વરસાદની ઋતુમાં ઘરની દિવાલ, અગાશીની કિનાર, રસોડુ કે પછી બાથરૂમમાં ભેજ અને ફંગસ જોવા મળે છે. ભેજને કારણે ઘરમાંથી વાસ આવવા માંડે છે અને તેનાથી બીમારીઓ ફેલાવવાનો ભય પણ રહે છે. તેનાથી ઘરની સુંદરતા ખરાબ થવાની સાથે પરિવારના આરોગ્યને પણ નુકશાન થાય છે. આ પરેશાનીને દૂર કરવી સહેલુ કામ નથી પણ કેટલીક રીત અજમાવીને તમે આ ઝંઝટમાંથી મુક્તિ મેળવી શકો છો. ચાલો જાણીએ વરસાદની ઋતુમાં ઘરને ભેજ અને ફંગસથી બચાવવાની કેટલીક ટિપ્સ
ઘરને ભેજ અને ફંગસથી બચાવવાની ટિપ્સ
1. કોઈપણ પ્રકારની પાણીની લીકેજને ઠીક કરાવી લો. મૈટલની બારીઓ અને દરવાજાને કાટ લાગવાથી બચાવવા માટે તેના પર પૈટ કરાવો.
2. બારી અને તિજોરીના શેલ્ફ્સ પર પેપર પાથરીને સામાન મુકો. આવુ કરવાથી ભેજ એ વસ્તુઓ સુધી નહી પહોંચે.
3. રૂમમાં કાર્પેટ ન પાથરશો. તેને કોઈ પ્લાસ્ટિક શીટમાં રોલ કરીને એક બાજુ મુકી દો.
4. લાકડીનુ ફર્નીચર હોય કે ઘરના બારી-દરવાજા, વરસાદને કારણે ફૂલી જ જાય છે. આનાથી તેમને ખોલવા-બંધ કરવા પણ મુશ્કેલ થઈ જાય છે. તેનાથી બચવા માટે તેના પર વેક્સ પોલિશ કરાવો.
5. ચોમાસામાં માખીઓથી છુટકારો મેળવવા માટે પાણીમાં સફરજનનુ સિરકા મિક્સ કરીને જમીન પર પોતુ લગાવો.
6. સૂતા પહેલા બાથરૂમ અને ટૉયલેટના ખૂણામાં બ્લીચિંગ પાવડરનો છંટકાવ કરો. તેનાથી ભેજની વાસ અને ફંગસ સવાર સુધી દૂર થઈ જશે.
7. બધા હોમ અપ્લાયંસિઝની સફાઈ કરીને તેમને હંમેશા અનપ્લગ રાખો. ઉઘાડા પગે ક્યારેય તેમને ચાલુ ન કરો. આ ઉપરાંત ચોમાસામાં તેમને વોટર પ્રૂફ કવરથી ઢાંકી રાખો અને કપાયેલી વાયરને પણ રિપેયર કરાવી લો.
8. લેધરની વસ્તુઓને ચોમાસા પહેલા જ પૈક કરીને મુકી દો. તિજોરી, કબાટ, પેટી કે સૂટકેસમાં ફિનાઈલ અને કપૂરની ગોળીઓ મુકી દો.
9. જ્યારે પણ તડકો નીકળે, ગાદી, ચાદર, ઓશિકા અને કુશનને તાપમાં મુકી દો. તેનાથી ભેજની દુર્ગંધ દૂર થઈ જશે.
10. ખાંડ અને મીઠાને ગ્લાસ-જારમાં મુકો. કુકીઝ, ફરસાણ, ચિપ્સ વગેરે બ્લોટિંગ પેપરમાં લપેટીને કંટેનરમાં મુકો.
11. શાકભાજીને ધોઈને જિપ-લૉક પાઉચમાં નાખીને જ ફ્રિજમાં સ્ટોર કરો. આવુ કરવાથી તે વસરાદની ઋતુમાં પણ ફ્રેશ રહેશે.
12. ઘઉં, ચોખા અને દાળને ડબ્બામાં એક કપડાની પોટલીમાં સૂકા લીમડાના પાન અને કપૂર નાખીને ઢાંકીને સારી રેતે બંધ કરો. આવુ કરવાથી તેમા જીવાત નહી પડે.