બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2014
Written By
Last Updated : શુક્રવાર, 1 ઑગસ્ટ 2014 (10:31 IST)

જ્યોતિષ 2014 - જાણો કેવો રહેશે ઓગસ્ટ મહિનો તમારા માટે

મેષ -  આ મહિનો તમારે માટે શુભ ફળદાયક રહેવાની શક્યતા છે. આ મહિનાની શરૂઆતમાં તમારામાં ભાવના અને સંવેદના વધુ રહેશે. જ્યારે કે અનેક લોકો તેનો ખોટો ફાયદો ઉઠાવશે અને સમય આવતા તમારાથી નજર ફેરવી લેશે. 
 
વધુ ખર્ચને કારણે બજેટ પ્રભાવિત થઈ શકે છે અને મહત્વપૂર્ણ કામ અટકી શકે છે અને પરિવારમાં તણાવમાં ઉત્પન્ન થઈ શકે છે. છાત્રવર્ગને પણ એકાગ્રતાનો અભાવ રહેશે. 8 અને 9 તારીખ પછી તમારી જુની મુશ્કેલીઓ દૂર થવાની શરૂઆત થવાથી તમારી ગાડી ફરીથી પાટા પર ચઢશે.  
 
ગુરૂના ચોથા ભાવમાં પરિભ્રમણ તમારા ઘરમાં ફર્નીચર સજાવવ અને ધાર્મિક કાર્યોમાં પણ ખર્ચ કરી શકાય છે. મહિનાના બીજા પખવાડિયામાં ઓછી મહેનત પર વધુ ફળ પ્રાપ્ત કરવુ તમારી નિયતમાં રહેશે જો કે કાર્ય વ્યસ્તતા વધારી શકે છે. અઠવાડિયામાં આગળ ચાલીને વિદ્યાર્થી વર્ગના જોશ અને ઉત્સાહમાં વધારો થશે. 
 
વૃષભ - આ મહિનાના તમારા મગજમાં ઉત્તમ અને ક્રાંતિકારી વિચારો આવશે. તમે આનંદપૂર્વક અને રોમાંચક યાત્રાનો આનંદ ઉઠાવશે. વિદેશી વેપાર સાથે જોડાયેલ જાતકોના માટે અનુકુળ સમય છે. વિદેશ જવા માટે ઈચ્છુક જાતકોને પણ અવરોધ દૂર થશે.  
 
બોલ ચાલના વ્યવ્હારમાં સ્પષ્ટતા બનાવવાની કોશિશ કરો. તમે ત્વચા સંબંધિત રોગથી પણ પરેશાન રહેશો. તમે લંબિત પડેલ કાર્યોને ઝડપથી ખતમ કરશો. જેનો લાભ અવનારા સમયમાં થશે. આ સમયમાં તમને પ્રગતિની તક મળશે. આ સમય તમે સફળતાના શિખર પર પહોંચી શકશો. 
 
જ્યારેકે આ સમયમાં વૈચારિક અટકળોની શક્યતાને કારણે ગણેશજી તમને દરેક નિર્ણય લેવામાં ધીરજ એકાગ્રતા અને સંયમ રાખવાની સલાહ આપે છે. અત્યાર સુધી કરેલ કાર્યોના ફળ પણ પ્રાપ્ત થવા લાગશે. મહિનના અંતિમ ચરણમાં વાહન સુખની શક્યતા છે જ્યારે કે આ સમયે રોકાણકારોને કોઈ પણ સટ્ટો વગેરેથી દૂર રહેવુ જોઈએ.  
 
 
મિથુન - મહિનાની શરૂઆતમાં તમારા વ્યવ્હારમાં જુદા જુદા રૂપ જોવા મળશે. એક બાજુ તમે ખૂબ જ ઉત્સાહ અને જોશથી ભરપૂર દેખાશો પણ બીજી બાજુ વધુ કાર્યની શરૂઆત કરતી વખતે ઉત્સાહ સંપૂર્ણ રીતે ઓછો થઈ જશે એવી શક્યતા છે. મહિનાનુ પ્રથમ અઠવાડિયામાં જ સૂર્ય બુધ અને ગુરૂ સાથે યુતિ કરશે. તમારે વ્યક્તિગત પરિવાર સંબંધી નિર્ણયો લેવા પડશે. બચત કરવાની ઈચ્છા થશે.  
 
આપના માટે મહિનાનો પ્રારંભ ઘણો ઉત્તમ છે. ભાગ્યવૃદ્ધિની તકો સામે ચાલીને આવશે. આપ વાણીની મીઠાશથી પોતાના કાર્યો પાર પાડી શકશો. આપની ધારણા પ્રમાણે કામ થતા આત્મવિશ્વાસમાં નોંધપાત્ર વધારો થશે. નોકરિયાતવર્ગે ઓફિસમાં કોઈપણ વ્યક્તિ સાથે ઘર્ષણ ટાળવું. વિદ્યાર્થીવર્ગને નવા મિત્રો બને, નવા અસાઈન્મેન્ટ કે પ્રોજેક્ટ્સમાં કામ કરવાનું થાય. વિજાતિય આકર્ષણમાં વધારો થશે.
 
 
કર્ક - આપે બીજાના ભરોસે રહેવાના બદલે આત્મસૂઝ અને આત્મબળ સાથે આગળ વધવું જ પડશે. મોટા કાર્યો પાર પાડવા માટે ગણેશજી આપને ચોક્કસ સાહસ અને પીઠબળ આપશે. સાથે સાથે આપ ક્યાંય ગુંચવાઈ ન જાવ એટલે તજજ્ઞોની સલાહ પણ લેવી. આપ ફક્ત બે જરૂરિયાતો પૈસા અને પરિવાર માટે જ કામ કરશો. આપની પોતાની યોજનાઓ, આશાઓ સાચા સ્વરૂપમાં સાકાર કરવા માટે ધનનો વ્યય કરશો તેવું લાગે છે. 
 
. આ ઉપરાંત સ્થાવર-જંગમ મિલકતના સરકારી કે કોર્ટ સંબંધિત દસ્તાવેજો કરવામાં પુરી સતર્કતા રાખવી. વાહન પાછળ ખોટો ખર્ચ થવાથી આપનું મન વ્યગ્રતા અનુભવશે. આપ ઉગ્ર બની વાણી સંયમ પણ ગુમાવી શકો છો. મહિનાના અંતમાં પારિવારિક બાબતોમાં આપનું ધ્યાન વધી જશે. તેમની પાછળ ધનખર્ચ પણ કરશો.
 
 
સિંહ -  આ મહિને પ્રારંભિક તબક્કો આપના માટે શુભ ફળદાયી છે. સારી વસ્તુઓની પ્રાપ્તિ, ખરીદી થાય, સારા સમાચારો મળે. સફળતા અને આવક માટેના શુભ સંકેતો કહી શકાય. સંતાનોને લગતા કામ થાય. ધાર્મિક, આધ્યાત્મિક કે માંગલિક કાર્યો માટેનો શુભ સમય છે. કોઈ વડીલવર્ગની મુલાકાતથી આપને ભાવિ આયોજનો ઘડવામાં સરળતા રહેશે અને તેનો લાભ પણ આપને ભવિષ્યમાં ચોક્કસ મળશે. જોકે ખાવા-પીવામાં આપની બેદરકારી ઋતુગત બીમારી નોંતરી શકે છે
 
આપ પોતાના કાર્યોંમાં પોઝિટીવ અભિગમ રાખીને પ્રયત્નો કરશો. વર્તમાન સમય પહેલા મેળવેલી સિદ્ધિઓથી અહંમાં આવીને બેસી રહેવાનો નહીં પરંતુ પોતાની અંદર રહેલા જોમ અને જુસ્સાનો મહત્તમ ઉપયોગ કરીને સિદ્ધિના નવા શિખરો સર કરવાનો છે. વિલંબમાં પડેલા કામમાં હવે ગતિ આવશે. સૌંદર્ય, નાણાકીય વૃદ્ધિ, સુરૂચિપૂર્ણ ભોજન, કિંમતી આભૂષણો અને સુખસુવિધા મેળવવા માટેનો અદભૂત પ્રયાસ આ તબક્કામાં આપ કરશો.
 
કન્યા - વર્તમાન સમયમાં આપને કંઈક નવીન કરવાની તાલાવેલી જાગશે. નવું શોધવું, નવી કાર્યશૈલી અપનાવવી, નવા સ્થળોની મુલાકાત લેવી, સાહસો ખેડવા, નવા લોકો સાથે સંપર્કમાં આવી ભવિષ્યને અનુલક્ષીને સંબંધો સ્થાપવા આવી બધી બાબતો આપના ફોકસમાં રહેશે. વિવિઘ ક્ષેત્રે આ૫ને યશ, કીર્તિ અને લાભ પ્રાપ્‍ત થાય. વિશેષ કરીને સ્‍ત્રીઓ તરફથી લાભ થવાના સંકેત છે. બિઝનેસનો વિસ્‍તાર કરવાના વિચારો તમારા મગજમાં આવશે અને આપ તેને અમલમાં મૂકવા અધીરા થઇ જશો.
 
 આપની વૈચારિક સમૃદ્ધિ વધશે. વિલંબમાં પડેલા કાર્યોમાં હવે ગતિશિલતા આવશે. જોકે બોલવામાં સંયમ રાખવો. ખાવાપીવાની બાબતમાં ખાસ સાચવવાની  સલાહ આપે છે. સાંસારિક બાબતોથી અલગ થઈને આધ્યાત્મિક કે ગૂઢ અને રહસ્યમય બાબતોમાં રસ લેવાનો સમય પણ કહી શકાય. અ૫રિણિતોને યોગ્ય જીવનસાથીની શોધ પૂર્ણ થાય
 
 



તુલા -  વ્યવસાયિક બાબતે જોઈએ તો ભાગીદારીમાં કામ કરતા જાતકો ધંધાના વિસ્તરણ અથવા વૃદ્ધિ માટે ભાગીદાર સાથે ગંભીરતાપૂર્વક ચર્ચા કરી શકે છે. સુરૂચિપૂર્ણ ભોજન લેવાનું, નવાં વસ્‍ત્રો ૫રિધાન ખરીદવાનું બને. વિજાતિય પાત્ર પ્રત્યે આપને પ્રેમ, સંવેદના અને આકર્ષણ વધારે રહેશે. ધાર્મિક કાર્યોમાં આપના ખર્ચનું પ્રમાણ વધશે. કમ્યુનિકેશન ગેપ ન રહે તેની કાળજી લેવી. ગુરુના રાશિ પરિવર્તનના કારણે આવનાર સમયમાં ગુરુ મહારાજની કૃપાથી ભાગ્ય ખુલશે અને તેના શુભ પરિણામો મળશેવધારાની આવકના સ્ત્રોત ઉભા કરવા માટે સાનુકૂળ સમય છે.
 
 લગ્‍ન કરવા ઇચ્‍છતા પાત્રોને જીવનસાથી મળવાના યોગ છે. સરકાર અથવા સરકાર સંબંધિત કાર્યો દ્વારા ફાયદો થઈ શકે છે. વ્યય સ્થાનમાં મંગળના ભ્રમણથી વર્તનમાં ઉગ્રતા, વાણીની કટુતા, અવિચારી અને અસંયમિત વલણ આ બધાની શક્યતા રહેશે પરંતુ તેવો સમય ખૂબ ટુંકાગાળા માટે રહેવાથી સંભાળી લેવાની સલાહ છે. 
 
 
વૃશ્ચિક - આ મહિનો આપના માટે એકંદરે શુભ ફળદાયી જણાય છે. દાંપત્યજીવનનું સુખ સારા પ્રમાણમાં આપ માણી શકશો. અપરણિત જાતકોને વિદેશમાંથી માગા આવે તેવી શક્યતા રહે. આયાત-નિકાસ અથવા મલ્ટીનેશનલ કંપનીઓ સાથે કોઈપણ પ્રકારે વ્યવસાય કરતા જાતકોને સારો વ્યવસાયિક લાભ મળી શકે છે. મનોરંજન અને સુખ-શાંતિને આપ પ્રાધાન્ય આપશો. 
 
 આપની રચનાત્‍મક અને કલાત્‍મક શક્તિ સોળે કળાએ ખીલી ઉઠશે. ભૂમિ સંબંધિત કાર્યોનો સકારાત્મક ઉકેલ આવી શકે છે. આપ રમતગમતમાં ભાગ લેશો. ધાર્મિક વૃત્તિઓમાં પણ આપનું મન પરોવાય તેવી શક્યતા છે. વિદ્યાર્થીઓને એકાગ્રતા જાળવવામાં થોડી તકલીફ પડી શકે છે. વાંચતી વખતે ઉત્તર, પૂર્વ અથવા ઉત્તર-પૂર્વ દિશામાં મોં રાખીને બેસવુ
 
 
ધન -  આ મહિને પારિવારિક ક્ષેત્રે અને ખાસ કરીને જીવનસાથી જોડે આપના સંબંધો સારા રહેશે. બૌદ્રિક બાબતોમાં આપને વિશેષ રુચિ જાગે અને આવી ચર્ચાઓમાં ભાગ લેવાની પ્રેરણા જાગે. વ્યવસાયિક ક્ષેત્રે આપ સારી પ્રગતિ કરી શકો અને પોતાની કોઠાસૂઝ અને આવડતના જોરે હરીફોનો માત કરી શકો. પબ્લિકેશન કે સંશોધન જેવા ક્ષેત્રે સંકળાયેલા જાતકોને વિશેષ ફાયદો થઈ શકે છે. 
 
કામકાજના સ્થળે આપની હાથ નીચે કામ કરતા લોકોનો સાથ સહકાર મળે. કેટલાક કિસ્સાઓમાં અતિ સંવેદનશીલતાના કારણે તમારી માનસિક સ્થિતિ વ્‍યગ્ર રહેશે. નોકરિયાતવર્ગ સારી પ્રગતિની આશા રાખી શકે છે પરંતુ ધંધામાં અપેક્ષિત યશ-કીર્તિથી વંચિત રહેવું પડે. લાંબા ગાળાના દૃષ્ટિકોણથી જોઈએ તો, આપનું વર્તન અને વાણી સારા રહેવાથી પરિવારજનો અને વ્યવસાયિક સંબંધો સારા રહે.
 
મકર  - આ મહિનો આપના માટે એકંદરે ઉત્તમ ફળદાયી જણાઈ રહ્યો છે. આ સમયમાં આપની લેખન અને સર્જનકળા ખીલી ઉઠશે. સુખી દાંપત્યજીવનનો આનંદ માણી શકો છો. અપરણિત જાતકો માટે સારા માગા આવવાની શક્યતા પણ રહે. જાહેરજીવનમાં સન્‍માન અને ખ્‍યાતિ મળે. પરદેશગમન માટે ઈચ્છુક જાતકોને અવરોધો દૂર થાય. આપને આહારના કારણે કેટલીક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે માટે કાળજી લેવી. . 
 
૫રદેશગમન માટે ઈચ્છુક જાતકો સારા સમાચારની અપેક્ષા રાખી શખે છે. જોકે આ સમયમાં આપની કામકાજની શૈલીમાં દેખીતી રીતે ઉતાવળ વધી જશે. ઝડપથી કામ પતાવવાની ઈચ્છામાં આપનો સ્વભાવ ઉતપાતિયો થઈ શકે છે માટે ભાગીદારો અને જીવનસાથી જોડે ધીરજથી કામ લેવું. વિદ્યાર્થીવર્ગ માટે આ સમય મધ્યમ કહી શકાય તેવો હોવાથી નિર્ધારિત લક્ષ્યાંકો હાંસલ કરવા મહેનત કરવી પડશે. આપનામાં આધ્યાત્મિકતાનું પ્રમાણ વધતા જનસેવા કે ધાર્મિક કાર્યોમાં પણ રસ લેશો.
 
કુંભ - . આ મહિને આપના મિલકત સંબંધિત પ્રશ્નોમાં સકારાત્મક પરિણામો આવી શકે છે. સરકારી કામકાજો, તબીબી વ્યવસાય, સિમેન્ટ ઉદ્યોગ વગેરેમાં સફળતા મળી શકે છે. લાંબા સમયથી ચાલતા અથવા વિલંબમાં પડેલા પ્રોજેક્ટ્સ પાર પાડવાથી આપને પ્રશંસા મળશે. આપની પર્સનાલિટીમાં પણ વધારો થાય. ધન કમાવાની આપની લાલસા વધી શકે છે. મિત્રો અને પરિવાર તરફથી દરેક કાર્યોમાં પુરતો સાથ-સહકાર મળે.
 
 શેરબજાર, લોટરી જેવા સટ્ટાકીય કાર્યોમાં ગણતરીપૂર્વકનું રોકાણ આપને કમાણી કરાવી આપે. વેપાર-ધંધાર્થે મુસાફરીની શક્યતાઓ પણ રહે. ઘરમાં આપ પોતાના માટે અથવા પરિવાર માટે સુખ-સુવિધા વધારવા માટે ખર્ચ કરી શકો છો. આ મહિને રાહુ રાશિ પરિવર્તન કરીને કન્યામાં આવશે જેની અસરો આપને આગમી સમયમાં જોવા મળે. વિલંબમાં પડેલા કાર્યોમાં હવે માર્ગ મળશે.
 
 
મીન - .આપને પિતા અને મિત્રોનો સાથ સહકાર મળી રહેશે અને તેના તરફથી સારો ફાયદો થઈ શકે છે. સંતાનો સાથે આપને સારો મનમેળ રહેશે. ઉચ્ચ વિદ્યાની પ્રાપ્તિ માટે યોગ્ય આયોજન કરી શકો છો. વિદ્યાર્થીવર્ગ માટે એકંદરે પ્રગતીકારક સમય કહી શકાય. વૈભવી મોજશોખ અને વાહનસુખ મળે. નાનો પ્રવાસ કે ૫ર્યટન થવાની શક્યતા પણ નકારી શકાય નહીં. ધર્મ તેમજ મંત્ર-તંત્રમાં આપની રુચિ વધે દાંપત્યજીવન અને ભાગીદારીના સંબંધોમાં વર્તનમાં ઉગ્રતા નહીં રાખો તો એકંદરે ફાયદાકારક તબક્કો છે. 
 
ગુરુનું રાશિ પરિવર્તન આગામી એક વર્ષ સુધી આપને સંતાન, વિદ્યા અને નોકરી સંબંધે સારા પરિણામ આપી શકે છે. શેરબજારમાં લાંબાગાળાનું રોકાણ લાભદાયી નીવડશે. હાલ પુરતું જોકે ભણવામાં આપે વિશેષ કાળજી લેવી પડશે. મુસાફરી માટે ઘણા સારા યોગ બની શકે છે. કલ્યાણકેન્દ્ર, હોસ્પિટલ, ધાર્મિક સ્થળોએ જવાનું થાય.