શનિવાર, 14 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2018
Written By
Last Updated : શુક્રવાર, 1 જૂન 2018 (10:14 IST)

જૂન 2018 માસિક રાશિફળ - આ લોકોની બગડી શકે છે લવ લાઈફ

મેષ રશિ - સૂર્ય મિથુન રાશિમાં ગોચર કરશે. તમારે માટે આ મહિનો સામાન્ય રહેશે.  પડોશીઓનો સહયોગ મળશે.  મિત્રોથી બચીને રહેજો નહી તો કોઈ મોટો ખર્ચ થઈ શકે છે. સંતાન તરફથી શુભ સમાચાર મળશે.  કારણ વગર યાત્રા કરવાથી બચો. આવકમાં વધારો થશે. આરોગ્ય માટે સમય સારો છે. નોકરી અને વ્યવસાય કરનારા લોકોને ફાયદો થશે. વૈવાહિક સંબંધોમાં મધુરતા આવશે.

વૃષભ રાશિ - વૃષભ રાશિના જાતકો માટે જૂનનો મહિનો વધુ સારો નથી. ઉધાર આપવાથી બચો. પરિવાર સાથે સમય વિતાવો અને તેમને ક્યાક ફરવા લઈ જાવ. સરકારી કર્મચારીઓને આ સમયે થોડી પરેશાની થઈ શકે છે.  બેદરકારી ન રાખો. મિત્રોને લઈને મન ઉદાસ રહેશે.  કાર્યોમાં રૂકાવટ આવશે. જે કારણે આર્થિક નુકશાન થશે.  આંખોમાં સમસ્યા આવી શકે છે.  નોકરી કરનારા જાતકોને પ્રમોશનમાં સમસ્યા આવી શકે છે.  જીવનસાથી સાથે પારિવારિક મુદ્દે અડચણ ઉભી થશે.  પ્રેમ સંબંધોમાં પરસ્પર તાલમેલ બનાવી રાખો. 
 
મિથુન રાશિ - આ મહિને મંગળ મકર રાશિમાં વિચરણ કરશે. 9 જૂનના રોજ બુધ મિથુન રાશિમાં આવશે અને 26જૂનના રોજ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. તમારા અયોગ્ય વ્યવ્હારને કારને લોકો તમારાથી દૂર જઈ શકે છે.  ખર્ચમાં વધારો થશે.  જે તમારા માટે પરેશાની બની શકે છે.   આર્થિક મામલે અવરોધ ઉભો થશે.  વેપારમાં કોઈ નવા કામમાં હાથ ન નાખશો. નોકરીમાં પ્રગતિની તક મળશે.  તમારા જીવનસાથીને કોઈ વચન ન આપશો. પ્રેમ સંબંધો ગાઢ થશે. 
કર્ક રાશિ - આ મહિને ગુરૂ વક્રી થઈને તુલા રાશિમાં રહેશે. રોમાંસ અને હરવા ફરવા માટે સમય સારો છે. અચાનક કોઈ ખુશખબર મળી શકે છે. જેનાથી મન પ્રસન્ન રહેશે.  તમારા પ્રિય સાથે ક્યાક ફરવા જઈ શકો છો. આવક માટે સારો સમય છે.  આરોગ્યનુ ધ્યાન રાખો. કેરિયર અને વેપારમાં ઉઠાપટક ચાલતી રહેશે. નોકરી શોધી રહ્યા છો તો તેમા તમને સફળતા મળશે.  વૈવાહિક જીવનમાં અનુકૂળતા આવશે. 
 
સિંહ રાશિ - આ મહિને ધાર્મિક કાર્યોમાં તમારી રૂચિ વધશે. કોઈ ગુપ્ત શત્રુ સક્રિય થઈ શકે છે. તમારા કાર્યોમાં શિથિલતા આવશે. ફાલતૂના કામમાં બુદ્ધિ વધારે લગાવશો. કાર્યોની ધીમી ગતિ તમને માનસિક તનાવ આપી શકે છે.  આવક સારી રહેશે. આરોગ્ય ખરાબ હશે તો હવે ઠીક થશે.  નોકરી કરનારા જાતકોને પોતાના સહયોગીઓ સાથે મધુ સંબંધ કાયમ રાખવાના છે. નવા વેપાર માટે યોગ્ય સમય નથી. વૈવાહિક જીવનમાં મધુરતા આવશે. 
 
કન્યા રાશિ - પરિવાર સાથે ક્યાક શોપિંગ પર જઈ શકો છો. ફાલતૂ ખર્ચાથી બચો. મિત્રોનો સાથ મળશે અને તમે ખુશ રહેશો. જીવનસાથીની મદદ ન મળવાને કારણે તમારુ મન વ્યથિત થશે.  પૈસાને લઈને કરવામાં આવેલ પ્રયાસોમાં તમને સફળતા મળશે. વાહન ન ચલાવો. વેપારમાં રોકાણ ન કરો.  નોકરી કરનારા બેદરકાર ન રહો વૈવાહિક સંબંધમાં પરસ્પર સહયોગની કમી આવશે. 
 
તુલા રાશિ - યાત્રાના યોગ બની રહ્યા છે.  તમારા ગહન વિચારોથી કોઈ સમસ્યાનો હલ કાઢી શકો છો.  રચનાત્મક કાર્ય ફળીભૂત થશે. જમીન-મિલકત સાથે જોડાયેલ મામલામાં અડચણ આવી શકે છે. આર્થિક સ્થિતિ કમજોર થઈ શકે છે.  આરોગ્ય સારુ રહેશે.  આંખોનો ખ્યાલ રાખો. નોકરિયાત જાતકોને સહકર્મચારીઓ તરફથી પરેશાની થઈ શકે છે. વેપારીને પડકારનો સામનો કરવો પડશે. 
વૃશ્ચિક રાશિ - આ સમય તમને તમારા દાયરામાંથી બહાર આવીને ઊંચા સ્થાન પર કામ કરનારા લોકો સાથે હળવા મળવાનુ છે.  ઉંઘ અને ઉત્તમ ખોરાકનો આનંદ ઉઠાવી શકો છો. નવા વિચારોથી પરિપૂર્ણ રહેશો. જે પણ કાર્ય કરશો તે આશાથી વધુ ફાયદો આપશે.  આર્થિક પક્ષ મજબૂત રહેશે.  આરોગ્યમાં સુધાર થવાની શક્યતા છે.  વ્યવસાય માટે સામાન્ય સમય રહેશે.  નોકરીમાં પ્રમોશન મળી શકે છે.  વૈવાહિક સંબંધોમાં થોડા અસહજ અનુભવ કરી શકો છો. 
 
ધનુ રાશિ - સમાજમાં તમારુ માન સન્માન વધશે. કોઈ મુશ્કેલીમાં ફસાયેલા માણસની મદદ કરી શકો છો. નવા વિચારો અને નવી સોચ સાથે નવા કાર્યોનુ સર્જન કરી શકો છો. બેકારના કામમાં ધનનો વ્યય ન કરો. માનસિક તનાવને કારણે આર્થિક પક્ષ કમજોર થઈ શકે છે.  પેટ ખરાબ થઈ શકે છે. અધ્યાપનનુ કાર્ય કરનારા લોકોને લાભ થશે. જીવનસાથીનો પ્રેમ અને સહયોગ મળશે. 
 
મકર રાશિ - આર્થિક પક્ષને મજબૂત કરવામાં જીવનસાથીનો સહયોગ મળશે.  સંતાનને કારને પરેશાની આવી શકે છે. કોઈ નવા કાર્ય તમને સફળતા અપાવી શકે છે  કોઈ મોટો પ્રોજેક્ટ મળી શકે છે. આવકમાં ઓછુ પણ વૃદ્ધિ થશે. ખાનપાન સંયમિત રાખો.  માર્કેટિંગની નોકરી કરનારા લોકો માટે સ્થાન પરિવર્તનના યોગ બની રહ્યા છે. વેપારી ઉધારી આપવાથી બચે. દાંમ્પત્ય જીવનમાં પરસ્પર તાલમેલ બનાવી રાખો. 
 
કુંભ રાશિ - તમારા ગુરૂજનોનુ સન્માન કરો અને તેમનો આશીર્વાદ લો. ઘરમાં તમારા બેદરકાર વલણની આલોચના થઈ શકે છે.  કોઈ બીજાના મામલે દખલગીરી ન કરો. મગજ શાંત રહેશે. આવક સારી રહેશે. પણ સમય સાથે ઘટાડો થશે. આરોગ્યમાં સમસ્યા આવી શકે છે. ખાવાનુ ધ્યાન રાખો. નવા રોકાણથી બચો. નોકરી કરનારા જાતકોને સહયોગીઓ તરફથી પરેશાની થઈ શકે છે.  વૈવાહિક જીવનમાં અનબન થઈ શકે છે. 
 
મીન રાશિ - તમારા સપનાને પૂરા કરવામાં સફળતા મળશે. બીજાની મદદ લઈ શકો છો. બીજાને તમારા મનની વાત ન જણાવો. ખૂબ મહેનત પછી જ ધન લાભ થશે. વ્યવસાયમાં પ્રગતિની તક બની રહી છે. નોકરી કરનારા લોકો ઓફિસમાં બાકી લોકો સાથે સંબંધ સારા બનાવી રાખો. પતિ પત્ની વચ્ચે સામંજસ્ય વધશે.