રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: શુક્રવાર, 26 મે 2023 (08:18 IST)

Rava dhokla breakfast recipe - ઇન્સ્ટન્ટ રવા ઢોકળા

rava dhokla
ઇન્સ્ટન્ટ રવા ઢોકળા બનાવવા માટે ; 2 વાડકી રવો, ચપટી સોડા, 1 ટે.સ્પૂન આદુ લસણ અને લીલા મરચાનુ પેસ્ટ, 2 ટી.સ્પૂન લીંબૂનો રસ, તેલ (ગરમ કરેલુ) મીઠું સ્વાદમુજબ, 1 ટે.સ્પૂન ઈનો, 1/4 ટી. સ્પૂન રાઈ, કઢી લીમડો, લીલા ધાણા. 
 
બનાવવાની રીત : રવાને ચપટી સોડા નાખીને પાણીમાં અડધો કલાક પલાળી મૂકો. પછી તેમાં આદુ-મરચા-લસણનું પેસ્ટ નાખો. લીંબૂનો રસ, 3 ટી.સ્પૂન ગરમ તેલ નાખીને ખૂબ ફેંટો.
rava dhokla
ઈનો નાખો અને ગ્રીસ પ્લાસ્ટિક ડિશમાં નાખીને 5 મિનિટ માઈક્રો કરો. અથવા એક થાળીમાં તેલ લગાવી તેમાં રવાનુ ખીરું પાથરી એક ઉકળતા પાણીના તપેલા પર મુકો. દસ-પંદર મિનિટ પછી ઉતારી લો અને કાપા પાડી ઠંડુ થવા દો.
 
વઘાર માટે - 1 ટે. સ્પૂન તેલમાં રાઈ, કઢી લીમડો નાખીને તતડાવો, હવે વઘારમાં ઢોકળા નાખી ધાણાથી સજાવો.