ગુરુવાર, 21 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By

Sinus એક સ્વાસ્થ્ય સમસ્યા - અપનાવો ઘરેલું ઉપચાર

P.R
સાઇનસ એક સ્વાસ્થ્ય સમસ્યા છે જેનાથી સંપૂર્ણપણે સાજા નથી થઇ શકાતું. અલબત, તમે કેટલીક સાવચેતી દાખવીને અને ઘરે જ યોગ્ય ઉપચાર કરીને તેના લક્ષણોથી રાહત મેળવી શકો છો. અહીં સાયનસના ઇલાજ માટે કેટલાંક પ્રભાવી ઘરેલું ઉપચાર જણાવી રહ્યાં છીએ...

- શ્વાસ સંબંધી સમસ્યાઓથી આરામ મેળવવા માટે થોડા કાળા જીરાના બીજ લો અને તેને એક પાતળા કપડામાં બાંધો. તુરંત રાહત મેળવવા માટે તેનો ઉપયોગ શ્વાસ લેવા માટે કરો.

- આ સિવાય, તમે ગરમ પાણીમાં નિલગિરીના તેલના થોડી ટીપાં મિક્સ કરી શકો છો અને સાઇનસના લક્ષણોમાંથી રાહત મેળવવા માટે તેની સ્ટીમ લઇ શકો છો.

- વહેતું નાક રોકવા માટે તમારા નાક અને આંખોની ચારે તરફ ઓલિવ ઓઇલ લગાવો.

- ડુંગળી અને લસણની જેમ તીખા ખાદ્ય પદાર્થો સાઇનસના ઇલાજમાં વધુ ફાયદાકારક સાબિત થાય છે. તમે આ ખાદ્ય પદાર્થોનો નાનકડો ભાગ લઇને આ પ્રયોગ શરૂ કરી શકો છો અને તેને ધીમે-ધીમે વધારી શકો છો. તમે તમારા નિયમિત ભોજનમાં આ ખાદ્ય પદાર્થોનો જથ્થો સામેલ કરી શકો છો.

- ગાજરના રસમાં મહાન ચિકિત્સા ગુણો સામેલ છે જે સાઇનસના ઇલાજમાં બહુ ફાયદાકારક છે. તમે એક ગ્લાસ ગાજરનો રસ અલગથી કે બીટ, કાકડી કે પાલકનો રસ સાથે લઇ શકો છો. તે સાઇનસના લક્ષણોના ઉપચારમાં મદદ