મંગળવાર, 3 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : શુક્રવાર, 21 જુલાઈ 2023 (01:03 IST)

રોજ સવારે પીવો હળદરવાળુ પાણી, વજન ઘટવા સાથે અનેક સમસ્યા થશે દૂર

Hot Turmeric Water
હળદરને શરૂઆતથી જ આરોગ્ય માટે વરદાનના રૂપમાં લેવામાં આવે છે. તેને રોજ લેવાથી હાજમાથી લઈને ધૂંટણ સુધીનો દુખાવો ઠીક થઈ જાય છે. તેથી જો તમે આ ચમત્કારિક ફાયદા આપનારી હળદરનુ પાણી રોજ લો છો તો તમે અનેક બીમારીઓથી બચી શકો છો.  
 
હળદરવાળુ પાણી બનાવવાની રીત 
 
 
સામગ્રી - 1/2 લીંબૂ, 1/4 ચમચી હળદર પાવડર, 1 ગ્લાસ ગરમ પાણી, 1 ચમચી મધ. 
 
એક ગ્લાસમાં અડધુ લીંબુ નીચોડો. હવે તેમ હળદર અને ગરમ પાણી મિક્સ ભેળવીને સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણમાં સ્વાદમુજબ મધ નાખો. હળદર થોડીવાર પછી નીચે બેસી જાય છે તેથી પીતા પહેલા સારી રીતે હલાવીને પીવો. આ મિશ્રણને સવારે ખાલી પેટ પીવો. તેને પીવાના 1 કલાક સુધી કશુ ન ખાશો. તેનાથી મળનારા ફાયદા આ પ્રકારના છે. 
 
1. શરીરમાં ભલે કેટલો પણ સોજો કેમ ન હોય... આ હળદરવાળુ પાણી પીવાથી તે સોજો ઉતરી જાય છે. 
2. હળદરવાળુ પાણી પીવાથી પાચન ઠીક રહે છે અને પાચન ઠીક રહેવાથી શરીરમાં વધારાની ચરબી જમા થતી નથી. તેથી વજન હોય તો ઉતરી જાય છે 
3. હળદર મગજ માટે ખૂબ સારી હોય છે. ભૂલવાની બીમારી જેવી કે ડિમેંશિયા અને અલ્જાઈમરને પણ તેના નિયમિત સેવનથી ઓછુ કરી શકાય છે.  
4. તેને પીવાથી લોહી સાફ થાય છે. જેનાથી ત્વચા સંબંધી બધી પરેશાનીઓ ખતમ થઈ જાય છે. 
5. તેને સતત પીતા રહેવાથી કોલેસ્ટ્રોલ ઠીક રહે છે. જેનાથી દિલ સંબંધી બીમારીઓ થતી નથી. 
6. ગરમ પાણીમાં લીંબૂ, હળદર પાવડર અને મધ મિક્સ કરીને પીવાથી આ શરીરની ગંદકીને યૂરીનના રસ્તે બહાર કાઢે છે. જેનાથી વૃદ્ધાવસ્થા દૂર રહે છે. 
 
જરૂરી ટિપ્સ - જો તમે આ પાણી પીવુ શરૂ કરી રહ્યા છો તો તમે એ પણ ધ્યાન રાખો કે હળદર ગરમ હોય છે. ક્યાય આ તમને ગરમી ન ચઢાવી દે. તેથી તમે તેને લેતી વખતે સાવધાની રાખો.