ટ્રાય ધીસ : આટલા ઘરેલુ ઉપાયો અજમાવી જુઓવાળની ચમક વધારવા - વાળની ચમક વધારવા માટે એક ચમચી વિનેગરને વાળ પર લગાવો. ત્યારબાદ વાળને સારી રીતે ધોઈ નાખો. આવુ કરવાથી વાળની ચમક વધશે.

લીંબુનો રસ કાઢવા : લીબુમાંથી વધુમાં વધુ રસ કાઢવો હોય તો લીંબુને એક કલાક માટે ગરમ પાણીમાં પલાળી રાખો ત્યારબાદ લીંબુનો રસ કાઢો

ત્વચા થશે સાફ - ત્વચા પરથી ધૂળ-માટી સાફ કરવા કાચા દૂધમાં રૂનુ પુમડું બોળીને તેને ચહેરા પર લગાવો, આવુ કરવાથી ત્વચા સાફ થશે. દૂધ ક્લીંઝરનુ કામ કરે છે.

વાળનો ખોડો દૂર કરવા - રોજ રાતે વાળના મૂળમાં સરસવના તેલથી માલિશ કરવી. સવારે શિકાકાઈ પાણીમાં ઉકાળી તે પાણીથી વાળ ધોવા. આવુ કરવાથી તમારા વાળમાં રહેલો ખોડો દૂર થઈ જશે


આ પણ વાંચો :