભોજન - અંકુરિત ભોજન ખાવાથી શરીરમાં અનેક પ્રકારની કમીયો દૂર થાય છે. સવારે નાસ્તામાં સ્પ્રાઉટ અનાજ સામેલ કરવાથી કેલ્શિયમની કમી પૂરી થઈ જાય છે. 
 
5. લીંબૂ પાણી - રોજ ડાયેટમાં લીંબૂ પાણી સામેલ કરવાથી ફાયદો થાય છે. તેનાથી શરીરમાં પાણીની કમી દૂર થઈ જાય છે. 
 
6. સોયાબીન - સોયાબીનથી કેલ્શિયમ અને પ્રોટીનની કમી દૂર થઈ જાય છે. યૂરિક એસિડના રોગીએ તેને ખાવાથી પરેજ કરવુ જોઈએ. 
 
7. સવારનો તાપ - રોજ સવારે તાપમાં બેસવાથી વિટામિન ડી અને કેલ્શિયમની કમી પૂરી થાય છે. રોજ સવારે 10 મિનિટ તાપમાં જરૂર બેસો.