રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2017
Written By
Last Modified: શુક્રવાર, 21 એપ્રિલ 2017 (17:29 IST)

IPL 10 ના સ્ટાર ભુવનેશ્વર કુમાર શ્રદ્ધા કપૂરને સૂમસામ દ્વીપ પર લઈ જવા માંગે છે

ઈંડિયન પ્રીમિયર લીગ મતલબ આઈપીએલ 2017 દરમિયાન સનરાઈઝર્સ હૈદરાબાદના સ્ટાર બોલર ભુવનેશ્વર કુમાર આજકાલ શાનદાર ફોર્મમાં છે અને આ વર્ષના ટૂર્નામેંટમાં શ્રેષ્ઠ બોલિંગ માટે અપાનારી પર્પલ કૈપના હકદારોની લિસ્ટમાં સૌથી આગળ છે. 
 
આઈપીએલ સ્ટાર ભુવનેશ્વર કુમારનો તાજેતરમાં જ એક વીડિયો સામે આવ્યો છે. જેમા તેમને 3 લોકોના નામ પૂછવામાં આવ્યા જેમની સાથે તેઓ કોઈ સુમસામ દ્વીપ પર સમય વિતાવવા માંગશે.... જવાબમાં જે ત્રણ લોકોના નામ તેમને લીધા તેમાથી બે ના નામ સાંભળીને તો નવાઈ ન લાગી કારણ કે ભુવીના કેરિયરને આકાર આપવામાં ટીમ ઈંડિયાના પૂર્વ કોચ રવિ શાસ્ત્રી અને પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીનુ મહત્વપૂર્ણ યોગદાન રહ્યુ છે. પણ ભુવનેશ્વરના મોઢેથી નીકળેલ ત્રીજા નામને બધાને આશ્ચર્યમાં નાખી દીધા.  કારણ કે અત્યાર સુધી કોઈને પણ જાણ નહોતી કે તે બોલીવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરના જોરદાન ફેન છે... 
 
જી હા ઉત્તર પ્રદેશના આ યુવક  ભુવનેશ્વર કુમારે ત્રીજુ નામ શ્રદ્ધા કપૂરનુ જ લીધુ. જેની સાથે તે સુમસામ આઈલેંડ પર એકલો સમય વીતાવવા માંગી રહ્યા હતા.. 
 
ભુવનેશ્વર કુમારે આ સીઝનમાં પણ અગાઉની જેમ પોતાનુ શાનદાર ફોર્મ જાળવી રાખ્યુ છે અને કિંગ્સ ઈલેવન પંજાબ વિરુદ્ધ મેચ માટે પાંચ વિકેટ સહિત અત્યાર સુધી કુલ 15 વિકેટ લઈને પર્પલ કૈપની દોડમાં સૌથી આગળ ચાલી રહ્યા છે. જ્યારે કે આઈપીએલ 2016માં તેમણે જ પર્પલ કૈપ જીતી હતી. 
 
આઈપીએલ 2017માં ભુવનેશ્વર કુમાર શ્રેષ્ઠ બોલરોને અપાનારી પર્પલ કૈપના હકદારોની લિસ્ટમાં સૌથી આગળ છે.