સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By

જાણો ડાયેટિંગ વગર વજન કેવી રીતે ઘટાડશો

હસવુ - રોજ 10 મિનિટ સુધી જોરજોરથી હસવાથી તમે લગભગ 50 કિલો કૈલોરી ઉર્જા ખર્ચ કરી શકો છો. એટલુ જ નહી આ ઉપરાંત હસવાથી આપણા શરીરની રોગ પ્રતિરોધી ક્ષમતા અને રક્તપ્રવાહ પણ સારી રહે છે. રિસર્ચકર્તાનુ માનીએ તો એક વયસ્ક દિવસમાં 8 વાર હસે છે જ્યારે બાળકો લગભગ 300 વાર સુધી હસે છે. 
 
ઘરેલુ કામકાજમાં વધારો - હાથઘરની સફાઈ માટે વૈક્યૂમ ક્લીનર ચલાવવુ હોય સફાઈ કરવી હોય કે ચાદરો બદલવી હોય આ બધા કામોમાં પર્યાપ્ત ઉર્જા ખર્ચ થાય છે. તો પછી હળવુ શરીર મેળવવા માટે થોડી મહેનત કરો.  
 
મસાલેદાર ખોરાક - મસાલેદાર ખોરાકથી શરીરનુ મેટાબૉલિજ્મ ઝડપી થાય છે. મરચુ અને તજ રક્તમાં શુગરના સ્તરને પણ ઓછુ કરે છે.  જો રોજ લગભગ એક ગ્રામ તજ ખાઈ જાવ તો ચરબી બર્ન થવી નક્કી છે. 
 
કિસિંગ - કિસ કરવુ ફક્ત પ્રેમનો એકરાર જ નથી તેનાથી સ્વાસ્થ્યને પણ ફાયદો થાય છે. એક મિનિટના ચુંબનમાં લગભગ 20 કિલો કૈલોરી ઉર્જા ખર્ચ થાય છે. આ ઉપરાત કિસિંગ દરમિયાન ચેહરાની માંસપેશિયોની પણ કસરત થાય છે. જેનાથી કરચલીઓ દૂર રહે છે. 
 
ડરાવનારી ફિલ્મો જોવી - ઈગ્લેંડની વેસ્ટમિંસ્ટર યૂનિવર્સિટીના રિસર્ચરો મુજબ હૉરર ફિલ્મ જોતી વખતે એક વ્યક્તિ લગભગ 133 કિલ કૈલોરી વસા બર્ન કરે છે. જેનુ કારણ એ છે કે જ્યારે આપણેને કોઈ ભયભીત દ્રશ્યથી ગભરાઈ જઈએ છીએ તો એડ્રીનેલિન હાર્મોન સ્ત્રાવિત થાય છે જેનાથી દિલની ધડકનો ડબલ થઈ જાય છે. 
 
યૌન સંબંધ -  ચરબી બર્ન કરવાનો સૌથી કારગર ઉપાય છે યૌન સંબંધ.  યૌન સંબંધ સમયે 30 મિનિટમાં લગભગ 80થી 350 કિલો કૈલોરી સુધી ઉર્જા ખર્ચ થાય છે. 
 
બ્લિક ટ્રાંસપોર્ટનો ઉપયોગ - ઘરમાં એયરકંડીશનરની ઠંડકમાં બેસવુ અને પછી કારમાં પણ ઠંડકમાં બેસવુ, આવામાં ચરબી કેવી રીતે બર્ન થશે ?  બસ કે ટ્રેન પકડવા માટે ભાગવામાં આપણે ઘણી ઉર્જા ખર્ચ કરી શકીએ છીએ.  પબ્લિક ટ્રાંસપોર્ટમાં મુસાફરી કરવા દરમિયાન આપણે ગીર્દીમાં ખૂબ મહેનત કરવી પડે છે. જો તમે ઓફિસ આવવા જવામાં બસમાં બે કલાક ખર્ચ કરો છો તો આ 30 મીલ સાઈકલ ચલાવવા જેવુ છે.