શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: સોમવાર, 8 મે 2023 (18:15 IST)

આ રીતે બનાવો પંજાબી દમ આલુ, ખાતા જ દરેક બોલી ઉઠશે શુ ટેસ્ટ છે

punjabi dum aloo recipe
પંજાબ એક એવુ રાજ્ય છે જે પોતાના ખાનપાન માટે ખૂબ જાણીતુ છે. અહીના ખાવાનો ટેસ્ટ લોકોનુ દિલ જીતી લે છે. આજે અમે તમારી માટે લઈને આવ્યા છે સ્પેશલ ગ્રેવી સાથે તૈયાર થનારા પંજાબી સ્ટાઈલ દમ આલૂની રેસીપી. 
સામગ્રી - તેલ 6 મોટા ચમચી, હળદર પાવડર - 1/2 નાની ચમચી, મીઠુ સ્વાદ મુજબ 
ધાણા જીરુ  - 1/2  ટીસ્પૂન
ગરમ મસાલો - 1 ચમચી
લસન - 5 કળીઓ
આદુ - 1 ઇંચ
ડુંગળી - 4
ટામેટા - 4
બટાકા - 5
 
બનાવવાની રીત - સૌ પહેલા ગેસ પર કડાહી મુકો અને તેમા તેલ નાખીને 5-6 બટાકા ફ્રાય કરો. 
 - પછી એ જ કડાહીમાં મોટી સમારેલી ડુંગળી, ટામેટા, આદુ-લસણ અને લીલા મરચા નાખીને 5 થી 10 મિનિટ પકવો.  
- આ મિશ્રણને એક મિક્સર જારમા નાખીને પેસ્ટ તૈયાર કરી લો. 
 - હવે કઢાઈમાં તેલ નાખો અને પછી તેમા બધુ પેસ્ટ નાખો. 
- ત્યારબાદ તેમા સ્વાદ મુજબ મીઠુ, હળદર, ધાણા અને ગરમ મસાલો નાખીને 20 મિનિટ સુધી પકવીને છોડી દો. 
- પછી તેમા 2 ગ્લાસ પાણી મિક્સ કરો અને બટાકાને ફ્રાય કરો. 
- હવે તેમ 15-20 મિનિટ સુધી ધીમા તાપ પર બફાવા દો.  જેથી બટાકા બફાય જાય 
- પછી તેમા 2 ગ્લાસ પાણી મિક્સ કરીને બટાકા સીઝવા દો 
- હવે તેને 15-20 મિનિટ સુધી ધીમા તાપ પર થવા દો.  
 
તૈયાર ગ્રેવીને લીલા ધાણાથી સજાવીને પરાઠા સાથે સર્વ કરો.