સોમવાર, 25 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Modified: ગુરુવાર, 29 માર્ચ 2018 (16:46 IST)

માથાનો દુ:ખાવો થાય તો આ રીતે વાપરો એલોવેરા જેલ 10 મિનિટમાં મળશે રાહત

એલોવેરા એક ખૂબ જ ગુણકારી છોડ છે. તેના અનેક ગુણોને કારણે તેને સંજીવની પણ કહે છે. આયુર્વેદમાં શરીરની 200થી વધુ પરેશાનીઓમાં એલોવેરાનો પ્રયોગ કારગર માનવામાં આવ્યો છે. એલોવેરાને ગ્વારપાઠા, ઘૃતકુમારી, કુમારી, ઘી-ગ્વાર વગેરે પણ કહેવાય છે.  બજારમાં મળતા ઢગલો સ્કિન કેયર, હેયર કેયર, પેન કિલર, બામ વગેરેમાં એલોવેરાનો પ્રયોગ કરવામાં આવે છે. શરીરને બીમારીઓથી દૂર રાખવા માટે પણ લોકો એલોવેરા જ્યુસ પીવે છે. પણ શુ આપ જાણો છો કે એલોવેરા જેલના પ્રયોગથી માથાના દુખાવામાં પણ રાહત મેળવી શકાય છે. 
 
માથાના દુખાવા માટે એલોવેરા પ્રયોગ 
 
એલોવેરામાં ઢગલો એંટીઑક્સિડેટ્સ અને મિનરલ્સ હોય છે. તેમા રહેલ અનેક તત્વ દુખાવો અને સોજાને દૂર કરવામાં મદદરૂપ છે. માથાના દુખાવામાં એલોવેરા જેલનો પ્રયોગ કરવાથી રાહત મળે છે.  કારણ કે તેમા એંટી-ઈંફ્લામેટ્રી અને પેન રિલીવિંગ ગુણ હોય છે.  એલોવેરા માંસપેશીયોની જકડનને ઓછી કરે છે અને નસને રિલેક્સ કરે છે.  રોજ 5 મિલીગ્રામ એલોવેરા જ્યુસનુ સેવન કરવાથી તનાવ દુ:ખાવો અને ઈંફેક્શનની સમસ્યા દૂર થાય છે. 
 
કેવી રીતે કરશો પ્રયોગ 
 
માથાના દુખાવાની સમસ્યા તરત ઠીક કરવા માટે સૌ પહેલા એક વાડકીમાં ચાર ચપટી હળદર લો અને તેમા અડધી ચમચી એલોવેરા જેલ અને બે ટીપાં લવિંગના તેલના મિક્સ કરો. હવે તેને સારી રીતે મિક્સ કરો અને માથા પર લગાવો. લગાવવાના 10-15 મિનિટમાં જ તમારો માથાનો દુખાવો ગાયબ થઈ જશે. કારણ કે એલોવેરા જેલ માથાને ઠંડક પહોંચાડે છે અને માંસપેશીયોને રિલેક્સ થવામાં મદદ કરે છે. આ ઉપરાંત તમે ચાહો તો તમારા ડેલી બામમાં પણ એલોવેરા જેલ મિક્સ કરીને વાપરી શકો છો.