સોમવાર, 22 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By

Kitchen Hacks: કેળા જલ્દી ખરાબ નહી થાય, જાણો એક અઠવાડિયા સુધી કેળા ફ્રેશ રાખવાની ટ્રિક્સ

How To Keep Banana Fresh For Long: જ્યારે પણ આપણે બજારથી કેળા ખરીદીને લાવીએ છે તો સૌથી મોટી ટેંશન એ વાતની હોય છે કે તેને લાંબા સમય સુધી ફ્રેશ કેવી રીતે રાખવા, નહી તો તે ખરાબ થઈ જશે અને ખાવા લાયક નહી રહે. પણ હવે ગભરાવવાની જરૂર નથી, અમે તમારી આ ટેંશન દૂર કરી રહ્યા છીએ. 
 
આપણામાંથી કદાચ જ કોઈ માણસ એવુ હશે કે જેના ઘરમાં કેળા ન ખવાતા હોય. આ એક ખૂબ સસ્તુ  અને કોમન ફ્રૂટ હોવાની સાથે-સાથે આરોગ્ય માટે ફાયદાકારી પણ છે. પણ તેને ખરાબ થવાથી  કેવી રીતે બચાવીએ, આ એક મોટી ચિંતા છે. તો આવો અમે તમને જણાવી રહ્યા છીએ એવી ટ્રીક જેનાથી કેળા લગભગ  એક અઠવાડિયા સુધી ફ્રેશ રહેશે. 
 
કેળાને સડવાથી બચાવવા માટે તમે બજારથી તેનુ  હેંગર ખરીદી લાવો અને તેના પર કેળાને લટકાવો. આ રીતે મુકવાથી તમે કેળાને ઘણા દિવસો પછી પણ ખાઈ શકશો. 
 
સામાન્ય રીતે આપણે  ખાવા-પીવાની વસ્તુઓને ફ્રેશ રાખવા માટે ફ્રીજનો ઉપયોગ કરીએ છે પણ કેળાની બાબતમાં આવુ નથી પણ તેને નાર્મલ રૂમ ટેમ્પ્રેચર પર મુકવા. 
 
વેક્સ પેપરનો ઉપયોગ અમે હમેશા સ્કિનની વેક્સીંગ માટે કરીએ છે પણ આ કાગળનો ઉપયોગ આપણે  કેળાને ફ્રેશ રાખવા માટે પણ કરી શકીએ છે. તે  માટે કેળાને વેક્સ પેપર પર લપેટીને કે ઢાંકીને મુકી દો. 
 
કેળાને લાંબા સમયથી સડવાથી બચાવવા છે  તો તેના ઠૂંઠાને પ્લાસ્ટીક કે સેલો ટેપથી લપેટી દો. તેનાથી તમારા કેળા ઘણા સમય સુધી ફ્રેશ રહી શકશે. 
 
વિટામિન સી ટેબલેટ કેળાને ફ્રેશ રાખવાનો એક શાનદાર અને સાઈંટીફિક ઉપાય છે. તેના માટે ટેબલેટને પાણીમાં મિક્સ કરી દો. પછી તેમાં કેળ પલાળીને મુકવા.