1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Updated : સોમવાર, 9 ઑક્ટોબર 2023 (13:25 IST)

Home tips- વપરાયેલી ચાની પત્તીને ફેંકશો નહી આ રીતે ઘરમાં વાપરવો

Used Tea Leaves: ચાપત્તી વાપર્યા પછી તેને ફેંકી નાખીએ છે પણ તમને જણાવી દીએ કે આ વાપરેલી પત્તીના ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે. ચાપત્તીમાં એંટીઓક્સીડેંટ ગુણ હોય છે.તેથી તેને ફેંકવું નહી પણ જુદા-જુદા કામમાં વાપરી લો. 
 
1. અરીસાની સફાઈ 
એને પાણીમાં ઉકાળી ઠંડા કરીને ગાળી લો અને આ પાણીને સ્પ્રે બોટલમાં નાખી અરીસાની સફાઈ કરવી તેનાથી અરીસામાં ચમક આવશે. 
 
2. પગની દુર્ગંધ કરીએ દૂર 
ચાપત્તીને પાણીમાં ઉકાળી હૂંફાણા થયા પછી 10 મિનિટ  સુધી પગને ડુબાડી રાખો પગની દુર્ગંધ દૂર થશે. 
 
3. ફર્નીચર 
ચાપત્તીનું એક ફાયદો આ છે કે તમે તેનાથી લાકડીથી બનેલી વસ્તુઓને ચમકદાર બનાવા માટે ઉપયોગ કરી શકો છો. 
 
4. વાસણને કરો સાફ 
વાસણને સાફ કરવા માટે વધેલી ચાપત્તીનો ઉપયોગ કરો. તેનાથી વાસણમાં ચમક આવશે. 
 
5. છોડમાં ખાતર 
છોડને સમય-સમય પર ખાતરની જરૂર હોય છે. તેથી વધેલી ચાપત્તીને કુંડામાં નાખી દો. તેનાથી છોડ સ્વસ્થ રહેશે અને જલ્દી વધશે. 
 
6. દાંતનો દુખાવા 
જો દાંતમાં દુખાવ હોય તો ટી-બેગ્સને પાણીમાં ડુબાડી નિચોવી લો અને દાંત પર પાંચ મિનિટ માટે રાખો.