હૈદરાબાદ. ડેક્કન ચાર્જર્સના ફાસ્ટ બોલર રૂદ્રપ્રતાપસિંહે મુંબઈ ઈંડિયંસની વિરુદ્ધ રમતાં ત્રણ વિકેટ લઈને આઈપીએલ ટ્વેંટી-20 ટુનામેંટમાં અત્યાર સુધી સૌથી વધારે 15 વિકેટ લેનાર બોલર બની ગયાં છે.
કોલકાતા રાઇડર્સ ટીમના સુકાની અને ભારતના પૂર્વ સુકાની સૌરવ ગાંગુલીએ શ્રીશાંતને લાફો મારવા બદલ પ્રતિબંઘનો સામનો કરી રહેલા ભારતીય સ્પીનર હરભજન સિંહ(ભજ્જી)ને વિવાદોથી દુર રહેવા અને પોતાની આક્રમકતા પર નિયંત્રણ રાખવાની સલાહ આપી હતી.
મુંબઇ. મુંબઇ ઇંડિયંસે ગઇકાલે મુંબઇ ખાતે રમાયેલી આઇપીએલની મેચમાં એક વર્લ્ડ રેકોર્ડ સ્થાપી કર્યો, કોલકાતાની ટીમને ફકત 67 રનમાં ઓલઆઉટ કરીને ઓછા સમયમાં 8 વિકેટે શાનદાર વિજય મેળવ્યો હતો. ગઇકાલે પણ જયસૂર્યાએ તોફાની બેટીંગ કરીને 48 રન નોંધાવ્યા હતા.
જયપુરમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ બાદ હજારો ડોલરની મોંઘી ઇંડિયન પ્રિમિયર લીંગના વિદેશી ખેલાડીઓ તેમાં પણ ખાસ કરીને રાજસ્થાન રોયલ્સની ટીમના કેપ્ટન શેન વોર્ન, વોટસન અને સ્મિથ સહિતના ખેલાડીઓએ જયપુરમાં આગામી મેચ રમવાનું અને ત્યાં જવાની ના પાડી છે.
મુંબઇ. ધુણી મગનના ઓફ સ્પિનર હરભજન સિંહ પર 5 વન-ડે મેચોનો પ્રતિબંધ આજે બીસીસીઆઇએ લાદયો છે. 27 વર્ષિય હરભજન પર પહેલા જ હાલમાં ચાલી રહેલી આઇપીએલની 11 મેચોનો પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. એટલે આઇપીએલના દરવાજા ભજ્જી માટે બંધ થયા.
કોલકાતા. આઇપીએલની 36મી મેચ કોલકાતા નાઇટ રાઇડર્સ અને દિલ્હી ડેરડેવિલ્સ વચ્ચે ગઇકાલે 13મી મે, મંગળવારે કોલકત્તાના ઈડન ગાર્ડન ખાતે રમાઈ ગયેલ જેમાં કોલકત્તાની ટીમે દિલ્હી પર 23 રને વિજય મેળવ્યો હતો. જેમાં શોએબને મેચ ઓફ ધ મેચ ઘોષિત કરાયો હતો.
ઈંડિયન પ્રીમિયર લીગમાં ક્રિકેટ સ્ટાર્સને ખરીદનારા કરોડપતિ ફ્રેંચાઈજીયોએ હવે કેટલાક ખેલાડી ભાર લાગવા માંડ્યા છે અને તેમણે મફતની સેવા મેળવનારા લોકોને બહાર કાઢવા શરૂ કરી દીધા છે.
સૌથી પહેલા કિંગ્સ ઈલેવન પંજાબની માલકિન પ્રીતિ ઝિંટાએ
આઇપીએલની મોહાલી ખાતે રમાયેલી ટ્વેંટી-20 ટૂર્નામેંટમાં બેંગ્લોર રોયલ ચેલેંજર્સને કિંગ્સ ઈલેવન પંજાબે ખુબ જ આસાનીથી એટલે કે 9 વિકેટથી હરાવી દીધી હતી. બેંગ્લોરની ટીમે પંજાબની ટીમ સામે જીત માટે 144 રનનું લક્ષ્ય રાખ્યુ હતું જે પંજાબની ટીમે આસાનીથી
અમદાવાદ. હરભજનસિંઘ અને શ્રીસંત વચ્ચે બનેલી ઘટનામાં તપાસ માટે બીસીસીઆઇ દ્વારા નિમાયેલ કમિશનર સુધીર નાણાવટીએ જણાવ્યુ હતું કે તેઓ સોમવારના બદલે મંગળવાર એટલે કે આજે પોતાનો રિપોર્ટ બીસીસીઆઇને સુપ્રત કરશે
મુંબઇ. ઈજાગ્રસ્ત સચિન તેંડુલકર અત્યાર સુધીમાં આઈપીએલની એક પણ મેચમાં નહી રમી શક્યા હવે તેઓ ચેન્નઈ સામેની મહત્વની મેચમાં રમે તેવી પુરી શક્યતા છે. આ વાતની પુષ્ટી મુંબઈ ઇંડિયંસના કોચ લાલચંદ રાજપૂતે કરી હતી.
નવી દિલ્હી. બેંગ્લોર રોયલ્સ ચેલેંજર્સના કંગાળ પ્રદર્શનથી નારાજ વિજય માલ્યાના દ્રવિડ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. બીઆરસીના સીઈઓ ચારૂ શર્માને હટાવ્યા બાદ હવે ટીમના માલિક વિજય માલ્યાએ ટીમના કેપ્ટન રાહુલ દ્રવિડ પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો