સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Modified: સોમવાર, 10 એપ્રિલ 2017 (11:18 IST)

સત્તૂ છે ગરમીનો હેલ્થ ટોનિક - સાંધાના દુ:ખાવામાં પણ આપે છે રાહત

ગરમીમાં સત્તૂનો ઉપયોગ વધુથી વધુ કરવો જોઈએ. તેને હેલ્થ ડ્રિંકના રૂપમાં સવારમાં એક ગ્લાસ પાણીમાં નાખીને લેવાથી ગરમીથીબચાવ થઈ જાય છે.  સવારનો એક ગ્લાસ સત્તુ દિવસભર પેટ સંબંધી વિકાર ઉત્પન્ન નહી થવા દે.  આ સાથે જ આ જાડાપણામાં પણ ખૂબ લાભકારી છે. ગરમીમા તેનુ સેવન કરવાથી લૂ લાગવાનો ભય ઓછી થઈ જાય છે. આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ સત્તૂના કેટલાક ફાયદા વિશે.. 
 
જાણો સત્તૂના ફાયદા.. 
 
- સત્તૂ પીવાથી આ શરીરને દિવસભર ઠંડુ રાખે છે. શરીરના તાપમાનને કંટ્રોલમાં રાખે છે. 
- તેમા જોવા મળનારા ફાઈબરને કારણે પેટ અને લીવરની સમસ્યાથી પણ મુક્તિ મળી જાય છે. ગેસની સમસ્યા પણ થતી નથી. 
- તાપમાં પરસેવો વધુ નીકળી ગયો છે અને નબળાઈ લાગવા માંડે તો સત્તૂનુ સેવન કરો. આ તરત જ એનર્જી આપે છે. 
- પ્રોટીનની માત્રા વધુ હોવાને કારણે આ માંસપેશીયોને મજબૂત રાખે છે. 
- તેમા કેલ્શિયમ હોવાને કારણે સાંધાનો દુખાવામાં પણ રાહત  મળે છે. 
- સત્તૂ પીધા પછી ભૂખ ઓછી લાગે છે. તેમા શરીરની વધારાની ચરબી ઓછી થઈ જાય છે અને જાડાપણુ પણ ઘટે છે. 
- આ બ્લડપ્રેશરને કંટ્રોલ કરવામાં સૌથી વધુ મદદરૂપ સાબિત થાય છે. તેનાથી ડાયાબિટીસનુ સ્તર પણ કંટ્રોલમાં રહે છે.