સુંદર શિલ્પા સાથે મુલાકાત
કદી પોતાના કદ તો કદી પોતાના અવાજ માટે ફિલ્મ ઈંડસ્ટ્રીની એક સામાન્ય અભિનેત્રીના રૂપમાં ઓળખાતી હતી શિલ્પા. પરંતુ રિયાલીટી શો બિગ બ્રધરમાં ભાગ લીધેલ શિલ્પાના નસીબે અચાનક વળાંક લીધો અને તે રાતો રાત પ્રસિધ્ધ થઈ ગઈ. આવો આજે અમને તમને મળાવીએ છીએ બિગ બોસ દ્વારા ફરીથી ચર્ચામાં આવેલી એક સુંદર અભિનેત્રી શિલ્પા શેટ્ટી સાથે વાતચીતના થોડા અંશ - તમે હંમેશા કૉંટ્રીવર્સીસ સાથે સંકળાયેલી રહો છો આવુ કેમ ? આ તો બધી મીડિયાવાળાઓની મહેરબાની છે. જ્યારે કશુ ન હોય તેવા સમયે પણ તમે લોકો વિવાદ ઉભો કરી દો છો. આમ તો આ બધી વસ્તુઓ શો શરૂ કરતી સમયે નથી વિચારવામાં આવતી પરંતુ આ રિયાલીટી શો હોવાને કારણે આ અંગે ઘણી ચર્ચા થઈ છે. કેટલીક ચર્ચાઓ તેમણે કરી જે આ શો માં જોડાવવા માંગતા હતા, અને ફાયદો ઉઠાવવા માંગતા હતા અને થોડી ઘણી વાતો તમે લોકોએ કરી છે. મોનિકા બેદી અને રાહુલ મહાજનનુ બિગ બોસમાં આવવા પાછળ કારણ શુ હતુ ? મોનિકાને જોવા માટે લોકોમાં ઘણો ઉત્સાહ હતો, અને છેવટે તેને ઘરની અંદર મોકલવાનો નિર્ણય તો ચેનલવાળાઓનો જ હતો. આમ પણ મોનિકા અને રાહુલ અગાઉથી જ ચર્ચામાં હતા. તેમને માટે આ એક સારો પ્લેટફોર્મ છે લોકો સાથે પરિચિત થવા માટે. તેથી મને લાગે છે કે આ બંને માટે આ શો ખૂબ જ ફાયદાકારક રહ્યો છે. અહીં સુધી કે મારે માટે પણ મોનિકાની બીજી બાજુથી પરિચિત થવુ ઘણુ જ રોમાંચક હતુ. તમે ફિલ્મોથી દૂર થઈ રહ્યા છો, આનુ શુ કારણ છે ? એવુ તમને લાગી રહ્યુ છે. મને નથી લાગતુ કે હું ફિલ્મોથી દૂર થઈ અહી છુ. પણ હા, 'મેટ્રો' અને 'અપને' પછી હું ફિલ્મોમાં જોવા ન મળી કારણ કે હું યૂકે માં મ્યુઝિકલ કરી રહી હતી. જેનાથી વચ્ચે અંતર આવી ગયુ. હવે તમે મને આવતા વર્ષે ફેબ્રુઆરીમાં મારી હોમ પ્રોડક્શનની ફિલ્મમાં જોશો. આ પહેલા હું 'રૂખસાના'માં મહેમાન કલાકાર રૂપમાં આવીશ. વાત એમ છે કે મેં આઈટમ સોંગ કરવા બંધ કરી દીધા હતા પરંતુ ફેંસની માંગ પર મેં તેમા એક સોંગ કર્યુ છે. આ સિવાય હું સની દેઓલના હોમ પ્રોડક્શનની એક ફિલ્મ કરી રહી છુ. તેથી તમે મની ટૂંક સમયમાં જ ફિલ્મોમાં જોશો. સાંભળ્યુ છે કે તમને મોડેલિંગમાં ખૂબ જ રસ છે ? નહી એવુ કશુ નથી. હા, મેં થોડાક દિવસો માટે ક્લાસેસ પણ કરી હતી. કારણ કે મને દરેક વસ્તુમાં પરફેક્શન પસંદ છે. તેથી હુ વાયોલિન પણ શીખી છુ. આ બધુ એટલુ સરળ નથી પરંતુ પ્રયત્નો ચાલુ છે. તમે યોગ શિખવાની સીડી પણ રજૂ કરી છે, શુ કારણ છે તેની પાછળ ? યોગની સીડી ખૂબ જ સારો બિઝનેસ કરી રહી છે. હું ઈચ્છતી હતી કે યોગના પ્રત્યે લોકોમાં જાગૃતતા આવે અને લોકો આપણા દેશના આ અણમોલ વિજ્ઞાનનું મહત્વ સમજે. આમ તો પહેલા અમે આને આંતરરાષ્ટ્રીય સ્તર પર રજૂ કર્યુ હતુ પરંતુ ભારતમાં સીડી રિલીઝ થયા પછી જોવા મળ્યુ છે કે ઘણા યુવાઓનો યોગ તરફ પસંદગી વધી છે. યોગથી તમને શુ ફાયદા થયા ? આનાથી ઘણા જ ફાયદા થયા. જ્યારે પણ લોકો મારા વખાન કરે છે તો હું કહુ છુ કે આમાં યોગનુ જ યોગદાન છે. મારા યોગ શરૂ કરવાનુ કારણ મારા ગરદનનો દુ:ખાવો હતો. પછી આના ફાયદા જાણ્યા પછી આને થોડુ વ્યવસાયિક રૂપ આપી દીધુ. કોઈ પણ પ્રકારની વિપદા આવે તો બોલીવુડની શુ ભૂમિકા રહે છે ? કોઈ પણ પ્રકારની વિપદા આવે પછી તે પૂર હોય કે બોમ્બ બ્લાસ્ટ કે કારગિલ યુધ્ધ, બોલીવુડ ઈંડસ્ટ્રી ફંડ એકઠુ કરી હંમેશા મદદ માટે તૈયાર રહે છે.