શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Modified: બુધવાર, 23 નવેમ્બર 2022 (15:43 IST)

Shoes Smell: શું તમારા જૂતાથી પણ આવે છે દુર્ગંધ, આ સરળ રીતે મળશે છુટકારો

Shoe Cleaning Tips: ઘણા લોકોના જૂતાથી દુર્ગંધ આવવાની સમસ્યા હોય છે જેના કારણે તેમણે શરમ અકળામણનો સામનો કરવો પડે. જો તમારી સાથે પણ આ  આવું થાય છે, તો અમે તમને કેટલીક ટિપ્સ જણાવી રહ્યા છીએ, જેને અનુસરીને તમે જૂતાની દુર્ગંધ દૂર કરી શકો છો.
 
Smelly Shoes Home Remedy: પગમાં પરસેવા આવ્યા પછી ઘણાના પગ અને જૂતાથી દુર્ગંધ આવવા લાગે છે જે સામાન્ય વાત છે પણ તેના કારણે ઘણી વાર લોકોને શરમનો સામનો કરવો પડે છે . જો તમારી સાથે પણ આ  આવું થાય છે, તો અમે તમને કેટલીક ટિપ્સ જણાવી રહ્યા છીએ, જેને અનુસરીને તમે જૂતાની દુર્ગંધ દૂર કરી શકો છો.
 
પગ અને જૂતાથી શા માટે આવે છે દુર્ગંધ 
લાંબા સમય સુધી જૂતા  (Shoes) પહેરવાના કારણે પગમાં પરસેવુ થાય છે અને આ કારણે જૂતા અને મોજામાં સતત નમી બની રહે છે. લાંબા સમય સુધી ભેજ બની રહેવાના કારણે પગ, મોજા અને જૂતામાં બેકટીરિયા પેદા થઈ જાય છે અને આ કારણે દુર્ગંધ આવવા લાગે છે. તો ચાલો જાણીએ કેવી રીતે આ દુર્ગંધથી છુટકારો મેળવી શકીએ છે. 
 
પરસેવા શોષતા મોજા પહેરવા 
જૂતા અને પગની દુર્ગંધના પાછળ સૌથી મોટુ કારણ પરસેવુ છે તેને ઓછુ કરવા માટે પરસેવા શોષી લેતા મોજા પહેરવા બેસ્ટ ઑપ્શન છે. તેનાથી પરસેવાતો થશે પણ પગમાં લાંબા સમય સુધી ભેજ નહી રહેશે. માર્કેટમાં સરળતાથી પરસેવા શોષક મોજાં (Towel Socks) મળી જશે.
 
જૂતા અને ઈનસોલને નિયમિત રૂપથી ધોવુ 
જૂતાથી દુર્ગંધની સમસ્યા બેકટીરિયાના કારણે હોય છે. તેનાથી બચવા માટે જૂતા અને ઈનસોલને નિયમિત રૂપથી ધોવુ જોઈએ. તે સિવાય તેણે ધોયા પછી સારી રીતે સુકાવવુ પણ જરૂરી છે નહી તો ધોયા પછી પણ ભેજ રહેશે અને ફરીથી બેક્ટીરિયા પેદા થઈ જશે. 
 
વૉશેબલ ઈનસોલનો ઉપયોગ કરવું 
જૂતાને દર અઠવાડિયે ધોવુ પૉસિબલ નથી તેથી જૂતામાં વૉશેબલ ઈનસોલ એટલે કે જૂતાની અંદરવાળો સોલનો ઉપયોગ કરવું. વોશેબલ ઈનસોલને 4-5 વાર પહેરર્યા પછી ધોવું. તેનાથી જૂતાની દુર્ગંધ દૂર થશે અને જૂતા ફ્રેશ બન્યા રહેશે. 
 
ડિયોડ્રેંટ કરી શકે છે ઉપયોગ 
પગ અને જૂતાની દુર્ગંધ ભેજથી પેદા થતા બેકટીરિયાના કારણે આવે છે. તેથી પગને સૂકા રાખવાની કોશિશ કરવી. કારણ કે પગ સૂકા રહેશે તો બેકટીરિયા નહી થશે દુર્ગંધ નહી 
Edited By-Monica Sahu 
 
આવશે. જો તે પછી પણ દુર્ગંધ આવે છે તો પગમાં ડિયોડ્રેંટનો ઉપયોગ કરી શકો છો. જે બેકટીરિયા થવાથી રોકશે.