ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2017
Written By
Last Modified: ગુરુવાર, 24 ઑગસ્ટ 2017 (12:36 IST)

VIDEO - આપની અંકરાશિ - જાણો કેવો રહેશે આજનો દિવસ તમારા માટે

તમારા મૂલાંકની જાણ કરવા માટે તમારા જન્મતારીખની જાણ હોવી જરૂરી છે. દાખલા તરીકે જો તમારી જન્મ તારીખ 18 છે તો તમારો મૂલાંક 1 + 8 = 9 છે.   આવો જાણીએ તમારા મૂલાંક મુજબ કેવો રહેશે તમારો આજનો દિવસ 
 
મૂલાંક 1 - આજે કાર્યક્ષેત્ર અને વેપારમાં નવી યોજનાઓ પર કાર્ય શરૂ ન કરો. કોઈપણ સ્થિતિમાં ફેરફાર ન કરો. વિરોધી હાવી થઈ શકે છે. તમારા વ્યવ્હારમાં વિનમ્રતા કાયમ રાખો. જમીન-મિલકત સાથે જોડાયેલ મામલામાં સફળતા મળશે. નવા લોકો સાથે મુલાકાત થઈ શકે છે. પરિવારમાં કોઈનુ સ્વાસ્થ્ય પ્રભાવિત થઈ શકે છે. આજનો આપનો શુભ રંગ છે યલો

મૂલાંક - 2 આજે કાર્યક્ષેત્ર અને વેપારમાં ઉતાર ચઢાવની સ્થિતિ રહેશે. બીજાના મામલામાં હસ્તક્ષેપ ન કરો. વિવાદોની સ્થિતિથી દૂર રહો. આવક ખર્ચની સ્થિતિ સામાન્ય રહેશે. તમારી મુલાકાત મહત્વપૂર્ણ લોકો સાથે થઈ શકે છે.  સામાજીક પ્રતિષ્ઠામાં વધારો થશે. દાંપત્ય જીવન સુખદ રહેશે. ખર્ચની અધિકતા રહેશે. ઋતુના ફેરફારથી તમારુ સ્વાસ્થ્ય પ્રભાવિત થઈ શકે છે. આજે આપનો શુભ રંગ રહેશે સ્કાય બ્લ્યુ  
 
મૂલાંક 3 - આજનો દિવસ મળતાવડો રહેશે. કાર્યક્ષેત્રમાં વાતાવરણ તમારા અનુકૂળ રહેશે.  સાથીઓ અને અધિકારીઓનો સહયોગ મળશે. સંતાન પક્ષ પર ધ્યાન આપવાની જરૂર છે. વ્યસનોથી દૂર રહો. ખર્ચની અધિકતા રહેશે.  વેપારમાં સાવધાની રાખો. પેટના રોગ તમને પરેશાન કરી શકે છે.  ખાનપાન પર નિયંત્રણ રાખો. આજને માટે આપનો શુભ રંગ છે ઓરેંજ 
 
મૂલાંક 4 - આજે કાર્યક્ષેત્ર અને વેપારમાં તમે નવી યોજનાઓ બનાવશો. કાર્યક્ષેત્રમાં વિરોધીઓથી સાવધ રહો. વિવાદોની સ્થિતિથી દૂર રહો. વાણી અને ક્રોધ પર કાબૂ રાખો. વેપારમાં અચાનક લાભની તક મળશે. દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે.  સંતાન પક્ષ પર ધ્યાન આપવાને જરૂર છે.  તમારા સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવની સ્થિતિ રહેશે. આજે આપનો શુભ રંગ છે સ્લેટી 
 
મૂલાંક 5  - આજે પૈસા સાથે જોડાયેલા મામલામાં કોઈના પર આંખ બંધ કરીને વિશ્વાસ કરશો નહી. લેવડદેવડમાં સાવધાની રાખો. કાર્યક્ષેત્રમાં વાતાવરણ તમારા અનુકૂળ રહેશે.  આવકમાં વધારો થઈ શકે છે. ઉન્નતિની તક મળી શકે છે. જૂના મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે. પરિવારમાં ખુશીના સમાચાર પ્રાપ્ત થશે. રચનાત્મક કાર્યોમાં રુચિ વધશે. તમારુ સ્વાસ્થ્ય સારુ રહેશે. આજનો આપનો શુભ રંગ છે પેરોટ ગ્રીન 
 
મૂલાંક 6  - આજે કાર્યક્ષેત્ર અને વેપારમાં વાતાવરણ તમારા અનુકૂળ રહેશે મિત્રો અને અધિકારીઓનો સહયોગ મળશે. આવકમાં વધારો થઈ શકે છે.  સંબંધોનો લાભ મળશે. કુંવારાઓને વિવાહનો પ્રસ્તાવ પ્રાપ્ત થઈ શકે છે. દાંમ્પત્ય જીવનમાં મધુરતા આવશે. પેટનો રોગ તમને પરેશાન કરી શકે છે તેથી ખાવા-પીવા પર ધ્યાન આપજો. આજનો આપનો શુભ રંગ છે મેજેંટા 
 
મૂલાંક 7  - આજે તમારો દિવસ સારો રહેશે. પરિવારમાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. કોઈ ધાર્મિક યાત્રા પર જવાનો કાર્યક્રમ બની શકે છે. કાર્યક્ષેત્રમાં વાતાવરણ તમારા અનુકૂળ રહેશે.  તમારા કાર્યની પ્રશંસા થશે. વેપારમાં લાભની નવી તકો મળશે.  અગાઉનુ અટવાયેલુ ધન પણ મળી શકે છે.  ઋતુના ફેરફારથી તમારુ સ્વાસ્થ્ય પ્રભાવિત થઈ શકે છે. આજનો આપનો શુભ રંગ છે  ગ્રીન 
 
મૂલાંક 8 - આજે કાર્યક્ષેત્ર અને વેપારમાં તમને મહેનત વધુ કરવી પડશે.  દિવસભર વ્યસ્તતા રહેશે. શારીરિક અને માનસિક થાક હાવી થઈ શકે છે.  રોજબરોજના કાર્યોમાં ભાગદોડ વધુ કરવી પડશે.  વેપારમાં અચાનક લાભની તક મળી શકે છે. કાર્યક્ષેત્રમાં ઉન્નતિની તક મળી શકે છે.  પરિવારમાં નાની નાની વાતો ટાળી દો. જૂના રોગ ઉભરી શકે છે. આજનો આપનો શુભ રંગ છે  રેડ 
 
મૂલાંક 9 - આજે તમને નસીબનો સાથ મળશે.  પરિવારમાં ક્યાકથી પણ શુભ સમાચારની પ્રાપ્તિ થઈ શકે છે. મહત્વના મામલાઓને લઈને નિર્ણય લેવો પડી શકે છે.  સમજી વિચારીને જ નિર્ણય લો. કાર્યક્ષેત્રમાં કોઈ પરેશાની સામે આવી શકે છે. નવી યોજનાઓ પર હાલ કાર્ય શરૂ ન કરો. સંતાન તરફથી સુખદ સમાચારની પ્રાપ્તિ થશે. પેટનો રોગ તમને પરેશાન કરી શકે છે આજનો આપનો શુભ રંગ છે  ગ્રીન